Home> Gujarat
Advertisement
Prev
Next

અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ પૂર્ણ; જાણો આ વિધી પાછળનું રહસ્ય, ફરી દર્શન આરતીનો સમય બદલાયો

અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવિધી વર્ષમાં એકવાર ભાદરવી પુનમ બાદ ચોથે કરવામાં આવે છે. જેમાં અંબાજી નીજ મંદિરના ગોખ સહીત સમગ્ર મંદિર પરીસરને સાફ સફાઈ કરી જે ખાસ કરીને અમદાવાદનાં એક સોની પરીવાર દ્વારા કરવામાં આવે છે.

અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ પૂર્ણ; જાણો આ વિધી પાછળનું રહસ્ય, ફરી દર્શન આરતીનો સમય બદલાયો

ઝી બ્યુરો/બનાસકાંઠા: યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમ નો મેળો ભરાયા બાદ વર્ષ પરંપરાગત રીતે અંબાજી મંદિર થતીમાં 1.30 કલાકે શરૂ થયેલી પ્રક્ષાલનવીધીને પુર્ણ કરવામાં આવી છે. 

કુરિવાજો અને દૂષણો દૂર કરવા પાટીદારોની મોટી પહેલ, સમાજમાં આવ્યા મોટા ફેરફાર

અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવિધી વર્ષમાં એકવાર ભાદરવી પુનમ બાદ ચોથે કરવામાં આવે છે. જેમાં અંબાજી નીજ મંદિરના ગોખ સહીત સમગ્ર મંદિર પરીસરને સાફ સફાઈ કરી જે ખાસ કરીને અમદાવાદનાં એક સોની પરીવાર દ્વારા કરવામાં આવે છે. જે છેલ્લા 189 વર્ષથી આ વિધી સાથે સંકળાયેલાં છે. આ વિધીમાં અંબાજી મંદિર પરીષરને પવિત્ર નદીઓના નીરથી ધોવામાં આવે છે અને માતાજીનાં શણગારના સોના ચાંદીનાં દાગીનાઓને મંદિરનાં પવિત્રજળથી ધોવામાં આવે છે. 

સરકારી નોકરીની લાયમાં આ રીતે તમે પણ બની શકો છો ભોગ, વલસાડના 6 યુવકો 28 લાખમાં નાહ્યા

આજે અંબાજી મંદિરમાં કરવામાં આવેલી પક્ષાલનવીધીમાં જીલ્લા પોલીસ વડા. જીલ્લા કલેકટર સહીત અનેત અધીકારીઓ ઉપસ્થીત રહ્યા હતા. વર્ષ દરમ્યાન આજે પક્ષાલનમાં એક જ વખત બહાર લાવવામાં આવતા માતાજીના શણગારના તમામ દાગીનાની સફાઈ કરવામાં આવે છે. એટલું જ નહીં આ દાગીનાની સાફ સફાઇ વખતે ઘસારાનાં બદલે પાંચ ગ્રામ સોનાનું તક્તુ માતાજીના હારમાં અર્પણ કરવામાં આવે છે. જે હાર પુતળીનો હારનાં નામે માતાજીને પહેરાવવામાં આવે છે. 

સુરતમાં બનશે દુબઈ જેવું માર્કેટ! 1 કરોડ લોકોને પહોંચશે શાકભાજી, પાર્ક થશે 300 ટ્રકો

માનવામાં આવે છે જે હમણા સુધીમાં માતાજીના હારમાં આજ સુધીની 189 તક્તાનો હાર માતાજી પાસે છે કે ભાદરવી પુનમનાં મેળાં દરમિયાન લાખ્ખો પદયાત્રીઓ આવતાં હોય છે. આ યાત્રિકોની રસ્તામાં કોઇ પવિત્રતાં ન જળવાઇ હોય અને સીધા મંદિરમાં દર્શને પહોંચી ગયા હોય તેવી બાબતોને ધ્યાનમાં રાખી આ મંદિરની પવિત્રતાં જાળવવાં ખાસ પ્રક્ષાલન વિધી કરવામાં આવે છે. જોકે આવતીકાલથી અંબાજી મંદિરમાં દર્શન આરતી રાબેતા મુજબના સમયનુસાર થશે. 

અંબાલાલ કરતા ખતરનાક છે પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમા શિયાળાને લઈ કર્યો ભયાનક વરતાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More