Home> Gujarat
Advertisement
Prev
Next

RAJKOT: પશ્ચિમ રેલવેએ કોરોના કાળમાં કર્યું એવું કામ કે બચી ગયાં કરોડો લોકોનાં જીવ

પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનના સંચાલનની અડધી સદી ફટકારી દીધી. જામનગરના હાપા થી 37 તથા કાનાલુસથી 14 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની અડધી સદી લગાવી 51 ઓક્સિજન એક્ક્ષપ્રેસ ટ્રેન ચલાવિને 8 રાજ્યો માં સપ્લાય કરી 5100 ટન પ્રાણવાયુ

RAJKOT: પશ્ચિમ રેલવેએ કોરોના કાળમાં કર્યું એવું કામ કે બચી ગયાં કરોડો લોકોનાં જીવ

રાજકોટ : પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનના સંચાલનની અડધી સદી ફટકારી દીધી. જામનગરના હાપા થી 37 તથા કાનાલુસથી 14 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની અડધી સદી લગાવી 51 ઓક્સિજન એક્ક્ષપ્રેસ ટ્રેન ચલાવિને 8 રાજ્યો માં સપ્લાય કરી 5100 ટન પ્રાણવાયુ

ભારતીય રેલવે દેશભરના વિભિન્ન રાજ્યોમા મીશન મોડમાં લીકવીડ મેડિકલ ઓક્સિજન (એલએમઓ) પહોંચાડીને રાહત પહોંચાડવાનો ક્રમ જાળવી રાખેલ છે. આ જ ક્રમમાં પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવા માટેની અડધી સદી લગાવી છે. રાજકોટ ડિવિઝન દ્વારા 51 ઓક્સિજન એક્ક્ષપ્રેસ ટ્રેન ચલાવીને અત્યાર સુધી 8 રાજ્યો માં લગભગ 5100 ટન ઓક્સિજનની સપ્લાય કરી છે. જેમાં દિલ્હી,ઉત્તર પ્રદેશ, હરિયાણા ,રાજસ્થાન , આંધ્રપ્રદેશ, તેલંગના ,કર્ણાટક અને મહારાષ્ટ્ર નો સમાવેશ થાય છે.

રાજકોટ મંડળના ડિવિજનલ રેલવે મેનેજર પરમેશ્વર ફુંકવાલે  માહિતી આપી હતી કે 25 એપ્રિલ 2021 ના ​​રોજ રાજકોટ ડિવીઝન દ્વારા એક નવી ઉપલબ્ધી પ્રાપ્ત કરી જયારે ઓક્સિજન ટેન્કરોથી ભરેલા ટ્રકોને બી ડબ્લ્યૂ ટી વેગનમાં નવીન પ્રયાસોથી રો-રો સર્વીસ દ્વારા ભરીને   ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન હાપાથી કાલમ્બોલી (મહારાષ્ટ્ર ) માટે રવાના થઇ હતી. ત્યાર બાદથી આજ સુધી, રાજકોટ ડિવિજન દ્વારા કુલ 51 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું છે. જેમાં 269 ઓક્સિજન ટેન્કર દ્વારા વિવિધ રાજ્યોમાં લગભગ 5100 ટન લિકક્વિડ મેડિકલ ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી છે.

આ 51 ટ્રેનોમાંથી 37 ટ્રેનો હાપાથી અને 14 રિલાયન્સ રેલ ટર્મિનલ, કાનાલુસથી ચલાવવામાં આવી છે. રાજકોટ ડિવિઝન દ્વારા 28 મે 2021 ના​​રોજ 3 વધુ ઓક્સિજન  એક્સપ્રેસ ટ્રેનો ચલાવવામાં  આવી છે.પ્રથમ ટ્રેન કાનાલુસથી  આંધ્રપ્રદેશ માટે ચલાવવામાં આવી હતી, જેમાં 72.07 ટન ઓક્સિજન 4 ટેન્કર દ્વારા મોકલવામાં આવ્યું હતું. બીજી ટ્રેન કાનાલુસથી કર્ણાટક મોકલવામાં આવી હતી, જેમાં 109.84 ટન ઓક્સિજન 6 ટેન્કર દ્વારા મોકલાયા હતા. ત્રીજી ટ્રેન હાપાથી દિલ્હી કેન્ટ માટે ચલાવવામાં આવી હતી જેમાં 7 ટેન્કર દ્વારા 141.90 ટન ઓક્સિજન મોકલવામાં આવ્યો હતો. 

નોંધનીય છે કે ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, આ ટ્રેનોને ગ્રીન કોરિડોર અંતર્ગત ગંતવ્ય સુધી ઝડપથી પહોંચવા માટે અવિરત માર્ગ પ્રદાન કરવામાં આવ્યા છે. આ ઓક્સિજનએક્સપ્રેસ ટ્રેનો દ્વારા, દેશભરમાં ઓક્સિજનની તીવ્ર જરૂરિયાતવાળા  કોવિડ -19 દર્દીઓ માટે તબીબી ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું, જેનાથી ઘણા નાગરિકોના કિંમતી જીવન બચાવી શકાયા હતા. પ્રતિકૂળ સંજોગો છતાં રેલ્વે કર્મચારિયો અને અધિકારીઓ કે જેઓ રાત-દિવસ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં કામ કરી રહ્યા છે, તેમનો ડીઆરએમ ફુંકવાલે આભાર માન્યો અને આ પવિત્ર કાર્યને સંપૂર્ણ નિષ્ઠા સાથે ચાલુ રાખવા વિનંતી કરી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More