Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં 24 કલાકમાં 8 કોરોના દર્દીના મોત, BAPS સ્વામિનારાયણ મંદિર પણ બંધ

રાજકોટમાં 24 કલાકમાં 8 કોરોના દર્દીના મોત,  BAPS સ્વામિનારાયણ મંદિર પણ બંધ
  • રાજકોટમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાને કારણે 8 દર્દીઓના મોત નિપજ્યા.
  •  રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ફરી વધતા BAPS સ્વામિનારાયણ મંદિર બંધ કરવાનો નિર્ણય લેવાયો

રક્ષિત પંડ્યા/રાજકોટ :ગુજરાતના મોટા શહેરમાં હવે ધીરે ધીરે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આવામાં રાજકોટમાં પણ સ્થિતિ વણસી રહી છે. રાજકોટમાં પણ તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે. આવામાં રાજકોટમાં ફરી કોરોના સંક્રમણ વધ્યું છે. 3 દિવસમાં 400 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આવામાં રાજકોટવાસીઓના મતે કરફ્યુ એ પરમેનન્ટ સોલ્યુશન ન હોવાનું કહેવું છે. લોકોએ કહ્યું કે, અનેક લોકો નિયમોનું પાલન નથી કરતા માટે કેસ વધ્યા છે. લોકો પોતે તહેવાર દરમિયાન કાળજી નથી રાખી માટે કેસ વધ્યા છે. 

આ પણ વાંચો : ગુજરાતમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન વિશે CM રૂપાણીનું મોટું નિવેદન

એક દિવસમાં 8 મોત
લેટેસ્ટ આંકડા મુજબ, રાજકોટમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાને કારણે 8 દર્દીઓના મોત નિપજ્યા છે. જિલ્લાની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં આ મોતના આંકડા નોંધાયા છે. જોતે મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. ગઇકાલે ગુરુવારે 7 દર્દીઓના મોત થયા હતા. 

રાજકોટમાં સ્વામીનારાયણ મંદિર બંધ કરાયું +
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ફરી વધતા BAPS સ્વામિનારાયણ મંદિર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આગામી 30 નવેમ્બર સુધી BAPS સ્વામીનારાયણ મંદિર બંધ રાખવામાં આવશે. આજથી ભગવાનના ઓનલાઇન દર્શન રોજ BAPS ની વેબસાઈટ પર કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 દિવસમાં રાજકોટમાં કોરોનાના 400 કેસ નોંધાઇ ચૂક્યા છે. 

આ પણ વાંચો : કરફ્યૂની જાહેરાત બાદ અમદાવાદમાં પેનિક થયા લોકો, ખરીદી માટે માર્કેટમાં ભીડ ઉમટી

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે એક નિવેદનમાં કહ્યું કે, લોકોએ તહેવાર દરમિયાન બેદરકારી દાખવી છે. હાલમાં પ્રસાશન રાત્રિ કરફ્યુના વિચારમાં નથી. લોકો અને વેપારીઓ નહિ સમજે તો કરફ્યુ થશે. વેપારીઓ પણ માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરે તેવી અપીલ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More