Home> Gujarat
Advertisement
Prev
Next

બંધનો વિરોધ કરી રહેલા રાજીવ સાતવ અને અમિત ચાવડાની પોલીસે કરી અટકાયત

રાજીવ સાતવ અને અમિત ચાવડા ભારત બંધના વિરોધમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે લાલદરવાજા ખાતે પહોચ્યા જ્યાં તેમની અટકાયત કરવામાં આવી છે.

 બંધનો વિરોધ કરી રહેલા રાજીવ સાતવ અને અમિત ચાવડાની પોલીસે કરી અટકાયત

અમદાવાદ: રાજીવ સાતવ અને અમિત ચાવડા ભારત બંધના વિરોધમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે લાલદરવાજા ખાતે પહોચ્યા હતા. જ્યાં તેમની અટકાયત કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની લાલ દરવાજા વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી છે. મોઘવારીનો વિરોધ કરી રહેલા ભાજપના ઘારાસભ્યોની પણ અટકાયત કરવામાં આવી છે. તમામની અટકાયત કર્યા બાદ પોલીસ હેડ કોર્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. 

fallbacks

અમદાવાદમાં ઠેર-ઠેર બસો રોકી ટાયરની હવા કાઠવામાં આવી
શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં બંધના સમર્થનમાં કોંગી કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઇ છે. કાર્યકરો દ્વારા એએમટીએસ બસને રોકીને તેના પર ચડીને સુત્રોચાર કરવામાં આવી રહ્યા હતા તે દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ધર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. દાણીલીમડા ક્રોસ રોડ પર કોંગ્રેસી કાર્યકારોએ માનવ સાંકળ બનાવીને બી.આર.ટી.એમ બસને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને રોડ પર બેસીને રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું.

ભારત બંધ ક્યાં શું છે અસર? જાણો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More