Home> Gujarat
Advertisement
Prev
Next

છોડાઉદેપુરનું ભેખડિયા ગામ સંપૂર્ણ વ્યસન મુક્ત બન્યું, દિવ્ય ગ્રામ મહાસંમેલન કાર્યક્રમમાં હાજર રહ્યા રૂપાલા

આજે દિવ્ય ગામ મહા સંમેલનમાં કેન્દ્ર સરકારના મંત્રી પુરષોતમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા ગામની અંદર બનાવવામાં આવેલ ચેકડેમ તળાવો અને ગામની મુલાકાત કરી હતી.

છોડાઉદેપુરનું ભેખડિયા ગામ સંપૂર્ણ વ્યસન મુક્ત બન્યું, દિવ્ય ગ્રામ મહાસંમેલન કાર્યક્રમમાં હાજર રહ્યા રૂપાલા

છોડાઉદેપુરઃ રાજકોટના જળ ક્રાંતિ ટ્રસ્ટ અને ગામના લોકોના સહકારથી ગુજરાતની અંદર સૌ પ્રથમ એવું ગામ કે જ્યાં સમગ્ર ગામના લોકો વ્યસન મુક્ત થયા છે. જળ સંકટ અભિયાન હેઠળ ગામમાં કુલ 80થી વધુ 100 વર્ષ ટકી રહે એવા ચેક ડેમ અને તળાવો બનાવવામાં આવ્યા છે. જળ ક્રાંતિ ટ્રસ્ટી અને દાતાઓના મદદથી ગામને દિવ્ય ગામ બનાવવમાં આવ્યું છે. દિવ્ય ગામ લોગોની મદદથી સમગ્ર ગામમાં વ્યસન મુક્તિનો કડક કાયદો અમલમાં લાવામાં આવ્યો છે, જેને કારણે ગામની અંદર કોઈ પણ વ્યક્તિ વ્યસન કરતું નથી. આ ગામનું નામ ભેખડિયા છે, જે છોડાઉદેપુર જિલ્લાના ક્વાંડ તાલુકામાં આવ્યું છે.

આજે ભેખડિયા ગામે દિવ્ય ગામ મહા સંમેલનમાં કેન્દ્ર સરકારના મંત્રી પુરષોતમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા ગામની અંદર બનાવવામાં આવેલ ચેકડેમ તળાવો અને ગામની મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભેખડિયા ગામને દિવ્ય ગામ બનાવવાના સંકલ્પ સાથે જળ ક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ મનસુખ સુવાગીયા દ્વારા ગામમાં સ્વૈચ્છિક સંસ્થાઓ સામાજિક આગેવાનો સહયોગ લઇ ગામજનોમાં જાગૃતિ લાવવામાં માટે જળ રક્ષાના ચેકડેમ અને તળાવો બનાવની ઉત્તમ કામગીરી કરેલ હોઈ જેમના આમંત્રણથી આવ્યા છીએ. અહીં આવ્યા પછી જાણ થઈ કે ભેખડિયા ગામ સંપૂર્ણ વ્યસન મુક્ત અને સંપૂર્ણ શાકાહારી ગામ થયું છે. આ જાણીને એક પ્રકારની આનંદની અનુભૂતિ થઈ છે. ટ્રસ્ટના પ્રમુખે કરેલો પરિશ્રમ રંગ લાવ્યો છે. રાજ્ય સરકાર અને ભારત સરકાર સ્થાનિક સંસ્થાઓનો લાભ લઈને આ ગામને આ કક્ષાએ પોહોંચાડવાનો પ્રયાસ જે થયો છે તે પ્રશંસનીય છે. ગામના સરપંચ અને તેમની ટીમ ગામમાં ખૂબ સજાગતા પૂર્વક કામ કરી રહી છે. તે પણ અભિનંદનને પાત્ર છે. આ પ્રકારની કામગીરીનો વ્યાપ આદિવાસી વિસ્તારોમા વધે તે ઈચ્છીનીય છે.

આ પણ વાંચોઃ અમદાવાદના હર્ષ સોલંકીએ અરવિંદ કેજરીવાલના પરિવાર સાથે ભોજન કર્યું, જુઓ તસવીરો

2018થી ફેક્ટરી છોડી આદિવાસી સમાજે ભેખડિયા ગામ ખાતે નિવાસ કર્યો હતો. સ્થાનિક સેંકડો પ્રશ્નનોના કાયમી નિવારણ સાથે સર્વાંગી વિકાસના ધ્યેયથી જળ જમીન, જંગ,લ જીવશ્રુષ્ટિ અને જનસમાજ જતન અને વિકાસની દિવ્ય ગામ યોજનાનો વિચાર કર્યો અને પ્રસ્થાપિત કર્યો. તે અંતર્ગત જળ ક્રાંતિ ટ્રસ્ટના સહયોગથી આદિવાસી પ્રજાના શ્રમદાનથી ગામમાં 25 વિશાળ ડેમો બનાવવામાં આવ્યા હતા. દેશના લોકોને કહેવું છે કે જે સરકાર બે થી ચાર કરોડના ખર્ચે બનાવવામાં આવતા ડેમ એવું એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા કીધું હતું. એવા તળાવ આદિવાસી પ્રજાએ માત્ર 7 થી 15 લાખના ખર્ચમાં બનાવ્યા છે, જે દેશ માટે પ્રેરણારૂપ છે. આ ગામને કાંકરેજ ગાયનું આદર્શ ગ્રામ બનાવવામાં આવ્યું છે અને ગાંડા બાવળ કાઢી 50 જાતના દેશી આંબાના છોડ વાવ્યા અને 7 હજાર જેટલા ફળ વૃક્ષો વાવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More