Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ જિલ્લા ભાજપના રાજકારણમાં ભડકો! જિલ્લા પ્રમુખે રાજકોટ તાલુકા પ્રમુખને દૂર કર્યા

સહકારી ક્ષેત્રમાં દખલગિરી બદલ તાલુકા ભાજપ પ્રમુખ બાબુ નસીતને પ્રમુખ પદેથી હટાવ્યા હોવાની માહિતી સામે આવી છે. આજે રાજકોટ-લોધિકા સંઘની કારોબારી બેઠકમાં થયેલા માથાકૂટ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.

રાજકોટ જિલ્લા ભાજપના રાજકારણમાં ભડકો! જિલ્લા પ્રમુખે રાજકોટ તાલુકા પ્રમુખને દૂર કર્યા

ઝી બ્યુરો/રાજકોટ: લોકસભા ચૂંટણી પહેલા ભાજપ પોતાના સંગઠનને મજબૂત કરવા અને આગળની રણનીતિ પર કામ કરવા માટે અત્યારથી તૈયાર છે, ત્યારે રાજકોટ ભાજપમાંથી એક કકળાટના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લા ભાજપના રાજકારણમાં ભડકો જોવા મળી રહ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખે રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખને દૂર કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.

જામનગરના સપડા ડેમમાં મોટી દુર્ઘટના: નાહવા પડેલા 5 લોકોના કરૂણ મોત, પરિવારમાં માતમ

સહકારી ક્ષેત્રમાં દખલગિરી બદલ તાલુકા ભાજપ પ્રમુખ બાબુ નસીતને પ્રમુખ પદેથી હટાવ્યા હોવાની માહિતી સામે આવી છે. આજે રાજકોટ-લોધિકા સંઘની કારોબારી બેઠકમાં થયેલા માથાકૂટ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે, જેના કારણે જિલ્લા ભાજપ પ્રમુખે રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખને દૂર કર્યા છે. બીજી બાજુ રા.લો.સંઘમાં ભાજપના બે જુથ આમને સામને આવી ગયા છે. સહકારી ક્ષેત્રનો વિવાદ હવે પક્ષ સુધી પણ પહોંચ્યો.

ઓગસ્ટ મહિનામાં એક પછી એક સિસ્ટમ સક્રીય થશે: કઈ તારીખ સુધી મેઘો ગુજરાતમાં કરશે તાંડવ?

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રાજકોટ શહેર ભાજપનું સંગઠન જાહેર બાદ ભાજપમાં ભડકા જેવી સ્થિતિ ઉદભવી હતી. શહેરના વોર્ડ નંબર 10માં સંગઠનમાં વિરોધ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 10માં મહામંત્રી તરીકે મેહુલ નથવાણીની નિમણૂકનો ખુદ પક્ષાના કાર્યકર્તાએ જ વિરોધ કર્યો હતો. પક્ષના કાર્યકર્તાનો વિરોધ છે કે, મેહુલ નથવાણી વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને વોર્ડ નંબર 10ની બેઠકમાં શિસ્તબદ્ધ પાર્ટીના લીરેલીરા ઉડાવ્યા હતા. આ ઘટનામાં કાર્યકર્તાઓએ કોર્પૉરેટરનો ઉધડો લીધો હતો. 

મહેસાણામાં અનોખો પ્રયોગ! લવ મેરેજ કરો કે અરેંજ મેરેજ પણ તમારા માતા-પિતાની મંજૂરી લો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More