Home> Gujarat
Advertisement
Prev
Next

હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ મનપા એલર્ટ, રાજકોટમાં શરૂ થશે ફાયર ટ્રેનિંગ સેન્ટર


રાજકોટની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ મનપાએ ફાયર ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવાનું નક્કી કર્યું છે. 
 

 હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ મનપા એલર્ટ, રાજકોટમાં શરૂ થશે ફાયર ટ્રેનિંગ સેન્ટર

રાજકોટઃ રાજકોટ શહેરમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ તંત્ર સફાળુ જાગી ગયું છે. આ દુર્ઘટનામાં પાંચ દર્દીઓના મૃત્યુ થયા હતા. હવે આ ઘટનામાંથી બોધપાઠ લેતા રાજકોટ મહાનગર પાલિકાએ શહેરમાં ફાયર ટ્રેનિંગ સેન્ટર બનાવવાની જાહેરાત કરી છે. આગ લાગે ત્યારે પ્રાથમિક રીતે આગ બુઝાવી શકાય તે માટે રાજકોટ મનપા દ્વારા તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. આમ રાજ્યમાં ફાયર ટ્રેનિંગ સેન્ટર શરૂ કરનારૂ રાજકોટ પ્રથમ શહેર બનશે. 

શહેરમાં શરૂ થશે ફાયર ટ્રેનિંગ સેન્ટર
મહત્વનું છે કે બે દિવસ પહેલા રાજકોટ શહેરમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. આ આગ બાદ ભાગદોડ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં કુલ પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. હવે મનપાએ ફાયર ટ્રેનિંગ સેન્ટર બનાવવાની જાહેરાત કરી છે. 

તાલાલામાં મોડી રાત્રે અને મોરબીમાં વહેલી સવારે ભૂકંપના આંચકા, કોઈ જાનહાની નહીં 

આ ફાયર ટ્રેનિંગ સેન્ટરમાં હોસ્પિટલના કર્મચારીઓને આગ લાગે ત્યારે તેને પ્રાથમિક રીતે બુઝાવી શકાય તે માટેની તાલીમ આપવામાં આવશે. શહેરમાં કોઈપણ હોસ્પિટલમાં નવા કર્મચારી હાજર થાય તે પહેલા આ ટ્રેનિંગ લેવી ફરજીયાત કરવામાં આવશે. શહેરના નિવૃત ચીફ ફાયર ઓફિસર આર.કે. મહેશ્વરી તાલીમ આપવાના છે. મહાનગર પાલિકા ઈઆરસી ભવનમાં આ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટની શરૂઆત કરશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More