Home> Gujarat
Advertisement
Prev
Next

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતના પ્રવાસે, આવતીકાલે હીરા બાના આર્શીવાદ લેવા જશે

આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે બપોરે 3.30 કલાકે રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પહોંચશે. રાષ્ટ્રપતિની ગુજરાત (Gujarat) ની આ મુલાકાતનો હેતુ કોબા (Koba) માં આવેલ જૈન દેરાસર (jain temple) ની મુલાકાતનો છે. એરપોર્ટ પર રાજ્યપાલ સહિત મંત્રીમંડળના સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવશે. તેઓ એરપોર્ટથી રાજભવન જશે, જ્યાં રાજભવન ખાતે મહાનુભવો સાથે મુલાકાત કરશે. બે દિવસના પ્રવાસમાં રાષ્ટ્રપતિ કોવિંદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Naredra Modi) ના માતા હીરાબા (Hira ba) ના પણ આર્શીવાદ લેવા જશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતના પ્રવાસે, આવતીકાલે હીરા બાના આર્શીવાદ લેવા જશે

હિતલ પારેખ/ગાંધીનગર :આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે બપોરે 3.30 કલાકે રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પહોંચશે. રાષ્ટ્રપતિની ગુજરાત (Gujarat) ની આ મુલાકાતનો હેતુ કોબા (Koba) માં આવેલ જૈન દેરાસર (jain temple) ની મુલાકાતનો છે. એરપોર્ટ પર રાજ્યપાલ સહિત મંત્રીમંડળના સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવશે. તેઓ એરપોર્ટથી રાજભવન જશે, જ્યાં રાજભવન ખાતે મહાનુભવો સાથે મુલાકાત કરશે. બે દિવસના પ્રવાસમાં રાષ્ટ્રપતિ કોવિંદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Naredra Modi) ના માતા હીરાબા (Hira ba) ના પણ આર્શીવાદ લેવા જશે.

કચ્છ : વિવાદિત હરામી નાળા પાસેથી એકસાથે 5 પાકિસ્તાની ફિશીંગ બોટ મળી

આવતીકાલે હીરાબાને મળવા જશે 
આવતીકાલે 13 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ સવારે 10 કલાકે પીએમ મોદીના માતા હીરાબાને મળશે. તેઓ હીરાબાન આર્શીવાદ લેવા સવારે હીરા બાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને જશે. જેમાં તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ જોડાશે. તેઓ પંકજ મોદીના ઘરની મુલાકાત લેશે.

ગીરના રાજાની વધુ એકવાર પજવણી, અંધારામાં સિંહની પાછળ કાર દોડાવાઈ

કોબા જૈન દેરાસરની મુલાકાત મુખ્ય હેતુ
રાષ્ટ્રપતિની ગુજરાત મુલાકાતનો ખાસ ઉદેશ્ય કોબામા આવેલા જૈન દેરાસરની મુલાકાત લેવાનો છે. આ જૈન મંદિરમાં લાયબ્રેરી અને મ્યુઝિયમની મુલાકાત માટે જ ગુજરાત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત આવી રહ્યા છે. આચાર્ય પદ્મ સાગર સૂરીશ્વરજી મહારાજ અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એકબીજાને 1994 વર્ષથી ઓળખે છે. તેમના આમંત્રણને માન આપીને જ રાષ્ટ્રપતિ કોવિંદ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. રાષ્ટ્રપતિ કોવિંદ જૈન દેરાસરમાં બનેલ મ્યુઝિયમની વિઝીટ કરશે. કારણ કે આ લાયબ્રેરીમાં અને મ્યુઝિયમમાં 2000 વર્ષ જૂના સાહિત્ય અને કલાકૃતિઓ અને રાખવામાં આવી છે. મ્યૂઝિયમમાં અનેક પ્રાચીન મૂર્તિઓ તથા સ્થાપત્યના વિશેષ નમૂનાઓ પણ મૂકવામાં આવ્યા છે.

સૌથી વિશેષ બાબત એ છે કે માત્ર જૈન ધર્મ જ નહીં પણ તમામ ધર્મમાં ધાર્મિક ગ્રંથોની ઐતિહાસિક અને હસ્તલિખિત પ્રતો પણ અહીં ઉપલબ્ધ છે. જ્યારે માત્ર ભાષા બોલાતી હતી અને ત્યારબાદ લખવાની શરૂઆત થઇ તેનો ઈતિહાસ પણ અહીં ઉપલબ્ધ હોવાનો દાવો શ્રુત સેવી અજયસાગર સુરીજી મહારાજ સાહેબ દ્વારા કરવામાં આવ્યો છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More