Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં 13 થી 15 એપ્રિલમાં વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર છે મોટી ઘાત

Heatwave Alert : રાજ્યમાં ભરઉનાળે માવઠાનું સંકટ.. 13 તારીખે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી.. તો 14-15 તારીખે મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા છે. હાલમાં ગરમીની આગાહીઓ વચ્ચે તમને વરસાદ ભારે પડી શકે છે. 

ગુજરાતમાં 13 થી 15 એપ્રિલમાં વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર છે મોટી ઘાત
Updated: Apr 11, 2024, 12:21 PM IST

Gujarat Weather Forecast : ગુજરાતમાં ફરી એકવાર વાદળા બંધાયા છે. ગુજરાત તરફ આવી રહેલી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વરસાદ લાવી છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એવું છે કે, ગુજરાતમાં કમોસમી વરસાદની તારીખો સતત વરસાદ આગળ ઠેલાઈ રહી છે. વરસાદ આગળ જવાને કારણે ગુજરાતમાં આગાહીના વિસ્તારો પણ બદલાઈ ગયા છે.  ગુજરાતમાં 13 એપ્રિલથી કમોસમી વરસાદની આગાહી છે. 13 થી 15 એપ્રિલ દરમિયાન આખા ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ આગાહીને પગલે ખેડૂતોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. 

ક્યાં ક્યાં વરસાદ આવશે

  • 13 એપ્રિલે વલસાડ, નવસારી, સુરત અને ગીર સોમનાથમાં થશે માવઠું  
  • 14-15 એપ્રિલે છોટાઉદેપુર, દાહોદ, નર્મદા અને ગીર પંથકમાં પડશે આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 13 થી 15 એપ્રિલ દરમિયાન વરસાદની વકી છે. પહેલા ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હતી. પરંતુ આ જિલ્લાઓ પરથી મોટી ઘાત ટળી છે. ત્યારે હવે વરસાદ આગળ જતા નવા જિલ્લાઓમાં વરસાદી આગાહી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત પર વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્ર અને ગીર સોમનાથમાં માત્ર માવઠું આવશે. 

નવા વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન ખાતાએ જણાવ્યું કે, આ પહેલા 10 અને 11 એપ્રિલના રોજ વરસાદની આગાહી હતી. પરંતું તે દિવસોમાં વરસાદ આગળ વધ્યો હતો. તેથી હવે નવા વિસ્તારોમાં વરસાદની આગાહી છે. પહેલીવાર કરાયેલી આગાહીની સરખામણીએ કમોસમી વરસાદ ત્રણ દિવસ પાછો ઠેલાયો છે. તેમજ વિસ્તારો પણ બદલાયા છે. જોકે, અમદાવાદ અને ગાંધીનગરમાં કોઈ આગાહી નથી. 

12 થી 15 એપ્રિલમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી 
અંબાલાલ પટેલે આગાહી કરી કે, 12 થી 15 એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહકમાં હોવાથી પવન સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે. આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. 12 થી 15 એપ્રિલમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડશે. આ દિવસોમાં પવનની ગતિ તેજ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી જોર રહેશે. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચોમાસા પર પડશે 
તેમણે કહ્યું કે, હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થશે. સૂર્ય મેશ રાશિમાં 14 એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે, જેથી આ ઋતુમાં 27 એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે. સૂર્ય 10-11 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે. જોકે આ સાથે જ આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ થશે. હવામાનમાં ભારે પલટા આવશે. આ વર્ષે ગરમી, પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે. 11 મેં આસપાસ બંગાળાના ઉપસાગરમા હળવા દબાણ પેદા થશે. 20 મે બાદ ગરમી જોર પકડશે. 24 મે થી 5 જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ થશે. 

એપ્રિલ મહિનો આકરો બની રહેવાના એંધાણ

ગુજરાતીઓ માટે મે કરતા એપ્રિલ મહિનો આકરો બની રહેવાના એંધાણ છે. કારણ કે, પહેલા વરસાદ અને બાદમાં આગ ઓકતી ગરમીની આગાહી છે. તેમાં પણ એપ્રિલ મહિનામાં 25 માંથી 20 દિવસ તો 40 થી વધુ ડિગ્રી તાપમાનમાં શેકાવા તૈયાર રહેવું પડશે. વેકેશન પૂરુ થતા જ વાતાવરણ તેના અસલી મિજાજમાં આવે તેવી સંભાવના છે. એપ્રિલના ત્રીજા સપ્તાહમાં જ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી જાય તેવી શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે