Home> Gujarat
Advertisement
Prev
Next

આગકાંડનો અસલી સુપરહીરો : મદદ માટે સૌથી પહેલા દોડી આવનાર રીક્ષાચાલક પોતે પણ ત્યાં ફસાયા હતા

Rajkot fire latest update : રાજકોટનો એ રિક્ષા વાળો જેણે ધૂમાડો જોયો ને રિક્ષા અંદર વાળી હતી, આગ જોઈને સૌથી પહેલા ફાયરબ્રિગેડને બોલાવી હતી, ઈકબાલભાઈએ કહ્યું-મને વધારે લાગ્યું એટલે મેં સીધો જ ફોન કર્યો

આગકાંડનો અસલી સુપરહીરો : મદદ માટે સૌથી પહેલા દોડી આવનાર રીક્ષાચાલક પોતે પણ ત્યાં ફસાયા હતા

rajkot game zone fire : રાજકોટ ગેમ ઝોનની આગને ત્રણ દિવસ વીતી ગયા છે. હજી પણ મોતનો દહેશત ઓછો થયો નથી. કારણ કે, સરકારે 28 ના મોતનો આંકડો આપ્યો છે. પરંતુ હજી પણ અનેક લોકો મિસિંગ છે. આવામા ત્યારે રાજકોટની આગ જોઈને સૌથી પહેલા ફાયર બ્રિગેડને ફોન કરનાર રીક્ષાચાલક ઈકબાલભાઈએ મીડિયા સામે આવવાની ના પાડી હતી. આવા પણ લોકો હોય છે, જે કોઈ પણ ખ્યાતિ વગર, કોઈપણ ઓળખ વગર મદદ કરતા હોય છે. પરંતુ પોતે ક્યારેય લાઈમલાઈટમાં આવવા નથી માંગતા. ત્યારે તેમણે ઝી 24 કલાક સાથે વાત કરી હતી. 

ઝી 24 કલાકે રાજકોટ આગકાંડના પ્રત્યક્ષદર્શી અને જેમને આગના બનાવની જાણ ફાયર વિભાગને કરી તે ઈકબાલભાઇ જોડે ટેલિફોનિક વાતચીત કરી હતી. ઈકબાલભાઇ રાજકોટમાં રીક્ષાચાલક છે. આગની ઘટના વખતે શું બન્યુ અને તે દરમ્યાન શું થયું તે વિશે ઈકબાલભાઈએ કહ્યું કે, એ રોડ પરથી પસાર થતા સમયે મને ટીઆરપી મોલમાં ધુમાડો દેખાયો હતો. ધૂમાડો જોયો ને મેં રિક્ષા અંદર વાળી હતી. આગ જોઈને સૌથી પહેલા ફાયરબ્રિગેડને બોલાવી હતી, મને આગ વધારે મોટી લાગી એટલે મેં સીધો જ ફોન કર્યો હતો. 

અમદાવાદે ફરી ગરમીનો રેકોર્ડ તોડ્યો! દેશની સૌથી ગરમ રાતવાળું શહેર બન્યું

જોકે, ફાયર બ્રિગેડને ફોન કર્યા બાદ ઈકબાલભાઈ પોતે પણ ત્યાં ફસાયા હતા. તેમણે કહ્યું કે, મેં ત્યાં ઉભા રહીને ફાયર વિભાગને જાણ કરી હતી. જાણ કર્યા બાદ હું પણ ત્યા ફસાઇ ગયો હતો. ફાયર વિભાગે ત્યારબાદ મારો લોકેશન માટે સંપર્ક કર્યો હતો. આમ, ઈકબાલભાઈએ માનવતા દાખવી ઘણા લોકોના જીવ બચાવ્યા હતા. 

ગુજરાતની નવી પેઢી 2BHK કે 3BHK ઘર નહિ ખરીદી શકે, સસ્તા ઘરને લઈને આવ્યા મોટા અપડેટ

લાપતા લોકો માટે હેલ્પલાઈન જાહેર કરાઈ
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડનો મામલે રાજકોટ પોલીસે અધિકારીઓના નંબર જાહેર  કર્યાં છે. લાપતા લોકોના પરિવારજનોને સંપર્ક કરવા રાજકોટ પોલીસે અપીલ કરી છે. મદદ માટે અહીં આપેલા નંબરો પર સંપર્ક કરવા અપીલ કરી છે. 

- રાજકોટ પોલીસે બનાવેલી SITના અધ્યક્ષ ભરત બસિયા મો.નં.૯૦૩૩૬૯૦૯૯૦
- SIT ના સભ્ય એમ.આર.ગોંડલીયા, પો.ઇન્સ., ડીસીબી પો.સ્ટે. ના મો.નં.૯૬૮૭૬૫૪૯૮૯
- એસ.એમ.જાડેજા, પો.ઇન્સ., બી.ડીવીજન પો.સ્ટે. ના મો.નં.૯૭૧૪૯૦૦૯૯૭
- આર.એચ.ઝાલા, પો.સબ.ઇન્સ., એલસીબી ઝોન-૨ ના મો.નં.૯૮૨૫૮૫૫૩૫૦
- ડી.સી.સાકરીયા, પો.સબ.ઇન્સ., ડીસીબી પો.સ્ટે. ના મો.નં.૮૦૦૦૦૪૦૦૫૦
- ડીસીબી પો.સ્ટે. ના નં.૦૨૮૧ ૨૪૪૪૧૬૫
- રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ના નં.૦૨૮૧ ૨૫૬૩૩૪૦
- રાજકોટ શહેર પોલીસ કંન્ટ્રલ રૂમ ના નં.૦૨૮૧ ૨૪૫૭૭૭૭ (૧૦૦) 

અધિકારીઓની પૂછપરછનો દેખાડો 
TRP ગેમઝોન અગ્નિ કાંડમાં સસ્પેન્ડ થયેલા 7 અધિકારીઓની 36 કલાકથી પોલીસ માત્ર પૂછપરછ જ કરી રહી છે. એક પણ અધિકારી સામે ગુનો દાખલા નથી થઈ શક્યો. સસ્પેન્ડ થયેલા અધિકારીઓની ભૂમિકા શું ગણાવી તે અંગે રાજકોટ પોલીસના અધિકારીઓ નિષ્ફળ રહી છે. TRP ગેમ ઝોન ની જમીન ભાડે આપનાર આરોપી કિરીટસિંહ જાડેજાની ગઈકાલે ધરપકડ કરાઈ છે. જોકે, કિરીટસિંહ જાડેજાના ભાઈ અશોક સિંહ પોલીસ પકડથી દૂર છે. 

રૂપાલાને હવે યાદ આવ્યું રાજકોટ! અગ્નિકાંડના ત્રણ દિવસ બાદ પ્રગટ થયા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More