Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ: જાહેરમાં સગીરાને ગડદાપાટું માર મારતો VIDEO વાઈરલ 

સોશિયલ મીડિયાના જમાનામાં અવારનવાર અણછાજતા વીડિયો પણ વાઈરલ થતા રહેતા હોય છે. આવો જ એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં કેટલાક યુવકો એક સગીરાને માર મારી રહ્યાં છે. 

રાજકોટ: જાહેરમાં સગીરાને ગડદાપાટું માર મારતો VIDEO વાઈરલ 

રક્ષિત પંડ્યા, રાજકોટ: સોશિયલ મીડિયાના જમાનામાં અવારનવાર અણછાજતા વીડિયો પણ વાઈરલ થતા રહેતા હોય છે. આવો જ એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં યુવક એક સગીરાને માર મારી રહ્યો છે. 

મળતી માહિતી મુજબ રાજકોટના ત્રિકોણ બાગ નજીક એક યુવક સગીરાને ઢોર માર મારી રહ્યો હતો. સગીરાને પિયૂષ નામના યુવક સાથે મિત્રતા હતી. પરંતુ સગીરાએ તેની સાથે મિત્રતા તોડી નાખતા યુવક રોષે ભરાયો અને તેણે સગીરાને ત્રિકોણ બાગ નજીક જાહેરમાં ગદડાપાટુ માર માર્યો. સગીરા બૂમો પાડતી રહી પરંતુ કોઈ બચાવવા આવ્યું નહીં. 

વધુ વિગતો માટે જુઓ VIDEO

દિન પ્રતિદિન મહિલાઓ સામેના અત્યાચારો વધી રહ્યાં છે. આજે જ ગુજરાત વિધાનસભામાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો તે મુજબ છેલ્લા બે વર્ષના આંકડા મુજબ રોજ બળાત્કારના 4 સરેરાશ કેસ નોંધાય છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં બળાત્કાર અને સામુહિક બળાત્કારના 2723 બનાવો બન્યા હતાં. હજુ અનેક આરોપીઓ પકડવાના બાકી છે. અમદાવાદમાં સૌથી વધુ 540 બળાત્કારના કેસો બીજા નંબરે સુરતમાં 452 કેસો નોંધાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More