Home> Gujarat
Advertisement
Prev
Next

8 વર્ષની માસૂમને પિતાના ભાઈબંધોએ જ પીંખી નાખી, દારૂ પીને નજર બગડી અને ગેંગરેપ કર્યો

રાજકોટમાં પિતાના મિત્રોએ જ તેની આઠ વર્ષની દીકરી પર નજર બગાડી દુષ્કર્મ આચર્યું હતું. ત્રણ લોકોએ ભેગા મળી આઠ વર્ષની બાળકી પર બળાત્કાર કરી ત્યારબાદ તેની હત્યા કરી હતી. બાળકીની લાશ મળ્યા બાદ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી છે. 
 

8 વર્ષની માસૂમને પિતાના ભાઈબંધોએ જ પીંખી નાખી, દારૂ પીને નજર બગડી અને ગેંગરેપ કર્યો

રાજકોટઃ કહેવાય છે ને તમારા કર્મોની સજા તમારે અહીં જ ભોગવવી પડે છે. પિતાની દેશી દારૂની મહેફિલ માણવાની આદત આજે દીકરીના મોતનું કારણ બની છે. પિતા સાથે રોજ બેસીને દારૂ પિતા ભાઈબંધોએ જ મિત્રતાની લગીરેય લાજ શરમ ના રાખી દારૂના નશામાં એક માસૂમ ફૂલ જેવી દીકરી પર ગેંગરેપ કરીને પતાવી દીધી છે. આ ઘટનાના ખુલાસા બાદ ભારે ચકચાક જાગી છે. પોલીસે આ કેસ ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે. 

પોલીસ આ કેસમાં જેમની ધરપકડ કરી છે તેમના નામ મિતલેશકુમાર ઉર્ફે કાણીયો રામાનારાયણ દાસ, ભરત કેશુ મીણા અને અમરેશ ઉર્ફે બ્રિજેશ શંભુ કુલદીપ છે. આ ત્રણેય શખ્સો પર આરોપ8 વર્ષની બાળકીનું અપહરણ કરી રેપ વિથ મર્ડર કરવાનો છે. 6 ઓક્ટોબરનાં માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા જગદીશભાઇ સોનીએ બાળકીનાં અપહરણની ગુમસુદા નોંધ કરાવી હતી. જોકે 7 ઓક્ટોબરનાં ભક્તિનગર રેલવે સ્ટેશનનાં કોટયાર્ડની અવાવરૂ જગ્યામાંથી નિવસ્ત્ર લાશ મળી આવી હતી. પોલીસને જાણ થતા પોલીસ કમિશ્નર સહિતનો કાફલો દોડી ગયો હતો અને અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. 

આ પણ વાંચોઃ યુવતીનાં કપડાં ના ઉતારી શકતાં રોમિયોએ પોતાના ઉતારી દીધા, અમદાવાદમાં ધાબે ઘટી ઘટના

રાજકોટ પોલીસે 48 કલાક બાદ હત્યાના કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં 8 વર્ષની બાળકીનું અપહરણ કરીને ત્રણેય નરાધમો ભક્તિનગર રેલવે સ્ટેશનનાં કોટયાર્ડમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું અને કોઇને કહી દેશે તેવા ડરમાં બાળકીને પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે પોલીસે વિરમગામ, રાજસ્થાન અને રાજકોટમાંથી ત્રણેય શખ્સોને દબોચી લીધા હતા. હાલ પોલીસે આરોપીઓ વિરૂદ્ધ અપહરણ, હત્યા અને ગેંગરેપની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દેશી દારૂના નશામાં ઘટનાને આપ્યો અંજામ..
પોલીસનાં કહેવા મુજબ, મૃતક બાળકીનાં પિતા જગદીશ સોનીને દારૂનો નશો કરવાની કુટેવ હતી અને તેની પાડોશમાં રહેતા મિતલેશ, ભરત અને અમરેશ સાથે અવારનવાર દારૂની મહેફિલ માણતો હતો. બિહારનાં મુજ્જફરાબાદનો વતની મિતલેશ ઉર્ફે કાણીયો દાસ, રાજસ્થાનનાં ઉદયપુરનો ભરત મીણા અને ગોંડા ઉત્તરપ્રદેશનો અમરેશ કુલદીપ રાજકોટમાં રહી મજૂરી કામ કરતા હતા અને ત્રણેય પરિણીત છે. ત્રણેયની પત્ની વતનમાં છે. ત્રણેય શખ્સ જ્યારે જગદીશ સોની સાથે દારૂ પીવા બેસતા ત્યારે જગદીશની સાથે રહેતી તેની 8 વર્ષની માસૂમ પુત્રી પુર નજર બગાડી હતી. શુક્રવારે રાત્રે મિતલેશ માસૂમ આકાંક્ષાને નાસ્તાની લાલચ આપી ભક્તિનગર રેલવે સ્ટેશન પાસેના અવાવરું સ્થળે લઇ ગયો હતો અને ત્યાં અન્ય બે આરોપી અગાઉથી હાજર હતા. ત્રણેય શખ્સે બાળકી ઉઠાવીને અવાવરૂ જગ્યા પર લઇ ગયા હતા અને વારા ફરતે દુષ્કર્મ આચર્યું હતું. બાળકી પર જાતીય હુમલો કર્યા બાદ બાળકી જીવિત રહેશે અને ઘરે જઇ તેના પિતાને વાત કરી દેશે તેવો ભય લાગતા પથ્થરના ઘા ઝીંકી બાળકીને પતાવી દીધી હતી

બાળકીને શોધવામાં પણ 3 શખ્સ સાથે રહ્યા’તા, લાશ મળતાં નાસી ગયા
અપહરણ થયા બાદ વિસ્તારના તમામ લોકો બાળકીની શોધવામાં લાગ્યા હતા. બીજા દિવસે પોલીસ સ્ટેશને પણ અનેક લોકો પહોંચ્યા હતા. પરંતુ બપોરે બાળકીની લાશ મળી ત્યારે મૃતકના પિતા જગદીશ સોનીની સાથે રહેતા તેના ત્રણ મિત્ર મિતલેશ, ભરત અને અમરેશ ભેદી રીતે ગુમ થઇ ગયા હતા. આ ત્રણેય શખ્સે બાળકીની શોધખોળ વખતે અને પોલીસ સ્ટેશને પણ સાથે જ ગયા હતા. પરંતુ ત્યારબાદ તે લાપતા થઇ જતાં તેના પર શંકા ઉપજી હતી. અને અંતે ભાંડો ફૂટી ગયો હતો. હાલ પોલીસે ત્રણેય શખ્સોને દબોચી લીધા છે અને જેલનાં સળીયા ગણતા કરી દીધા છે. પરંતુ દારૂનાં નશામાં રહેવાની લતને કારણે એક પિતાએ પોતાની 8 વર્ષની માસુમ ફુલ જેવી બાળકી ગુમાવી છે. ત્યારે સમાજ માટે પણ આ કિસ્સો લાલ બતી સમાન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More