Home> Gujarat
Advertisement
Prev
Next

નકલી પોલીસ ઓફિસર બનવાનો ચસ્કો યુવાનને લઈ ગયો લોક-અપની અંદર

Fake Police Officer : ડિપ્લોમા એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ સાયબર ક્રાઇમ ઓફિસર બનવાની ઘેલછામાં યુવાને નકલી આઈ-કાર્ડ બનાવી એરગન લટકાડી સીન સપાટા કર્યા...બાદમાં પોલીસે સીન-સપાટા વિંખી નાખ્યા... મહાઠગ કિરણ પટેલની જેમ કોલેજોના સેમિનારમાં અધિકારી તરીકે ભાગ લેતો હતો...
 

નકલી પોલીસ ઓફિસર બનવાનો ચસ્કો યુવાનને લઈ ગયો લોક-અપની અંદર

Rajkot News દિવ્યેશ જોશી/રાજકોટ : યુવા અવસ્થામાં યુવાનો ધારે તે સીધી કે લક્ષ્યાંક હાંસલ કરી શકે છે. કારણ કે આ એક જ એવી અવસ્થા છે કે જેમાં યુવાનોને પોતાની જિંદગીનું ઘડતર કઈ રીતે કરવું તેના દ્વાર ચારે તરફ ખુલ્લા હોય છે.. તેવી જ રીતે રાજકોટનો એક યુવાન કે જેને ડિપ્લોમા એન્જિનિયરિંગ નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સાયબર ક્રાઇમ ઓફિસર બનવાનો ચસ્કો લાગ્યો હતો.. ત્યારે આ યુવાને પોલીસ ઓફિસર બનવાની મહેનત કરવાને બદલે નકલી આઈકાર્ડ બનાવ્યું અને કમર ઉપર એરગન લટકાવી બની ગયો નકલી અંડર કવર પોલીસ ઓફિસર??? તો ચાલો જાણીએ કઈ રીતે આ ભેજાબાજ યુવાને નકલી આઈકાર્ડ બનાવ્યું અને રોફ જમાવ્યો... અને બાદમાં પોલીસે કેવી રીતે તેના સીન સપાટી વીંખી નાખ્યા...

રાજકોટના કાલાવડ રોડ પર આવેલ વામ્બે આવાસ યોજનામાં રહેતો સાહિલ અમિતભાઈ મૂલિયાણા નામનો યુવાન કે જેને ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પોલીસ ઓફિસર બનવાનો ચસ્કો લાગ્યો હતો.. ત્યારે પોલીસ ઓફિસર બનવાની જે સ્પર્ધાત્મક પરીક્ષા આવે છે તેની તૈયારી કરવાને બદલે નકલી આઈ કાર્ડ બનાવ્યું અને એરગન કમર પર લટકાવી પોતે અંડર કવર ઓફિસર હોવાનો દાવો કરતો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે આ નકલી અંડર કવર ઓફિસરને ઝડપી પાડી તેના વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.. ત્યારે આ યુવાનને નકલી પોલીસ ઓફિસર બનવાનો ચસ્કો એવો ભારે પડ્યો કે તેને લોક-અપની અંદર લઈ ગયો.

ગુજરાતની કંપનીએ બનાવેલા આઈ ડ્રોપથી શ્રીલંકામાં 30 લોકોની આંખો બગડી, મોટો આરોપ

કેવી રીતે નકલી આઈ-કાર્ડ બનાવ્યું???
ભેજાબાજ યુવાન સાહિલે ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હોવાથી તેને કોમ્પ્યુટરમાં સારી એવી ફાવટ હતી.. જેથી આ યુવાને ગૂગલમાં તેમજ યુ-ટયુબની મદદથી નકલી આઈ કાર્ડ કેવી રીતે બનાવવું તેના માટેની માહિતી મેળવીને નેશનલ સિક્યુરિટી ડેટાબેઝ ઈન્વેસ્ટિગેશન ઓફ ઇન્ફર્મેશન શેરિંગ એન્ડ એનાલિસિસ સેન્ટર નોન પ્રોફીટ, સર્ટિફાઇડ સાઇબર ક્રાઇમ ઇન્ટરવેન્સનલ ઓફિસર એનસીડીઆઈડી-૨૧૦૭૨૧૮ નંબર લખેલું આઈકાર્ડ બનાવ્યું હતું જે પ્રાથમિક નજરે કોઈ પણ જોવે તો તે નકલી છે તેવું સાબિત થઈ શકે તેમ ન હતું.

દિમાગ ઉડાવી દે એવી સ્પેલિંગ બી સ્પર્ધામાં ગુજરાતી દેવ શાહના જવાબથી દુનિયા હેરાન

સાઇબર ક્રાઇમના ઓફિસર તરીકે રાજ્યની અનેક કોલેજોમાં સેમિનાર આપ્યા
નકલી પોલીસ ઓફિસર સાહિલે નકલી આઇકાર્ડ મેળવી સાયબર ક્રાઇમને કેવા પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે તેની પુરે-પૂરી માહિતી ગૂગલ અને યુ-ટયુબના માધ્યમથી મેળવી લીધી હતી.. અને પોતાના પાસે નકલી આઈ કાર્ડ હોવાને લીધે રાજકોટ,વડોદરા સહિત રાજ્યની અનેક શહેરોની કોલેજોમાં સાયબર ક્રાઇમ અવેરનેસના સેમિનાર યોજ્યા હતા.

રાજકોટના આ ફેમસ તીખા ઘુઘરા ખાતા પહેલા સો વાર વિચારજો, વાસી ચટણી અને બટેટાનો માવો હતો

કેવી રીતે પોલીસે આ નકલી ઓફિસરને ઝડપી પાડ્યો???
રાજકોટ સાઇબર ક્રાઇમ પોલીસને નકલી પોલીસ ઓફિસર સાહિલ વિરુદ્ધની એક અરજી મળી હતી જેમાં અરજીના આધારે પોલીસે તપાસ કરી તેને તેના રહેણાંક ખાતેથી ઝડપી પાડ્યો હતો જ્યાં તેના પાસેથી નકલી આઈ-કાર્ડ મળી આવ્યું હતું. જેમાં  નકલી આઈકાર્ડમાં જે હોદ્દો દર્શાવવામાં આવ્યો હતો. તે પોતાની પાસે ન હોવાનો પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.. અને તેના રહેણાંક મકાનમાં કાચનું મોટું સાયબર ક્રાઇમ ગુજરાત પોલીસનું લખાણ પણ લખ્યું હતું. તેમજ તેના પાસે રહેલી એરગન અને લાલ કલરનું જે બંદૂક રાખવા માટે પોલીસ પાસે કવર હોય છે તેવું જ કવર તેના પાસે હતું તે પણ પોલીસે કબજે કર્યું હતું. ઉપરાંત અનેક કોલેજોએ તેને અસલી સાઇબર ક્રાઇમ ઓફિસર સમજી કોલેજમાં યોજાયેલા સાયબર ક્રાઇમ અવેરનેસના સેમિનાર માટેની જે આમંત્રણ પત્રિકા આપી હતી. તે  લેટર અને પત્રિકા પોલીસે કબજે કરી છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ નકલી પોલીસ ઓફિસર સાહિલે પોલીસના નામે ક્યાંથી રૂપિયા ખંખેર્યા છે કે નહીં???

ગુજરાતમાં ચોમાસું! 2 કલાકમાં આ જિલ્લામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો, માવઠાએ ભારે કરી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More