Home> Gujarat
Advertisement
Prev
Next

રેમડેસિવિર ઇન્જેક્શનની કૌભાંડ: એક્સપોર્ટ ક્વોલિટીનું ઇન્જેક્શન મળ્યું, જે ભારતમાં છે પ્રતિબંધિત

પીસીબી પોલીસે રેમડેસિવિર ઇન્જેક્શન (Remdesivir Injection) ની કાળાબજારી કરી બેફામ લૂંટફાટ ચલાવતાં ડો. ધીરેન નાગોરા તથા મુસ્લિમ મેડિકલ સેન્ટરના નર્સ રાહુલ વાળંદને બે દિવસ પહેલા ઝડપી પાડયા હતા.

રેમડેસિવિર ઇન્જેક્શનની કૌભાંડ: એક્સપોર્ટ ક્વોલિટીનું ઇન્જેક્શન મળ્યું, જે ભારતમાં છે પ્રતિબંધિત

રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા (Vadodara) માં કોરોના મહામારીમાં રેમડેસિવિર ઇન્જેક્શન (Remdesivir Injection) ની કાળાબજારી કરી લાખો રૂપિયાની કમાણી કરવાના કૌભાંડ (Scam) માં ચોંકાવનારા ખુલાસા થયા છે. પીસીબી પોલીસે (PCB Police) ઇન્જેક્શનની કાળાબજારી (Injection Scam) કરતાં ડોકટર અને મેલ નર્સની ધરપકડ કરી હતી. જેમને પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. 

પીસીબી પોલીસે રેમડેસિવિર ઇન્જેક્શન (Remdesivir Injection) ની કાળાબજારી કરી બેફામ લૂંટફાટ ચલાવતાં ડો. ધીરેન નાગોરા તથા મુસ્લિમ મેડિકલ સેન્ટરના નર્સ રાહુલ વાળંદને બે દિવસ પહેલા ઝડપી પાડયા હતા. ઇન્જેક્શનની મૂળ કિંમત 2500 હતી જેની સામે આરોપી ડો ધીરેને (Dr. Dhiren) બ્લેકમાં 7500 જ્યારે આરોપી રાહુલે 5400ની કિંમતના ઇન્જેક્શનના 9 હજાર રૂપિયા પડાવ્યા હતા. 

સુરતમાં 24 કલાક સળગી રહી છે ચિતાઓ, પીગળી ગઇ સ્મશાનની ભઠ્ઠીઓ

આરોપી ડો ધીરેને (Dr. Dhiren) પોલીસ પૂછપરછમાં મિત્ર જીગ્નેશ પટેલ મારફતે કૃણાલ પટેલ નામના શખ્સ પાસેથી 5 હજારમાં ઇન્જેક્શન લીધું હોવાની કબૂલાત કરી.જેના આધારે પોલીસે આયુર્વેદિક ત્રણ રસ્તા પાસેની શ્રીજી હોસ્પિટલમાં નોકરી કરતાં કૃણાલ પટેલને પણ ઝડપી પાડયો છે.

ડો ધીરેનપાસેથી એક્સપોર્ટ ક્વોલિટીનું ઇન્જેક્શન મળ્યું, જે ભારતમાં છે પ્રતિબંધિત 
પી સી બી પીઆઈ જે જે પટેલે કહ્યું કે આરોપી ડો ધીરેન નાગોરા (Dr. Dhiren Nagara) પાસેથી મળેલું અવંતિકા કંપનીનું ઇન્જેક્શન એક્સપોર્ટ ક્વોલિટીનું છે, આ ઇન્જેક્શન તેને કૃણાલ પટેલે Krunal Patel) આપ્યુ હતું. દેશમાં આ ઇન્જેક્શન વેચાણ ન કરી શકાય તેમ હોવા છતાં કૃણાલ પાસે કેવી રીતે પહોચ્યું? તેની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પી સી બી પોલીસ તપાસ કરે તે પહેલા જ પોલીસ કમિશ્નરે તપાસ એસઓજી પોલીસને સોંપી દીધી.

SURAT: કોરોનાનું વિકરાળ સ્વરૂપ, 14 વર્ષથી બંધ સ્મશાન રાતોરાત શરૂ કરવામાં આવ્યું

અમદાવાદથી (Ahmedabad) ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની એક ટીમ વડોદરા દોડી આવી હતી. તેમણે પણ ઇન્જેક્શનની ચકાસણી કર્યા બાદ એસ ઓ જી પોલીસની ટીમને સાથે રાખી અમદાવાદની અવંતિકા કંપનીમાં તપાસ કરી હતી. જ્યાંથી કેટલાક લોકોની અટકાયત કરી વડોદરા લેવાયાં હોવાની વિગત સૂત્રો પાસેથી મળી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More