Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ: પોલીસે ઘાતક હથિયારો સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા, જાણો શું હતો હત્યાનો પ્લાન

રાજકોટમાં બે શખ્સો હત્યાને અંજામ આપે તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યા છે. આ બંન્ને શખ્સો પોરબંદર હાઇ વે પરથી રાજકોટ તરફ આવી રહ્યા હતા તે દરમિયાન પોલીસે તેને ઘાતક હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા.

રાજકોટ: પોલીસે ઘાતક હથિયારો સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા, જાણો શું હતો હત્યાનો પ્લાન

રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટમાં બે શખ્સો હત્યાને અંજામ આપે તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યા છે. આ બંન્ને શખ્સો પોરબંદર હાઇ વે પરથી રાજકોટ તરફ આવી રહ્યા હતા તે દરમિયાન પોલીસે તેને ઘાતક હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા.

પોલીસના સકંજામાં રહેલા આ બંન્ને શખ્સોના નામ છે ઇશાન જોષી અને ભીમા ઉર્ફે ભીમડી ગરેજા. આ બંન્ને  શખ્સો પોરબંદરથી રાજકોટ  તરફ આવી રહ્યા હતા તે દરમિયાન બંન્ને શખ્સોને પોલીસે અટકાવતા તેની પાસેથી બે પીસ્તોલ, 23 જીવતા કારતૂસ,બે છરી અને એક પંચ તથા મરચાની ભુકી સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસના સકંજામાં આવતા આ બંન્ને શખ્સો હત્યા કરવાના ઇરાદે રાજકોટ આવતા હોવાની કબૂલાત આપી હતી જેના આધારે પોલીસે બંન્નેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

શું હતો હત્યાનો પ્લાન
પોલીસના કહેવા પ્રમાણે ગત 9 તારીખના રોજ ઇશાન જોષીના ભાઇના ઘરે દિગુભા માંજરિયા નામના શખ્સે હુમલો કર્યો હતો અને કારના કાચ તોડી નાખ્યા હતા જેનો ખાર રાખીને ઇશાન અને તેના સાગ્રીતે હત્યાનું કાવતરૂ રચ્યુ હતું. પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સો હત્યાને અંજામ આપે તે પહેલા તેને પકડી પાડ્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે ઇસાન આ હથિયારો યુપીના એક શખ્સ પાસેથી લાવ્યો હતો જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

પોલીસના કહેવા પ્રમાણે આ બંન્ને શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસના કહેવા પ્રમાણે આરોપી ભીમાને 10 વર્ષની સજા પડી છે અને ગત ફેબ્રુઆરી માસમાં તેને લગ્ન કરવા માટે પેરોલ મળ્યો હતો. જો કે પેરોલ જમ્પ કરીને તે ગુનાઓને અંજામ આપતો રહ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે ભીમા વિરુઘ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 18 જેટલા ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે ઇસાન વિરુધ્ધ 6 જેટલા ગુનાઓ નોંધાયા છે. હાલમાં પોલીસે આ બંન્ને શખ્સોની પુછપરછ શરૂ કરી છે અને આ બંન્ને શખ્સોએ ક્યાં ક્યાં ગુનાઓને અંજામ આપ્યા છે તે જોવાનું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More