Home> Gujarat
Advertisement
Prev
Next

રિવોલ્યુશનના રસ્તે સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ : પોલિએસ્ટરને બદલે હવે ઈકો ફ્રેન્ડલી જરી બનાવાઈ

Eco Friendly Jari Business : અત્યાર સુધી માર્કેટમાં પોલિએસ્ટરથી તૈયાર જરી ઉપલબ્ધ હતી. પરંતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી20 ની અંદર અત્યારે ગ્લોબલ વોર્મિંગ અને રિસાયક્લિંગ ઉપર પણ ભાર મૂકવામાં આવેલ છે. તેના બાદ સુરત ટેક્સટાઈલ ઉદ્યોગમાં રિવોલ્યુશન જોવા મળી રહ્યું છે

રિવોલ્યુશનના રસ્તે સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ : પોલિએસ્ટરને બદલે હવે ઈકો ફ્રેન્ડલી જરી બનાવાઈ

Surat News ચેતન પટેલ/સુરત : ટેક્સટાઈલ નગરી સુરત માત્ર કાપડ માટે જ ફેમસ નથી. ટેક્સટાઇલ સિટી સુરતને જરી ઉદ્યોગ માટે પણ લોકો જાણે છે. અહીં તૈયાર જરીની ડિમાન્ડ દેશભરમાં હોય છે. પરંતુ હાલ એક ખાસ પ્રકારની જરી સુરત દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આ જરીની ઉત્તર અને દક્ષિણ ભારતના વેપારીઓમાં ધૂમ ડિમાન્ડ છે. હાલના દિવસોમાં બનારસની જરી વર્કની સાડીઓમાં સુરતમાં તૈયાર કરાયેલી બામ્બુ ફાયબર્સમાંથી બનતી ઇકો ફ્રેન્ડલી જરીનો ઉપયોગ સૌથી વધારે થઈ રહ્યો છે. કારણ કે આ સંપૂર્ણ રીતે પોલિએસ્ટર બેઝ નથી. પર્યાવરણની જાળવણી અને પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ અટકાવવા માટે આ ખાસ ઇકો ફ્રેન્ડલી જરી તૈયાર કરવામાં આવી છે.

ફેબ્રિક બનાવવા માટે અત્યાર સુધી પ્લાસ્ટીક જરીનો જ ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે બામ્બુ ફાયબર્સમાંથી બનતી ઇકો ફ્રેન્ડલી જરીનો ઉપયોગ ફેબ્રિક બનાવવામાં થઇ રહ્યો છે. આ ઇકો ફ્રેન્ડલી જરીનો ઉપયોગ દરેક પ્રકારે કરી શકાય છે. ખાસ કરીને હાઇસ્પીડ ટેકનોલોજી અને કન્વેન્શનલ વિવિંગ વોટરજેટ, એરજેટ રેપિયર પર વિવિંગ માટે કરવામાં આવી રહ્યો છે. જોવામાં આ એકદમ સામાન્ય જરીની જેમ છે, પરંતુ આ સ્કીનને નુકસાન પહોંચાડતું નથી. સાથે જ સહેલાઈથી ડિસ્પોસ થઈ જાય છે અને એટલું જ નહીં સામાન્ય પોલિએસ્ટરથી તૈયાર જરીના સરખામણીમાં હલકું હોય છે. 

ગુજરાતના આ મંદિરમાં માતાજીને ચઢે છે ચટાકેદાર ભોગ, પ્રસાદમા મળે છે પિત્ઝા-બર્ગર

બનારસી સાડીઓમાં જે જરીકામ કરવામાં આવી રહ્યું છે તે સુરતમાં તૈયાર આ ઇકો ફ્રેન્ડલી જરી છે. આ વિશે સુરતના વેપારી મહેન્દ્ર ઝડપિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષથી જરી ઇનોવેશન પર કામ કરી રહ્યા છે. હાલમાં જ તેઓએ નેચરલ ફાઇબરથી જરી તૈયાર કરી છે. અત્યાર સુધી માર્કેટમાં પોલિએસ્ટરથી તૈયાર જરી ઉપલબ્ધ હતી. પરંતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી20 ની અંદર અત્યારે ગ્લોબલ વોર્મિંગ અને રિસાયક્લિંગ ઉપર પણ ભાર મૂકવામાં આવેલ છે. તેના બાદ સુરત ટેક્સટાઈલ ઉદ્યોગમાં રિવોલ્યુશન જોવા મળી રહ્યું છે. 100 ટકા પોલિએસ્ટરથી તૈયાર થનાર જરીમાં હવે 50 થી 60 ટકા અમે નેચરલ ફાઇબર વાપરી રહ્યા છે, જે ઇકો ફ્રેન્ડલી છે. બામ્બુ યાર્નથી આ ખાસ જરી તૈયાર થઈ છે. આવનાર દિવસોમાં ફેબ્રિક અને યાર્ન ઇન્ડસ્ટ્રીમાં પરિવર્તન લાવશે.

ગુજરાત સરકારનું દેવું જાણી આંખો ચાર થઈ જશે : 5 વર્ષમાં ગુજરાતના દેવામાં અધધધ વધારો

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પોલિએસ્ટર બેઝ અને નેચરલમાં તફાવતની વાત કરવામાં આવે તો પહેલા સો ટકા પોલિસ્ટર બેઝ યાર્નથી જરી બનાવવામાં આવતી હતી. પ્લાસ્ટિકની વાત કરવામાં આવે તો આ ડિસ્પોઝ થાય થવામાં હજારથી 2000 વર્ષ લઇ લે છે. બીજી બાજુ જો નેચરલ વસ્તુઓ હોય છે તે ડિસ્પોઝ પહેલા થઈ જતી હોય છે. પરંતુ હવે નેચરલ ફાઇબર ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. કિંમતની વાત કરવામાં આવે તો આ માત્ર 10 થી 15 ટકા જ મોંઘુ પડશે. જોકે આવનાર દિવસોમાં અમે વધુ સંશોધન કરી આની કિંમત ઓછી થાય છે માટે પણ પ્રયત્નશીલ છીએ.

ગુજરાતના આ મંદિરમાં દોરો બાંધવાથી મટી જાય છે પથરી, બાદમાં પથરી જમા કરાવે છે લોકો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More