Home> Gujarat
Advertisement
Prev
Next

'મોદી' અટક બદનક્ષી કેસ: રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર HC ના જસ્ટિસ ગીતા ગોપીએ કહ્યું- 'નોટ બીફોર મી'

માનહાનીનો કેસમાં હાઇકોર્ટમાં અર્જન્ટ સર્ક્યુલેશન માટે રાહુલ ગાંધીના વકીલે માગ કરી. જેને જસ્ટીસે મંજૂર પણ કરી હતી. ત્યારે વકીલ દ્વારા સુનાવણીની તારીખ માગવા પર તેમણે, “Not Before Me” કહી દીધુ હતું.

'મોદી' અટક બદનક્ષી કેસ: રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર HC ના જસ્ટિસ ગીતા ગોપીએ કહ્યું- 'નોટ બીફોર મી'

ઝી બ્યુરો/અમદાવાદ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. રાહુલ ગાંધી મોદી અટક મામલે માનહાનિના કેસમાં સુરત સેશન્સ કોર્ટે દ્વારા આપવામા આવેલ 2 વર્ષની સજાના હુકમને પડકારતી અરજીને ફગાવી દેતા હવે રાહુલ ગાંધી આ મામલે હાઈકોર્ટમાં પહોંચ્યા છે. રાહુલ ગાંધીની સજા પર સ્ટેની માંગ માટે અપીલ કરી છે. 

માનહાનિ કેસમાં હાઈકોર્ટમાં કરાયેલી અરજી પર અરજન્ટ સુનાવણી માટે રાહુલ ગાંધીના વકીલે માગણી કરી હતી. જેને જસ્ટિગ ગીતા ગોપીએ મંજૂર પણ કરી હતી. પરંતુ વકીલ દ્વારા સુનાવણીની તારીખ માગવા પર તેમણે નોટ બી ફોર મી (Not Before Me) કહી દીધુ હતું. એટેલે કે જસ્ટિસે પોતે સાંભળવાનો ઇનકાર કર્યો છે.

જસ્ટિસ ગીતા ગોપીએ આપ્યો આ જવાબ
માનહાનીનો કેસમાં હાઇકોર્ટમાં અર્જન્ટ સર્ક્યુલેશન માટે રાહુલ ગાંધીના વકીલે માગ કરી. જેને જસ્ટીસે મંજૂર પણ કરી હતી. ત્યારે વકીલ દ્વારા સુનાવણીની તારીખ માગવા પર તેમણે, “Not Before Me” કહી દીધુ હતું. આ મામલે આજે રજિસ્ટ્રીમાં પ્રક્રિયા ચાલી રહી છે. અને ઓફિસ ઓબ્જેક્શન દૂર થયા બાદ કોર્ટમાં અરજી આવશે.

‘નોટ બીફોર મી’ આવું જજ ક્યારે કહે છે?
દેશની અદાલતોમાં રોજના હજારો કેસ પર સુનાવણી થાય છે. કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા જુદા-જુદા જજીસને કેસની સુનાવણી માટે ફાળવણી કરવામાં આવે છે. જેમાં કેટલીક વાર જજ દ્વારા કોઈ કેસની સુનાવણીમાં ‘નોટ બીફોર મી’ કહેવામાં આવે છે. એટલે કે જજ આ કેસ પર સુનાવણી કરવા માગતા નથી.

મહત્વનું છે કે, સુરતની નીચલી કોર્ટે માનહાની કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. જેના કારણે રાહુલ ગાંધીને સાંસદ પદ ગૂમાવવું પડ્યું હતું. જેથી રાહુલ ગાંધીએ નીચલી કોર્ટના ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો.પરંતુ સેશન્સ કોર્ટે પણ રાહુલ ગાંધીની સજા પર સ્ટે મુકતી અરજી ફગાવી દીધી હતી. જેથી હવે રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More