Home> Gujarat
Advertisement
Prev
Next

મોરબીમાં સહજાનંદ ગુરૂકુલના સંચાલકો સામે નોંધાઇ દુષ્કર્મની ફરિયાદ

સહજાનંદ ગુરૂકુલ સંચાલકો સામે એડમિશન આપવાના બહાને 2016થી અવારનાવાર દુષ્કર્મ આચરવામાં આવતું હોવાની યુવતીએ ફરિયાદ નોંધાવી છે.

મોરબીમાં સહજાનંદ ગુરૂકુલના સંચાલકો સામે નોંધાઇ દુષ્કર્મની ફરિયાદ

મોરબી: સ્વામીનારાયણ મહંતો પર દુષ્કર્મની અનેક ફરિયાદો સામે આવે છે. ત્યારે આજે વધુ એક સ્વામીનારાયણ ગુરૂકુલના સંચાલકો સામે દુષ્કર્મની ફરિયાન નોંધવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી પાસેના ચરાડવા ગામની યુવતી દ્વારા સહજાનંદ ગુરૂકુલ સંચાલકો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે, એડમિશન આપવાના બહાને 2016થી અવારનાવાર દુષ્કર્મ આચરવામાં આવી રહ્યું છે. ગુરૂકુલના સંચાલક લલિતભાઇ પટેલ, અલકેશભાઇ પટેલ અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ સુરતના ડભોલી સ્વામીનારાયણ મંદિરના મહંત સામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં 24 વર્ષીય યુવતી સાથે લંપટ સ્વામીએ બે વાર દુષ્કર્મક આચર્યું હોવાનો પીડિતાએ આરોપ લગાવ્યો હતો. યુવતીની માતાની સારવાર માટે રૂપિયા આપવાના બહાને સ્વામીએ યુવતી સાથે શારિરિક સંબંધ બાંધ્યો હતો. જે ઘટનામાં પોલીસે ફરિયાદના આધારે લંપટ સ્વામાની ધરપકડ પણ કરી હતી.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More