Home> Gujarat
Advertisement
Prev
Next

રડતી રહેતી દીકરીને પિતાએ પૂછ્યું જવાબ આપ્યો, પાડોશી કાકાએ મારી સાથે ગંદુ કામ કર્યું!

Rajkot Minor Girl Rape Case : રાજકોટમાં એક પિતાએ પોલીસ સ્ટેશનમાં પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી... પાડોશીએ તેની દીકરી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

રડતી રહેતી દીકરીને પિતાએ પૂછ્યું જવાબ આપ્યો, પાડોશી કાકાએ મારી સાથે ગંદુ કામ કર્યું!

Rajkot News : સોશિયલ મીડિયાના ફાયદા એટલા જ ગેરફાયદા પણ છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા બાળકોને લઈ માતાપિતા માટે લાલબત્તી સમાન વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેને લઇ વિદ્યાર્થિનીના પિતા દ્વારા નીતિન બગથરીયા અને મધુ ધકાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ ભક્તિનગર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેની પૂછપરછ કરતા પાડોશમાં જ રહેતા વ્યક્તિ દ્વારા છ મહિનાથી દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પિતાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હુ છેલ્લા 3 વર્ષથી અહી રાજકોટમાં મારા પરિવાર સાથે રહું છું. મારે સંતાનમાં એક દીકરો તથા એક દીકરી છે. જેમાં સૌથી મોટો દીકરો મુંબઇમાં મારા સાસુ-સસરા સાથે રહે છે અને ત્યાં જ અભ્યાસ કરે છે. તેનાથી નાની દીકરી 15 વર્ષની છે, જે ધોરણ 10માં અભ્યાસ કરે છે. અમારું મૂળ વતન રાજસ્થાન છે.

મારી દિકરી છેલ્લા 10-15 દિવસથી ખુબજ ઉદાસ રહેતી હોય અને ઘણી વખત રડતી રહેતી હતી. જેથી બે-ત્રણ વખત મે મારી દિકરીને ખુબજ સમજાવીને પૂછ્યુ હતું, પણ તે કંઇ બોલતી ન હતી અને સતત ટેન્શનમાં રહેતી હતી. ધોરણ 10માં અભ્યાસ કરતી હોવાથી તેને ભણવાનુ ટેન્શન હશે તેવું હું સમજતો હતો. પરંતુ ગઇ કાલે દીકરી ખૂબ જ ઉદાસ હતી અને મેં મારી પાસે તેને બોલાવીને સમજાવી હતી. જેથી દીકરી ખૂબ જ રડવા લાગી હતી અને મને કહ્યું કે, પાડોશમાં રહેતા નીતીન બગથરીયા અંકલ મને ડરાવીને બીવડાવીને એક આન્ટીને ત્યાં બોલાવે છે અને મારી સાથે ખૂબ જ ખોટું કામ કરે છે. આમ વાત કરતા મને ખૂબ જ આઘાત લાગ્યો હતો. જેથી મે તથા મારી પત્ની બંન્નેએ મારી દીકરીને સમજાવીને આખી વાત તેની પાસેથી જાણી હતી.

મારી દિકરી પાસે વીવો ફોન છે તે ફોનમાં તે સોશ્યલ નેટવર્કીંગ સાઇટ ઈન્સ્ટાગ્રામ ઉપયોગ કરે છે. ઈન્સ્ટાગ્રામમા આજથી 6 મહિના પહેલા અમારા પાડોશમાં રહેતા નીતિન બગથરીયાએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. ત્યાર બાદ દીકરીને નીતીન બગથરીયા તેના મોબાઇલ નંબર આપી કોઇ લાલચ આપી કે લલચાવી દીકરી સાથે ઇન્સ્ટાગ્રામ, વ્હોટસએપ તેમજ ફોનમાં વાતો કરવા લાગ્યો હતો. ત્યારબાદ 5 મહિના પહેલા દીકરીને આ નીતીનભાઇએ કોઇ તેની જાણીતા મધુબેન નામની સ્ત્રી જે વીરાટનગર મેઇન રોડ નાલંદા સ્કુલની બાજુમાં મહાકાળી કૃપા નામના મકાનમાં રહે છે અને બ્યુટી પાર્લર ચલાવે છે તેના ઘરે દીકરીને બોલાવી અને દીકરી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. 

ગઇકાલે સાંજના પોણા છ એક વાગ્યાના અરસામાં ઇન્સ્ટાગ્રામ બીભસ્ત વાતો કરી હોવાની વાત દીકરીએ પિતાને કરી હતી. જેથી પિતાએ પાડોશી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More