Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના સૌથી ફેમસ ટુરિસ્ટ સ્પોટ પર પકડાયું હોટલ બુકિંગનું મોટું કૌભાંડ, પ્રવાસીઓ આવીને રીતસરના રડતા

Daman Online Hotel Booking Scam : ગુજરાતના સૌથી મોટા ટુરિસ્ટ સ્પોટ દમણમાં હોટલ બુકિંગનું મોટું કૌભાંડ પકડાયું, જેનુ તાર રાજસ્થાન સાથે જોડાયેલા હતા. રાજસ્થાનમાં બેસીને ચાર ચોપડી ભણેલાઆરોપીઓ દમણના પ્રવાસીઓને છેતરતા હતા, જાણો કેવી રીતે

ગુજરાતના સૌથી ફેમસ ટુરિસ્ટ સ્પોટ પર પકડાયું હોટલ બુકિંગનું મોટું કૌભાંડ, પ્રવાસીઓ આવીને રીતસરના રડતા

નિલેશ જોશી/દમણ :સંઘ પ્રદેશ દમણ સમગ્ર દેશમાં પ્રવાસન માટે જાણીતું છે. પરંતુ જો તમે દમણ જવાના હોય તો આ સમાચાર તમારા કામના છે. દમણમાં આવેલી મોટી હોટલ અને રિસોર્ટની નકલી વેબસાઈટ દ્વારા બુકિંગના નામ પર પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરતી એક ગેંગને દમણ પોલીસે ઝડપી છે. રાજસ્થાનથી સાયબર ઠગાઈ કરતી મેવાતી ગેંગ પકડાઈ છે. ત્યારે આ ગેંગના ચાર સાગરીતોને દમણ પોલીસે રાજસ્થાનથી ઝડપી લીધા છે.

સંઘ પ્રદેશ દમણનો દરિયો સૌથી સુંદર બીચ કહેવાય છે. સમગ્ર દેશમાંથી દમણમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે દમણમાં આવેલ મોંઘીદાટ હોટલો અને રિસોર્ટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે. જોકે કેટલાક સમયથી દમણની હોટલમાં આવતા પ્રવાસીઓ સાથે ઓનલાઈન છેતરપિંડી થવાની ઘટનામાં ધરખમ વધારો થયો હતો. સમગ્ર દેશમાંથી ઓનલાઈન વેબસાઈટ દ્વારા બુકિંગ કરી દમણ ફરવા આવતા પ્રવાસીઓને કડવો અનુભવ થતો હતો. ભારે ઉત્સાહથી દમણની હોટલમાં આવતા લોકો દુખી હૃદયે દમણથી પરત ફરયા હતા, જ્યારે તેમને જાણ થતી કે તેમણે જે હોટલનું બુકિંગ કર્યું છે તે નકલી વેબસાઈટ દ્વારા કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો : ઓ બાપ રે... યુવતીના કાનમાં ઘૂસી ગયો સાપ, તમારા રુંવાડા ઉભા કરી દેશે આ વીડિયો 

પ્રવાસીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડીની ઘટના સતત વધી રહી હતી. ત્યારે ગત 9 ઓગસ્ટના દિવસે દમણની એક રિસોર્ટમાં આવેલ પ્રવાસી સાથે 1.18 લાખનું ઓનલાઈન ફ્રોડ થયું હતું. જેને લઈને પ્રવાસીએ દમણની કડૈયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દમણ પોલીસે આ મામલે સાયબર એક્સપર્ટની મદદ લઈ રાજસ્થાનમાં એક ટીમ મોકલી હતી. આ ટીમ રાજસ્થાનમાં છ દિવસના ધામા નાખી અંતે ઓનલાઇન ઠગાઈ કરતી એક ગેંગને ઝડપી પાડી. આ કિસ્સામાં ચાર આરોપીને દબોચી લીધા છે.

દમણ પોલીસના હાથે ઝડપાયેલ આરોપીઓ ન તો કોઈ મોટા સાયબર એક્સપર્ટ છે કે ન તો કોઈ એક્સપર્ટ. તેમની પાસે કમ્પ્યુટરની મોટી ડિગ્રી પણ નથી. રાજસ્થાનના અલવર જિલ્લામાંથી ઝડપાયેલ આ લબરમુછિયાંઓએ દમણ પોલીસની ઊંઘ હરામ કરી હતી. 

આ પણ વાંચો : હચમચાવી દે તેવી સામૂહિક આત્મહત્યા, પોલીસ કોન્સ્ટેબલ પત્ની અને 3 વર્ષની દીકરી સાથે 12 માં માળથી કૂદી ગયા

પકડાયેલા આરોપીઓ 

  • પવન સૈની
  • સાહિલ ફકરુદ્દીન ખાન
  • સોયબ ઝફરુદીન ખાન
  • આરીફ સુબે દિન ખાન

આ વિશે કડૈયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ લીલાધર મકવાણાએ જણાવ્યું કે, આ તમામ આરોપીઓ પાસેથી દમણ પોલીસને સાત મોબાઈલ, 10 ડેબિટ કાર્ડ, 8 અલગ અલગ કંપનીના સીમકાર્ડ, 3 બેંકની પાસબુક અને ચેકબુક સહિત અનેક લોકોના આધાર કાર્ડ અને પેનકાર્ડ જેવા દસ્તાવેજો પણ મળી આવ્યા છે.

આ પણ વાંચો : મોત પહેલાની વેદના : કોન્સ્ટેબલ કુલદીપસિંહે સ્યૂસાઈડ નોટમાં ગુજરાતના સળગતા મુદ્દા પોલીસ ગ્રેડ પે વિશે કર્યો મોટો ખુલાસો

દમણ પોલીસે સાયબર ગેંગના ઝડપાયેલા 4 આરોપીની વધુ પૂછપરછ કરતા તપાસમાં બહાર આવ્યું છે કે રાજસ્થાનના અલવર અને ભરતપુર વિસ્તારમાં રહેતી મેવાતી ગેંગ છે. મેવાતી ગેંગનો આતંક સમગ્ર ભારતમાં જાણીતો છે. મેવાતી ગેંગનો ઈતિહાસ અનેક મોટા ગુનાઓથી ભરેલો છે. હાઇવે પર વાહનોને નિશાન બનાવતી આ ગેંગ નજીવામાં રૂપિયા માટે વાહનચાલકોની હત્યા કરતા પણ અચકાતી ન હતી. જોકે સમગ્ર દેશમાં આતંક ધરાવતી મેવાતી ગેંગની નવી પેઢીએ હવે મોડસ ઓપરેન્ડી બદલી છે. હવે તેઓ ઓનલાઇન છેતરપિંડી કરી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. પોલીસની તપાસમાં દમણ સહિત કાશ્મીર જેવા અન્ય પ્રવાસ સ્થળોમાંની હોટલોમાં પણ આ પ્રકારનું કૌભાંડ બહાર આવ્યું છે. 

દમણ પોલીસના તપાસોમાં બહાર આવ્યું છે કે દમણની ચારથી પાંચ જેટલી મોટી હોટલ અને રિસોર્ટ સાથે આ ગેંગે કૌભાંડ આચર્યું છે. અને દમણમાં આવતા પ્રવાસીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. દમણના પ્રવાસન ઉદ્યોગને નુકસાન પહોંચાડતી આ ગેંગ હવે દમણ પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. ત્યારે દમણ પોલીસે આ આરોપીઓના રિમાન્ડ મેળવી આ ગેંગ દ્વારા બીજી કેટલી હોટલ અને રિસોર્ટને ઓનલાઈન છેતરપિંડી કરી છે તે તપાસમાં જોડાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More