Home> Gujarat
Advertisement
Prev
Next

બ્રેકિંગ ન્યૂઝ : નયનાબેન પેઢડિયા બન્યા રાજકોટના 22 મા મેયર, નરેન્દ્રસિંહ જાડેજા ડેપ્યુટી મેયર

Rajkot New Mayor : રાજકોટના નવા મેયરના નામની જાહેરાત... નયનાબેન પેઢડિયા બન્યા નવા મેયર... નરેન્દ્રસિંહ જાડેજા ડેપ્યુટી મેયર બન્યા 

બ્રેકિંગ ન્યૂઝ : નયનાબેન પેઢડિયા બન્યા રાજકોટના 22 મા મેયર, નરેન્દ્રસિંહ જાડેજા ડેપ્યુટી મેયર

Rajkot News : આજે સુરત બાદ હવે રાજકોટના નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટના 22 માં મેયરની જાહેરાત કરવામાં આવી છે. નયનાબેન પેઢિડયા રાજકોટના નવા મેયર બન્યા છે. આ સાથે જ રાજકોટ મહાનગરપાલિકાના 75 પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. પદાધિકારીઓ અને 15 પેટા કમિટીના ચેરમેન સહિતના હોદ્દાઓની જાહેરાત કરવામાં આવી છે.

  • મેયર - નયનાબેન પેઢડિયા
  • ડેપ્યુટી મેયર - નરેન્દ્રસિંહ જાડેજા
  • દંડક - મનીષ રાડીયા
  • શાસક પક્ષના નેતા - લીલું જાદવ
  • સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન - જયમીન ઠાકર 

રાજકોટના નવા મેયર તરીકે નયનાબેન પેઢડિયાનું નામ પહેલેથી જ ચર્ચામાં હતું. તેઓ મેયર પદ મેળવવાના રેસમાં સામેલ હતા. આખરે પક્ષ દ્વારા નયનાબેન પર પસંદગીનો કઢળ ઢોળાયો છે. રાજકોટના મેયર બન્યા બાદ નયનાબેન પર અભિનંદનની વર્ષા થઈ હતી. સાથે જ તાળીઓના ગડગડાટ સાથે અન્ય સદસ્યોએ તેમને વધાવી લીધા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More