Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં નોનવેજ પ્રતિબંધ બાદ પાલિકાએ બનાવ્યો એક્શન પ્લાન, હવે આ રીતે વેચી શકાશે

ગુજરાતના બે શહેરોમાં જાહેરમાં નોનવેજ (nov veg) અને ઈંડાના વેચાણ પર પ્રતિબંધ મૂકાયો છે. જેમાં એક રાજકોટ (Rajkot) પણ છે. આ શહેરમાં સૌથી પહેલા પ્રતિબંધ લગાવાયો હતો. જોકે, શહેરમાં અનેક લોકો એવા છે જે નોનવેજ અને ઈંડાનું વેચાણ કરીને પોતાના પરિવારનુ ગુજરાન ચલાવે છે. આવામાં રાજકોટ પાલિકાએ આ માટેનો માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે. 

રાજકોટમાં નોનવેજ પ્રતિબંધ બાદ પાલિકાએ બનાવ્યો એક્શન પ્લાન, હવે આ રીતે વેચી શકાશે

નવનીત લશ્કરી/રાજકોટ :ગુજરાતના બે શહેરોમાં જાહેરમાં નોનવેજ (nov veg) અને ઈંડાના વેચાણ પર પ્રતિબંધ મૂકાયો છે. જેમાં એક રાજકોટ (Rajkot) પણ છે. આ શહેરમાં સૌથી પહેલા પ્રતિબંધ લગાવાયો હતો. જોકે, શહેરમાં અનેક લોકો એવા છે જે નોનવેજ અને ઈંડાનું વેચાણ કરીને પોતાના પરિવારનુ ગુજરાન ચલાવે છે. આવામાં રાજકોટ પાલિકાએ આ માટેનો માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે. 

રસ્તા પરની લારીઓ હટાવાઈ 
શહેરના મેયર પ્રદિપ ડવે (rajkot mayor) શહેરના નાગરિકોની ફરિયાદો ઉપરથી જાહેરમાર્ગો ઉપર દિવસેને દિવસે ઉભી થઇ રહેલી ગેરકાયદે ઇંડા ચિકન મટનની લારીઓની બજારો હટાવવા નિર્ણયને લઈને આ બાબતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. શહેરમાં જાહેર જગ્યા કે સ્કુલ પાસે મુખ્ય ચોક, મુખ્ય રાજમાર્ગો ઉપર ઇંડા, ચિકન-મટનની લારીઓનું દબાણ છે તે દુર કરવા એકશન પ્લાન ઘડી કાઢયો છે. જે અન્વયે ગઇકાલે સદરબજાર, ભીલવાસ રોડ, ફુલછાબ ચોક, શાસ્ત્રી મેદાન સામે વગેરે સહિતના સ્થળોએ જાહેર રસ્તા પર દબાણ કરીને રાખવામાં આવેલી નોનવેજની લારીઓને જપ્ત કરવાની ઝુંબેશ શરૂ કરી દેવાઇ છે.

આ પણ વાંચો : સુરતના કરોડપતિ હીરા વેપારીની 12 વર્ષની આન્સી દીક્ષા ગ્રહણ કરશે 

આવી લારીઓને અન્યત્ર ખસેડાશે 
આ વિશે મેયરે જણાવ્યું કે, જાહેર રસ્તા પર નોનવેજની લારીઓ કે કોઇપણ પ્રકારની લારીઓનું દબાણ કરવું તે નિયમ વિરુદ્ધ છે. તેનો કડક અમલ શરૂ કરાવાયો છે. ઉપરાંત જાહેરમાં ચીકન મટન વગેરેનું પ્રદર્શન કરવા નહી દેવાય. આવા લારી ધારકોને કોઇ જગ્યાએ લોકોની અવરજવર ન હોય કે નડતરરૂપ ન હોય તો જગ્યા આપવા તંત્ર વિચારણા કરવાનું છે. પરંતુ હાલ તો જુદા જુદા વિસ્તારમાં આ ડ્રાઇવ ચાલુ રાખવા સૂચના આપતા ડે.કમિશ્નર એ.આર.સિંહ અને તેમની ટીમ રાત્રિ બજારોમાં ઉતરી પડી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More