Home> Gujarat
Advertisement
Prev
Next

‘DYSP એન.પી.પટેલ મારા પતિને સજાતીય સંબંધો બાંધવા દબાણ કરતા’

અમદાવાદમાં પીએસઆઈના આપઘાત મામલે પીએસઆઈની પત્નીએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. મૃતક પીએસઆઈ દેવેન્દ્રસિંહના રાઠોડના સ્યૂસાઈડ કેસમાં તેમની પત્ની ડિમ્પલ રાઠોડે કહ્યું કે, ડીવાયએસપી એન.પી. પટેલ મારા પતિ પર સજાતીય સંબંધો રાખવા માટે દબાણ કરતા હતા. આ મામલે પરિવારે મુખ્યમંત્રી પાસે મદદની માંગ કરી છે. મૃતકના ભાઈએ સીએમને પત્ર લખીને ન્યાયની અપીલ કરી છે. પરિવારે હજી સુધી પીએસઆઈનો મૃતદેહ સ્વીકાર્યો નથી.

‘DYSP એન.પી.પટેલ મારા પતિને સજાતીય સંબંધો બાંધવા દબાણ કરતા’

જાવેદ સૈયદ/અમદાવાદ : અમદાવાદમાં પીએસઆઈના આપઘાત મામલે પીએસઆઈની પત્નીએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. મૃતક પીએસઆઈ દેવેન્દ્રસિંહના રાઠોડના સ્યૂસાઈડ કેસમાં તેમની પત્ની ડિમ્પલ રાઠોડે કહ્યું કે, ડીવાયએસપી એન.પી. પટેલ મારા પતિ પર સજાતીય સંબંધો રાખવા માટે દબાણ કરતા હતા. આ મામલે પરિવારે મુખ્યમંત્રી પાસે મદદની માંગ કરી છે. મૃતકના ભાઈએ સીએમને પત્ર લખીને ન્યાયની અપીલ કરી છે. પરિવારે હજી સુધી પીએસઆઈનો મૃતદેહ સ્વીકાર્યો નથી.

ડાંગમાં વધુ એક અકસ્માત : ડ્રાઈવરે યુટર્ન લેતા એસટી બસ ઊંડી ખીણમાં ખાબકી

પત્નીના ગંભીર આરોપ
ડિમ્પલ રાઠોડે કહ્યું કે, એન.પી. પટેલ મારા પતિને ખૂબ જ ખરાબ રીતે હેરાન કરતા હતા. એક મહિલા અને પુરુષના સંબંધ હોય તેવી રીતે પુરુષ સાથે પુરુષના સંબંધની માંગણી કરતા હતા. તે વારંવાર માગણી કરતા હતા અને જો માગણી નહીં સંતોષે તો નોકરીને લાયક નહીં રહેવા દઉં, હું તારો પગાર ખાઈ જઈશ, બદનામ કરી દઇશ, તેવી ધમકી આપતા હતા.

fallbacks

હેવાન બનીને બાળકને રહેંસી નાખનાર હત્યારાને અંતિમ શ્વાસ સુધી કેદની સજા સંભળાવાઈ

કરાઈ પોલીસ એકેડમીમાં પીએસઆઈની તાલીમ લઈ રહેલા દેવેન્દ્રસિંહ રાઠોડની આપઘાત થી પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. આ ઘટનાથી તેમના પરિવારજનોમાં રોષ વ્યાપી ગયો. પરિવારે મૃતદેહ સ્વીકારવાનું ઈન્કાર કરીને હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. દોઢ વર્ષના તાલીમ બાદ 6 જાન્યુઆરીએ પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડનું પોસ્ટીંગ હતું. ત્યારે કરાઈના ડીવાયએસપી એન.પી.પટેલના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને પીએસઆઈએ ખાનગી રિવોલ્વરથી આપઘાત કરી લેતા અનેક તર્ક વિતર્ક સેવાઇ રહ્યા છે. ત્યારે ન્યાય માટે પરિવારે દેવેન્દ્રસિંહનો મૃતદેહ નહિ સ્વીકારવાનો નિર્ણય લઈને હોબાળો મચાવ્યો હતો અને ડીવાયએસપી વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેમની ધરપકડની માંગ કરી.

2019ના પહેલા જ મહિને એકસાથે 2 ગ્રહણ જોવા માટે તૈયાર રહેજો, આ તારીખોએ દેખાશે  

પોલીસની તપાસ પર પરિવારે શંકા વ્યક્ત કરી છે. પરિવારે પોલીસ કમિશ્નર એ કે સિંઘ સાથે પણ મુલાકાત કરી અને પોલીસ કમિશ્નરે નિષ્પક્ષ તપાસનું આશ્વાસન આપ્યું છે. પરંતુ ડીવાયએસપી સામે પોલીસ ફરિયાદ નહિ નોંધતા પરિવારમાં પોલીસની કાર્યવાહીને લઈને રોષ વધ્યો હતો. રોષ બાદ હાલ બે જેટલી ટીમો કરાઈ એકેડમી ખાતે તપાસ અર્થે મોકલી આપવામાં આવી છે. મૃતકના ભાઈએ સીએમ વિજય રૂપાણીને પત્ર લખી ન્યાયની માંગણી કરી છે. પોલીસે પીએસઆઈના પરિવારનું મોડી રાત્રે નિવેદન લીધું હતું.

ગુજરાતના મહત્વના સમચાર જાણવા કરો ક્લિક

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More