Home> Gujarat
Advertisement
Prev
Next

મંદીના માહોલ વચ્ચે આશાનું કિરણ; લોકસભાની ચૂંટણી સુરતીઓને 1200 કરોડનો વકરો રળી આપશે! 

Loksabha Election 2024: સુરતના કપડાં બજાર માટે રાહતના સમાચાર બનીને સામે આવ્યા છે. જેમાં ભાજપના ટોપી અને ખેંસ સહિત 100 રૂપિયાથી લઈ 120 રૂપિયા સુધીની કિમતની સાડીઓની અલગ અલગ રાજ્યમાંથી ડિમાન્ડ નીકળતા રૂપિયા 1200 કરોડના વેપારની આશા સુરત ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કેરલા,કર્ણાટક,મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ટોપી,ખેંસ,સાડીની ભારે ડિમાન્ડ નીકળી છે.

મંદીના માહોલ વચ્ચે આશાનું કિરણ; લોકસભાની ચૂંટણી સુરતીઓને 1200 કરોડનો વકરો રળી આપશે! 

ઝી બ્યુરો/સુરત: લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા ની સાથે જ સુરતના કપડાં બજાર માટે રાહતના સમાચાર બનીને સામે આવ્યા છે. જેમાં ભાજપના ટોપી અને ખેંસ સહિત 100 રૂપિયાથી લઈ 120 રૂપિયા સુધીની કિમતની સાડીઓની અલગ અલગ રાજ્યમાંથી ડિમાન્ડ નીકળતા રૂપિયા 1200 કરોડના વેપારની આશા સુરત ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કેરલા,કર્ણાટક,મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ટોપી,ખેંસ,સાડીની ભારે ડિમાન્ડ નીકળી છે. જેના કારણે કાપડ બજારમાં મંદીના માહોલનો સામનો કરી રહેલા વેપારીઓને એક નવી આશા જાગી છે. 

ગુજરાતમાં 26 લોકસભા બેઠકો પર 5 લાખની લીડ અસંભવ, 22 બેઠકોનાં ગાબડાં ન પૂરાય

એશિયાની સૌથી મોટી ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી વેપારીઓ મંદીના માહોલનો સામનો કરતા આવ્યા છે. પરંતુ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા ની સાથે મંદીના માહોલ નો સામનો કરી રહેલા કાપડ વેપારીઓને એક નવી આશા નું કિરણ દેખાયું છે. ભાજપની ટોપી ખેસ અને રૂપિયા 100 થી 120 રૂપિયા સુધીની કિંમતની સાડીઓની અલગ અલગ રાજ્યોમાંથી ડિમાન્ડ નીકળતા વેપારીઓને મોટી રાહત મળી છે.એક રીતે લોકસભાની ચૂંટણી ઠકી સુરતના ટેક્સટાઇલ વેપારીઓને અંદાજિત 1200 કરોડ રૂપિયાનો વેપાર મળે તેઓ આશાવાદ વેપારી અગ્રણીઓએ વ્યક્ત કર્યો છે.

લિવ-ઈન રિલેશનશીપમાં રહેતી યુવતીઓ માટે ચોંકાવનારો કિસ્સો; વાસણ ધોવા બાબતે ધાતકી હત્યા

સુરતના નામી કાપડ વેપારી સંજય સરાવગીએ જણાવ્યું છે કે, પહેલા અલગ અલગ રાજ્યોમાંથી ચૂંટણીના સમયે ભાજપ ની ટોપી,ખેંસ અને સામાન્ય કિંમતની સાડીઓની ભારે ડિમાન્ડ રહેતી હતી. પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં દક્ષિણ ભારતના રાજ્યોમાંથી પણ ભાજપની ટોપી ખેસને સાડીઓની મોટી ડિમાન્ડ નીકળી છે. હાલ કર્ણાટક, કેરળ, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાંથી ભાજપની ટોપી ખેસ અને સાડીઓના મબલક ઓર્ડર પ્રાપ્ત થયા છે. જેમાં હાલ પાંચ લાખ ટોપી અને પાંચ લાખ ખેંસના ઓર્ડર મળ્યા છે.જે ઓર્ડર પુરા કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સો રૂપિયા થી લઈને 120 રૂપિયા સુધીની સાડીઓની પણ ભારે માંગ છે. જે સાડીનો ઓર્ડર પણ પૂરો કરવા માટેની કામગીરી હાલ ચાલી રહી છે.

વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા બાદ ગુજરાતની આ યુનિવર્સિટી હરકતમાં! લેવાયો મોટો નિર્ણય

આ સિવાય મંડપનું કાપડ તૈયાર કરતા વેપારીઓમાં પણ ખૂબ જ ખુશીની લાગણી છે. જે વેપારીઓ હમણાં સુધી સારા વેપારની આશા છોડી બેઠા હતા તેવા વેપારીઓને લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા ની સાથે જ સારા ઓર્ડર પ્રાપ્ત થઈ રહ્યા છે. એક રીતે લોકસભાની ચૂંટણી દરમિયાન સુરતના કાપડ બજારને રુપિયા 1200 કરોડનો વેપાર મળે તેવી આશા છે.

ભાડાના ઘરમાં રહેવું પડે છે, નથી પૂરું થતું પોતાના ઘરનું સપનું? અજમાવો આ 5 ઉપાય

મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે અને તેને લઈને દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર માટે ચૂંટણી સાહિત્યના ઓર્ડરો પણ વેપારીઓને આપવામાં આવી રહ્યા છે. જેના કારણે વેપારીઓ માં એક નવી આશા જાગી છે. આ અંગે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના અધ્યક્ષ કૈલાશ હકીમે જણાવ્યું હતું કે, જે પ્રકારે વેપારીઓને અલગ અલગ રાજ્યમાંથી ઓર્ડરો મળી રહ્યા છે તેને જોતા વેપારીઓમાં ખૂબ જ ખુશી વ્યાપી ગઈ છે. લોકસભાની ચૂંટણીના પગલે ઓર્ડરમાં પણ વધારો થાય તેવા સંકેત વેપારીઓને દેખાઈ રહ્યા છે. 

Jio Dhan Dhana Dhan Offer: જિયો યૂઝર્સને મોજ, IPL 2024 શરૂ થતાં પહેલા આવી ધાંસૂ ઓફર

અંદાજિત 1000 કરોડ રૂપિયાની આસપાસ કાપડ બજારના વેપારીઓને વેપાર મળી રહે તેવી આશા દેખાઈ રહી છે અને તેને જોતા વેપારીઓએ પણ તડામાર તૈયારીઓ હાલ શરૂ કરી દીધી છે. ઝડપભેર રીતે ઓર્ડરને પહોંચી વળવા અને ડિસ્પેચિંગ કરવા માટેની તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. એક રીતે સુરતના કાપડ બજાર માટે આ ખૂબ જ ખુશી અને રાહતના સમાચાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More