Home> Gujarat
Advertisement
Prev
Next

નવો નિશાળિયો ચોર! બેન્કનું લોકર તોડવા આખી રાત મથ્યો પણ ના તૂટ્યું, મોંઢે રૂમાલ બાંધી CCTV પર સેલોટેપ મારી

અમદાવાદ શહેરના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમા કઠવાડા ગામ ખાતે આવેલ યુનિયન બેન્કમાં 22 ફેબ્રુઆરીએ રાતે બે શખ્સો ચોરી કરવા ગયા હતા. જ્યાં ચોર બેંકના પાછળ ના ભાગે આવેલ બારી તોડી સ્ટોર રૂમમાં પ્રવેશ્યા. અને પોતે સાથે લાવેલ સાધનો વડે તિજોરી તોડવાનું શરૂ કર્યું.

નવો નિશાળિયો ચોર! બેન્કનું લોકર તોડવા આખી રાત મથ્યો પણ ના તૂટ્યું, મોંઢે રૂમાલ બાંધી CCTV પર સેલોટેપ મારી

ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં એક બેંકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે. ફરિયાદ નોંધાતા પોલીસે બે શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ શહેરના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમા કઠવાડા ગામ ખાતે આવેલ યુનિયન બેન્કમાં 22 ફેબ્રુઆરીએ રાતે બે શખ્સો ચોરી કરવા ગયા હતા. જ્યાં ચોર બેંકના પાછળ ના ભાગે આવેલ બારી તોડી સ્ટોર રૂમમાં પ્રવેશ્યા. અને પોતે સાથે લાવેલ સાધનો વડે તિજોરી તોડવાનું શરૂ કર્યું. 

ચોર નવા નિશાળીયો હોવાથી તિજોરી તોડી ન શક્યો!
જોકે ચોર નવા નિશાળીયા હોવાથી તેઓ તિજોરી તોડી ન શક્યા અને તેઓએ ત્યાંથી ખાલી હાથે પાછું જવું પડ્યું હતું. જે સમગ્ર ઘટના બેન્ક ના cctv કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં બને શખ્સો મોઢે રૂમાલ બાંધી પ્રવેશ કરતા દેખાય છે. તેમજ cctv પર સેલોટેપ પણ મારે છે. જે બાદ સવારે બેન્ક ખોલવા જતા મામલો સામે આવ્યો. અને નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.

પોલીસ ફરિયાદ અને cctv આધારે કાર્યવાહી કરી
પોલીસ ફરિયાદ અને cctv આધારે કાર્યવાહી કરતા બને શખ્સો કઠવાડા ગામ માંથી પકડાઈ ગયા. તેમજ બને શખ્સો કઠવાડા ગામ ના રામદેવ વાસના હોવાનું ખુલ્યું છે. જેમાં એકનું નામ કરણ ઠાકોર અને બીજો જયેશ ઠાકોર સામે આવ્યું છે. જે બને મિત્રો છે. જે બને 22 ફેબ્રુઆરીએ ગ્રાઈન્ડર કટર. પતરા કાપવાની કાતર. લોખંડની હથોડી અને સિણી. એલએનટી નંગ 3. ગેસ ટીન અને સેલો ટેપ સાથે લઈને ગયા હતા. 

મિત્રોએ ભેગા મળી ચોરીનો પ્લાન બનાવ્યો
ઘટનાની ફરિયાદ બાદ પોલીસે ગામમાં તપાસ કરતી હતી ત્યારે બને મળી આવ્યા અને પૂછપરછ કરતા બંનેએ ગુનાની કબૂલાત કરી. તો બને પાસેથી કેટલોક મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે. પોલીસે ની વધુ તપાસમાં આરોપીઓમાં જયેશ ને 50 હજાર જેટલું દેવું થઈ ગયું હતું. જેથી રૂપિયાની જરૂર હોવાથી કરણ અને જયેશ બને મિત્રોએ ભેગા મળી ચોરીનો પ્લાન બનાવ્યો. જોકે બને નો આ પહેલો ગુનો હોવાથી અને નવા નિશાળીયા હોવાથી બંનેનો આ પ્રયાસ સફળ ન રહ્યો અને બને ઝડપાઇ ગયા હતા.

ગણતરીના દિવસમાં ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો
કઠવાડા ખાતે બેંકમાં નિષ્ફળ ચોરીની ઘટના બની છે. પણ જો આ પ્રયાસ સફળ રહ્યો હોત તો બેન્કની તિજોરીમાં લગભગ 8 થી 10 લાખ રૂપિયા હોવાની વાત હતી.જોકે સદનસીબે બેંકની રોકડ રકમ બચી ગઈ. તેમજ ફરી બનાવ ન બને માટે બેન્કની પાછળ તરફ આવેલ બારી જ્યાંથી ચોર અંદર પ્રવેશ્યાં તે બારી બેન્ક દ્વારા ચણતર કરી બંધ કરી દેવાઈ છે. તેમજ ગણતરીના દિવસમાં ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો અને આરોપીઓ પણ ઝડપાઇ ગયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More