Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા ખેડૂતોને લોન માટે મોટી જાહેરાત

Jayesh Radadiya : રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયાનો વિરોધીઓને જવાબ.... સહકારી ક્ષેત્રમાં પ્રગતિ માટે અવરોધ કરતા લોકોને જયેશ રાદડિયાએ લીધા આડે હાથ... વિઠ્ઠલભાઈ હતા ત્યારથી એક ટોળકી સહકારી માળખાને બદનામ કરવાનું કામ કરતી

રાજકોટ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા ખેડૂતોને લોન માટે મોટી જાહેરાત

Rajkot News : રાજકોટ જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જામકંડોરણાના કુમાર છાત્રાલય ખાતે વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયુ હતું. સહકારી નેતા અને ધારાસભ્ય જયેશ રાદડિયાની અધ્યક્ષ સ્થાને સભાનું આયોજન કરાયું હતું. આ વાર્ષિક સાધારણ સભામાં મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ વિરોધીઓને સણસણતો જવાબ આપ્યો હતો. સહકારી ક્ષેત્રમાં પ્રગતિ માટે અવરોધ કરતા લોકોને જયેશ રાદડિયાએ આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે, વિઠ્ઠલ ભાઈ હતા ત્યારથી એક ટોળકી સહકારી માળખાને બદનામ કરવાનું કામ કરતી હતી. બદનામ કરવાના પ્રયત્નો જે કરતા હોય તે બંધ કરી દેજો. સહકારી ક્ષેત્રને બદનામ કરનાર ટોળકી વર્ષોથી સક્રિય થઈ છે. જયેશ રાદડીયાએ સભામાં ચેલેન્જ ફેંકી કે, રાજકિય લડત માટે મેદાન ખુલ્લું છે, આવી જાજો.  

રાજકોટ જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા આજે જામકંડોરણાના કુમાર છાત્રાલય ખાતે યોજાઈ હતી. વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખનું સેવા સન્માન, અકસ્માત વીમા ચેક વિતરણ અને સહકારી શિબિરનું આયોજન કરાયુ હતું. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. આ સભામાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, દિલીપ સંઘાણી, રાજ્યસભાના સાંસદ કેસરીદેવ સિંહ ઝાલા, ધારાસભ્યો, હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ખેડૂત સભા સદો ઉપસ્થિત રહ્યા હતા. 

ચોમાસાના વિદાયની ઘડી આવી, ગુજરાતમાં આ તારીખે વિદાય લેશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો રાજકોટનો કાર્યક્રમ રદ થતા તેઓ વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. સાથે સહકારી નેતા અને ધારાસભ્ય જયેશ રાદડિયાએ સહકારી ક્ષેત્રને બદનામ કરનારાઓ પર આકરા પ્રહાર કર્યા હતા કે, સહકારી ક્ષેત્રને વર્ષોથી એક ટોળકી બદનામ કરનારા પાંચના છો નથી થયાં અને આ ટોળકી વર્ષોથી સક્રિય છે, બદનામ કરવાના પ્રયત્નો બંધ કરી દેજો, અને રાજકીય લડત માટે મેદાન ખુલ્લું જ છે આવી જજો. 

જયેશ રાદડિયાએ એમ પણ કહ્યું કે, ખેડૂતોને ગમે ત્યારે મુશ્કેલી પડે બેન્કના પગથિયાં ચડી શકે છે,ખેડૂતો માંગે તે પ્રકારની લોનની વ્યવસ્થા ઉભી કરી છે. ખડુતોને જે પ્રકારે જેટલા પૈસા જોતા હશે જેટલા દિવસ જોતા હશે, તો પણ રાજકોટ જિલ્લા સહકારી બેક આપશે. સાથે જ આજે ખેડૂતો માટે ત્રણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કૃષિ તત્કાલ યોજના આજે અમલમાં મૂકી છે, જેમાં ઓછા વ્યાજદરે એકસાથે 50 હજાર રૂપિયા અને વધીને વધીને 5 લાખ રૂપિયા ત્રીજા દિવસે ખેડૂતોને ખાતામાં જમા થશે. તેવી યોજના અમલમાં મૂકી છે. 

મોટી ખુશખબર! આ ત્રણ જાહેર રજાઓના દિવસે ખુલ્લુ રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી

આ સાથે જ 15 ટકા સભાસદોને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી. મંડળીઓને મજબૂત કરવા માટે સવા ટકો ડિબેન્ડ આપવાની પણ જાહેરાત કરાઈ. સહકરી ક્ષેત્રનું માળખું બિન રાજકીય રીતે ચાલતું માળખું છે, ભારતભરમાં સહકારી બેન્ક ટોચનું સ્થાન ધરાવતી બેન્ક છે, સાથે જ 250 લાખ સભ્ય સહકારી ધરાવે છે તેના કારણે બેન્ક અહીંયા સુધી પહોંચી તેવું જયેશ રાદડિયાએ જણાવ્યું હતું.

ટોટકા કરવામાં પરિવારે 9 વર્ષની દીકરી ગુમાવી, નાનકડા ઘરમાં મરચાંનો ધુમાડો કર્યો અને..

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More