Home> Gujarat
Advertisement
Prev
Next

ફરી ડાયરાની રમઝટ વચ્ચે "કમા"ની રોયલ એન્ટ્રી થતા જનમેદની ઉમટી, થયો લાખો રૂપિયાનો વરસાદ

રાજુલામાં લમ્પીગ્રસ્ત ગાયોના લાભાર્થે યોજાયેલા લોકડાયરામાં ગુજરાતમાં ફ્રેમસ થયા કમાભાઈએ રોયલ એન્ટ્રી કરી હતી અને લોકોને મોજ કરાવી દીધી હતી.

ફરી ડાયરાની રમઝટ વચ્ચે

કેતન બગડા/અમરેલી: આજકાલ ગુજરાતમાં કમાની ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. હાલ રાજ્યમાં ક્યાંય પણ લોક ડાયરો હોય તેના સ્ટેજ પર ગુજરાતના લોક લાડીલા કલાકારો કમાને લઈને નામના મેળવી રહ્યા છે. ત્યારે અમરેલીના રાજુલામાં ભાજપ દ્વારા એક લોક ડાયરો યોજાયો હતો. જેમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. 

રાજુલામાં લમ્પીગ્રસ્ત ગાયોના લાભાર્થે યોજાયેલા લોકડાયરામાં ગુજરાતમાં ફ્રેમસ થયા કમાભાઈએ રોયલ એન્ટ્રી કરી હતી અને લોકોને મોજ કરાવી દીધી હતી. ડાયરાની રમઝટ વચ્ચે "કમા"ની એન્ટ્રી થતા મોટી સંખ્યામાં જનનેદની ઉમટી પડી હતી. આ ડાયરામાં ચલણી નોટનો વરસાદ પણ થયો હતો.

fallbacks

ભાજપ નેતા પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી દ્વારા ડાયરાનું આયોજન કરાયુ હતું. તાજેતરમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનાર 'કમા'એ હાજરી આપીને ડાન્સ કર્યો હતો. 

રાજુલામાં આયોજિત રાજભા ગઢવીના લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ નારણ કાછડિયા, હીરા સોલંકી, કૌશિક વેકરિયા સહિતના ભાજપના નેતાઓએ હાજરી આપી હતી. ભાજપના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More