Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં કલેકટર કચેરી બહાર આત્મવિલોપનનો પ્રયાસ, 10થી વધુ લોકોની અટકાયત

પ્લોટની માગણીને લઇને આજે કલેક્ટર કચેરીમાં વાસંદા સમાજના લોકો દ્વારા આત્મવિલોપન કરવાની ચીમકી આપવામાં આવી હતી

રાજકોટમાં કલેકટર કચેરી બહાર આત્મવિલોપનનો પ્રયાસ, 10થી વધુ લોકોની અટકાયત

રાજકોટ: રાજકોટમાં કલેક્ટર કચેરીએ એક શખ્સે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના વાસંદા સમાજના કેટલાક પરિવારો પ્લોટના પૈસા ભરી દીધા હોય છતાં સરકાર દ્વારા પ્લોટ ફાળવવામાં આવ્યા નથી. અધિકારીઓ દ્વારા પ્લોટની માપણી પણ થઇ નથી. પ્લોટની માગણીને લઇને આજે કલેક્ટર કચેરીમાં વાસંદા સમાજના લોકો દ્વારા આત્મવિલોપન કરવાની ચીમકી આપવામાં આવી હતી. જેને પગલે રાજકોટ કલેકટર કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે બાબુભાઇ નામના શખ્સે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. બાબુભાઇ જ્વલતશીલ પ્રવાહી પોતાના શરીર છાંટે તે પહેલા જ પોલીસે તેમને રોક્યા હતા. પોલીસ કલેક્ટર કચેરીએ આવેલા બાબુભાઇ સહિત 10 લોકોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More