Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ: પાણીની લાઇનમાં અજાણ્યા શખ્શોએ કર્યું ભંગાણ, લાખો લીટર પાણીનો વ્યય

શહેર નજીક આવેલ ખોખલદળ અને પડવલા ગામમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ કરી નાખવામાં આવતા લાખો લીટર પાણીનો વ્યય થયો છે. લાઈનમાં ભંગાણ થતા સાત ચેક ડેમ ઓવરફ્લો થઈ ગયા. પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં સૌની યોજનાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓ દ્વારા પાઇપલાઇનમાં ભંગાણ કરનાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
 

રાજકોટ: પાણીની લાઇનમાં અજાણ્યા શખ્શોએ કર્યું ભંગાણ, લાખો લીટર પાણીનો વ્યય

સત્યમ હંસોરા/રાજકોટ: શહેર નજીક આવેલ ખોખલદળ અને પડવલા ગામમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ કરી નાખવામાં આવતા લાખો લીટર પાણીનો વ્યય થયો છે. લાઈનમાં ભંગાણ થતા સાત ચેક ડેમ ઓવરફ્લો થઈ ગયા. પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં સૌની યોજનાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓ દ્વારા પાઇપલાઇનમાં ભંગાણ કરનાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

એક તો સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાયો છે ત્યારે બીજી તરફ લાખો લિટર પાણીનો વ્યય થઈ ગયો છે. રાજકોટની ભાગોળે આવેલા અને પડવલા ગામ અને ખોખળદલ ગામની વચ્ચે સૌની યોજનાને પાઇપલાઇનમાં અજાણ્યા શખ્સો દ્વારા મંગળવારે સવારે પાંચ વાગ્યે ભંગાણ કરી દેવામાં આવતા લાખો લિટર પાણીનો વ્યય થયો છે. એકબાજુ લોકોને પીવાનું પાણી નથી મળતું ત્યારે બીજી બાજુ આવી રીતે પીવાના પાણીનો વ્યય થઇ રહ્યો છે અધિકારીઓનું કહેવું છે કે 4 એમ.સી.એફ.ટી પાણીનો બગાડ થયો છે. તે પાણી રાજકોટ શહેરને એક દિવસ ચાલે તેટલું ગણી શકાય.

કડી : હોસ્ટલમાં મૂકવા જતા પહેલા પિતાએ કરી દીકરીની હત્યા, લાશ નર્મદા કેનાલની પાળે મૂકી દીધી

સૌની યોજના મારફત નર્મદાનું પાણી ગોંડલ થઈને ભાદર ડેમમાં પહોંચાડવામાં આવતું હતું. જો કે વરસાદ ખેંચાતા અસામાજિક તત્વો દ્વારા મંગળવારે સવારે પાંચ વાગ્યે પાઇપલાઇનમાં ભંગાણ કરી નાખવામાં આવ્યું હતું. આ પાણી સરકાર દ્વારા ભાદર ડેમમાં ઠાલવવામાં આવતું હતું. વરસાદ ખેંચાય તો ગોંડલ, જેતપુર, વીરપુર અને આ શહેરોની આસપાસના ગ્રામ્ય વિસ્તારને પીવા માટે રિઝર્વ રાખવાનું હતું. પાઇપલાઇનમાં ભંગાણ થતા બાજુમાં આવેલા ખેતરમાં નુકશાન થયેલું છે.

વડોદરા : સેવઉસળની લાલચટાક તરી’માં સિન્થેટિક કલર છે કે નહિ તે ચેક કરવા આરોગ્ય વિભાગ દોડ્યું

અધિકારીઓના કહેવા પ્રમાણે પાણીની પાઈપલાઈન કોઈ ટેક્નિકલ કારણોસર નહિ પરંતુ ઈરાદાપૂર્વક તોડવામાં આવ્યુ છે. સિંચાઈ વિભાગના અધિકારીના કહેવા પ્રમાણે મંગળવારે વહેલી સવારે કેટલાક શખ્સો દ્રારા વાલ્વના સ્પેરપાર્ટ છુટા કરીને ભંગાણ કરવામાં આવ્યુ છે જેની સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ ભંગાણ સર્જાતા રાજકોટ,જેતપૂર,ધોરાજી સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા પર અસર પડી છે. અધિકારીઓના કહેવા પ્રમાણે અંદાજિત ૨૪ કલાકમાં વાલ્વનું સમારકામ પૂર્ણ થઈ જશે.

23 વર્ષમાં ગુજરાતની વસ્તી 3.5 કરોડ વધી, પણ સરકારી કર્મચારીઓ 5.11 લાખ જ રહ્યાં, એવું કેવી રીતે?

જુઓ LIVE TV:

હાલતો તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. ચેકડેમમાં પાણી ખાકી થયા બાદ વાલ્વની સથી શુ છે તે ચકશણી થશે વાલ્વ રીપેર થઈ ચાલશે તો એજ ફિટ કરવામાં આવશે. નહીતો આ વાળાવ સંપૂર્ણ પણે બંધ કરી નાખવાની કાર્યવાહી થશે. તો બીજી બાજુ આવળવ તોડવામાં આયાની શંકાના આધારે પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More