Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ: 6 ફેરિયાઓ Corona પોઝિટિવ, 613 ને લક્ષણો મળી આવતા પાલિકા તંત્ર દોડતું થયું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ મોડેલ પર કામ કરતા સુપર સ્પ્રેડરને શોધી કાઢવા માટે માસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આદેશ બાદ ટેસ્ટિંગ ડબલ કરવાનાં આદેશની અવગણના થયા બાદ તપાસ ચાલુ કરવામાં આવી છે. જો કે તપાસમાં 6 ફેરિયાઓ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 613 માં લક્ષણો જોવા મળ્યા હતા. આ ફેરિયાઓને તત્કાલ દાખલ કરીને સારવાર ચાલુ કરવામાં આવી છે. 

રાજકોટ: 6 ફેરિયાઓ Corona પોઝિટિવ, 613 ને લક્ષણો મળી આવતા પાલિકા તંત્ર દોડતું થયું

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ મોડેલ પર કામ કરતા સુપર સ્પ્રેડરને શોધી કાઢવા માટે માસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આદેશ બાદ ટેસ્ટિંગ ડબલ કરવાનાં આદેશની અવગણના થયા બાદ તપાસ ચાલુ કરવામાં આવી છે. જો કે તપાસમાં 6 ફેરિયાઓ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 613 માં લક્ષણો જોવા મળ્યા હતા. આ ફેરિયાઓને તત્કાલ દાખલ કરીને સારવાર ચાલુ કરવામાં આવી છે. 

સુરત: કોવિડ કેર સેન્ટરમાં MLA એ PPE કીટ પહેરી મહિલા દર્દીઓ સાથે રક્ષાબંધન ઉજવ્યું

શહેરમાં કરવામાં આવેલા 1532 ફેરિયાઓના ચેકઅપમાં પોઝિટિવની સંખ્યા ભલે ઓછી આવી પરંતુ લક્ષણો ધરાવતા ફેરિયાની સંખ્યા મોટી હોવાથી તેમનામાં વાયરસનું ઇનક્યુબે રહી હોવાની શક્યતા નકારી શકાતી નથી. દરમિયાન આજે સંક્રમિત થયેલા ફેરિયાઓએ રાજકોટ મહાનગરપાલિકા રેલનગર, રૈયારોડ, જ્યુબિલી, જંકશન અને મવડી વિસ્તારમાંથી મળી આવ્યા છે. ૉ

મોરારી બાપુની રામ મંદિર માટે એક હાકલ અને 2 દિવસમાં 18.61 કરોડ રૂપિયા એકત્ર થઇ ગયા

આગળ જતા સુપ્રર સ્પ્રેડરની શોધમાં શહેરની કરિયાણાની દુકાનો અને દુધની ડેરીના કર્મચારીઓની પણ તપાસ થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે અમદાવાદ મોડેલ પર કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટમાં તંત્ર કોરોના સંક્રમણ અટકાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More