Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી, અનેક જગ્યાએ વાતાવરણમાં આવ્યો પલટો

IMD Rain Alert: હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. 
 

અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી, અનેક જગ્યાએ વાતાવરણમાં આવ્યો પલટો

અમદાવાદઃ ગુજરાતમાં ભારે ગરમી વચ્ચે કમોસમી વરસાદ પડ્યો છે. રાજ્યના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. બીજીતરફ હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજીતરફ બોટાદ, નવસારી, ભાવનગર, સાબરકાંઠા અને ડાંગમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. 

આ તાલુકાઓમાં વરસાદ
બોટાદમાં આજે બપોરે 2થી 4 કલાક વચ્ચે અડધા ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. તો નવસારીના વાસંદામાં અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ભાવનગરના ઉમરાળામાં પણ 13મિમી વરસાદ થયો છે. સાબરકાંઠાના ઈડરમાં પણ વરસાદ પડ્યો છે. જ્યારે દાંડના વઘઈમાં 9 મિમી વરસાદ પડ્યો છે. 

હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યમાં ભારે ગરમી વચ્ચે કમોસમી વરસાદ પડવાની શરૂઆત થઈ છે. રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં ચારેતરફ વરસાદ જ વરસાદ : ખેડૂતો પાક બચાવવા આટલું કરશો તો નહિ થાય નુકસાન

વલસાડમા કરા સાથે વરસાદ 
વલસાડ જિલ્લામાં આજ રોજ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લાના કપરાડા તાલુકા ખાતે કમોસમી વરસાદ વરસ્યો હતો તો કેટલાક વિસ્તારોમાં બરફના કરા પડ્યા હતા. કપરાડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસતા કપરાડા તાલુકાના ગિરનારા ગામ ખાતે આવેલ આશ્રમ શાળાનો છેડ ઉડ્યો હતો. તો સાથે કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકાવના કારણે વૃક્ષ ધરાશાયી થયા છે. તો કેટલાક ઘરોના પતરા ઉડતા ઘર વકરીનો સામાન ખરાબ થઈ ગયાની ઘટના બની છે. કપરાડા તાલુકામાં કમોસમી વરસાદના કારણે કેરીના પાકને ભારે નુકશાનનીની ભીતિ ખેડૂતો ને સતાવી રહી છે.

ઉત્તર ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ 
ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. સાબરકાંઠા, હિંમતનગરમાં વાવઝોડા જેવા ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે. ખેડબ્રહ્માના દામવાસ કંપા ,લક્ષ્મીપુરા વિસ્તારમાં કરા સાથે વરસાદનું આગમન થયું છે. ઈડરના બોલુન્દ્રા, મોટા કોટડા અને પોશીના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદ આવ્યો છે. ભિલોડાના જેશીંગપુર પંથકમાં કરા સાથે માવઠું પડ્યુ. શામળાજી પંથકમાં ભારે પવન ફૂંકાતા મંડપ અને મકાનના પતરાને નુકસાન થયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More