Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં લાખો રૂપિયાના પટોળાની ચોરી, તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી

રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્વર ચોક નજીક વી.જે.સન્સ પટોળાની દુકાનમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આસપાસની દુકાનોને તસ્કરોએ ટાર્ગેટ ન કર્યો અને વહેલી સવારે ઇકો કારમાં પટોળાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

રાજકોટમાં લાખો રૂપિયાના પટોળાની ચોરી, તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી

ગૌરવ દવે/રાજકોટ: રાજ્યમાં ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે રાજકોટમાં પટોળાની ચોરી કરતા તસ્કરોના કારણે ખળભળાટ મચ્યો છે. શહેરના સર્વેશ્વર ચોક નજીક આવેલી પટોળાની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. દુકાનનું શટર ઊંચકી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. બે દિવસ પહેલા લાખોનો સામાન આવ્યો અને બીજા દિવસે ચોરી થતા ચોરીમાં જાણભેદુની સંડોવણી હોવાની પોલીસ શંકા સેવી રહી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્વર ચોક નજીક વી.જે.સન્સ પટોળાની દુકાનમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આસપાસની દુકાનોને તસ્કરોએ ટાર્ગેટ ન કર્યો અને વહેલી સવારે ઇકો કારમાં પટોળાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. પોલીસને જાણ થતાં ડીસીપી, એસીપી સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો. હાલ તો પોલીસ દ્વારા ડોગ સ્કોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતની પણ મદદ લઇ તપાસ શરૂ કરી છે. લાખો રૂપિયાની ચોરી થતા પોલીસ પણ હરકતમાં આવી હતી.

અદભૂત, આ છે અમદાવાદની રથયાત્રાની અજબ-ગજબ વાતો: રથના રંગરોગાન વિશે શું છે મહત્વ?

તો બીજી તરફ પોલીસ તપાસમાં પટોળાની દુકાનમાં તપાસ કરતા દુકાન માં CCTV છે. પણ CCTV ચાલુ છે રેકોર્ડિંગ બંધ હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે ચોરી કરવા માટે ઇક્કો કાર લઈ ચોરી કરવા આવ્યા હતા જેમાં સીધી આજ દુકાને કાર ઉભી રાખી હતી અને ચોરી કરી જેથી પોલીસ શંકા છે ચોરીમાં જાણભેદુનો હાથ છે અને એ દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે.

યોગના રંગે રંગાયો ભરૂચનો ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ, જુઓ ડ્રોનનો અદ્દભૂત નજારો

હાલ તો એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરી ફરિયાદ નોંધવા કર્યવાહી હાથ ધરી છે. આજુબાજુના વિસ્તાર ના CCTV ચકાસણી શરૂ કરી પટોળા સામાન ક્યારે આવ્યો કોણ લાવ્યું તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More