Home> Gujarat
Advertisement
Prev
Next

Rivaba Jadeja : રિવાબાએ સૂચવેલો જામનગરનો ખાસ પ્રોજેક્ટ થયો મંજૂર, મુખ્યમંત્રીએ મારી મ્હોર

Rivaba Jadeja : ધારાસભ્ય રિવાબા જાડેજાની રજૂઆત ફળી. જામનગરમાં સ્પોર્ટ કોમ્પ્લેક્ષ સંકુલ બનશે, મુખ્યમંત્રીના હસ્તે ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરાશે

Rivaba Jadeja : રિવાબાએ સૂચવેલો જામનગરનો ખાસ પ્રોજેક્ટ થયો મંજૂર, મુખ્યમંત્રીએ મારી મ્હોર

Jamngar Sport Coaching Center : જામનગરના ધારાસભ્ય રિવાબાની એક રજૂઆત પર સરકારની મ્હોર લાગી છે. જામનગર માટે ધારાસભ્ય રિવાબાએ એક પ્રોજેક્ટ સૂચવ્યો હતો. જે પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે. રિવાબાની રજૂઆત પર હવે જામનગરમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે. ટૂંક સમયમાં જ મુખ્યમંત્રીના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થશે. 

જામનગરમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બને અને અહીંના વિદ્યાર્થીઓએ સ્પોર્ટસમાં આગળ વધે તે હેતુથી ધારાસભ્ય રિવાબાએ રમતગમત મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો હતો. જામનગરમાં સ્પોર્ટસ કોચીંગ સેન્ટર બને તે માટે જમીનનો વર્ગફેર કરાવી આપવા ભારપૂર્વક  ભલામણ કરી હતી. 

અંબાલાલ પટેલે તારીખ સાથે કરી આગાહી : ફેબ્રુઆરી નહિ, માર્ચના આ દિવસોમાં પણ આવશે વરસાદ

રિવાબાએ રજૂઆત કરી હતી કે, જામનગરના યુવક યુવતીઓ રમત ગમત માટે ખૂબ જ ઉત્સાહી છે. તેથી તેમના ઉજ્જવળ ભવિષઅય માટે આ કોચિંગ સેન્ટરની જરૂરિયાત છે. જે અંતર્ગત ડિસ્ટ્રીક્ટ કોચિંગ સેન્ટરની તાતી જરૂરિયાત છે. જે માટે જમીન ફાળવવામાં આવે. 

ત્યારે ગુજરાત સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. જામનગર હવે ટૂંક સમયમાં નવુ સ્પોર્ટસ કોચિંગ સેન્ટર મેળવશે. તેની કામગીરી હાથ પર લેવાઈ છે. જામનગરમાં સ્પોર્ટ કોમ્પ્લેક્ષ સંકુલ બનશે. મુખ્યમંત્રીના હસ્તે ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. જામનગરમાં સ્પોર્ટ કોચિંગ સેન્ટર માટે જગ્યાનો વર્ગફેર કરાવી ફાળવણી કરવા બાબતે જિલ્લા સ્પોર્ટ ઓથોરિટી એ કરેલી અરજી અને મહેસુલ વિભાગને લગત પરિપત્ર ધારાસભ્ય રિવાબાજ જાડેજા દ્વારા રમત ગમત મંત્રી હર્ષ સંઘવીને લખવામાં આવ્યો હતો. જામનગરમાં સ્પોર્ટસ કોચીંગ સેન્ટર માટે જમીનનો વર્ગફેર કરાવી આપવા ભારપુર્વકની ભલામણ સાથે વિનંતી કરી હતી.

ગુજરાતનો મોસ્ટ વોન્ટેડ આરોપી ઉજ્જૈનથી પકડાયો, આખા સૌરાષ્ટ્રમાં દારુ સપ્લાય કરતો હતો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More