Home> Gujarat
Advertisement
Prev
Next

ભૂજ : હનીટ્રેપના આરોપીઓને છાવરવાનો પ્રયાસ કરતા પીએસઆઈ સસ્પેન્ડ

ભૂજના કે.સી. જવેલર્સના માલિક કિશોર ચંદુલાલ ગઢેચા (શાહ) ને ફેસબુક ફ્રેન્ડશીપ દ્વારા ફસાવીને બ્લેકમેઇલ કરી ખંડણી માંગવાના કેસમાં ફરિયાદ નહીં નોંધનાર ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇને પશ્ચિમ કચ્છના એસપીએ સસ્પેન્ડ કર્યા છે.

ભૂજ : હનીટ્રેપના આરોપીઓને છાવરવાનો પ્રયાસ કરતા પીએસઆઈ સસ્પેન્ડ

જયેન્દ્ર ભોઈ/ભૂજ :ભૂજના કે.સી. જવેલર્સના માલિક કિશોર ચંદુલાલ ગઢેચા (શાહ) ને ફેસબુક ફ્રેન્ડશીપ દ્વારા ફસાવીને બ્લેકમેઇલ કરી ખંડણી માંગવાના કેસમાં ફરિયાદ નહીં નોંધનાર ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇને પશ્ચિમ કચ્છના એસપીએ સસ્પેન્ડ કર્યા છે.

પત્ની સાથેની અંગત પળો સ્માર્ટ ટીવીને કારણે પોર્ન સાઈટ સુધી પહોંચી ગઈ, જાણો સુરતનો ચોંકાવનારો કિસ્સો

બન્યું એમ હતું કે, ભૂજના કે.સી. જવેલર્સના માલિક કિશોર ચંદુલાલ ગઢેચા સાથે સીમરનખાન નામની યુવતીએ ફેસબુક ઉપર ફ્રેન્ડશીપ બાંધી હતી. બાદમાં તેણે વોટ્સએપ પર ચેટ તેમજ વોઇસ કોલ દ્વારા વાતો કરી હતી. ત્યારબાદ અલ્તાફ ઉર્ફે ઓસમાણ ગગડા અને હફીઝા જહાંગીર પઠાણ નામના શખ્સોએ કિશોર ચંદુલાલ શાહને બ્લેકમેઇલ કર્યા હતા. તેઓએ આ વોટ્સએપ ચેટ દ્વારા 7૦ હજાર રૂપિયાની ખંડણી માંગી હતી. પોતાને પત્રકાર બતાવનાર હફીઝાએ કિશોર શાહને સીમરનખાન સાથેની ચેટ અને કોલ મીડીયામાં વાયરલ કરવાની ધમકી આપતા ડરી ગયેલા વેપારીએ તેને રૂપિયા આપી દીધા હતા. પણ પોલીસને ફરિયાદ પણ કરી હતી. જોકે, ભુજ બી ડિવિઝન પોલીસને માત્ર અરજી આપી અને પોલીસે રૂપિયા તો પાછા અપાવી દીધા. પણ આરોપીઓને જાણે પોલીસનો ડર ન હોય તેવી રીતે તેઓએ ફરી કિશોર શાહ પાસેથી રૂપિયા માંગ્યા હતા. પોલીસની બીક વગર ફરીવાર આરોપીઓ દ્વારા ખંડણી માંગવામાં આવી હતી. આ ઘટનાથી ડરી ગયેલા વેપારી કિશોર શાહે ફરી પોલીસ ફરિયાદ કરી હતી. 

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, NDRFની ટીમો સ્ટેન્ડ બાય રખાઈ 

આ પ્રકરણમાં પ્રથમવાર ભૂજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ તરીકે અંકુર પ્રજાપતિએ કરેલી કાર્યવાહીના કારણે આરોપીઓને પોલીસે છાવર્યા હોય તેવી ચર્ચાઓ અને શંકા વહેતી થઈ હતી. શનિવારે ડીએસપી સૌરભ તોલંબિયાએ લોકદરબારમાં જણાવ્યું હતું કે, જરૂરત પડ્યે પોલીસ કર્મીઓ વિરુદ્ધ પણ પગલાં ભરાશે. જેને પગલે ખંડણી પ્રકરણમાં સીમરનખાન, હફીઝા જહાંગીર પઠાણ અને અલ્તાફ ઉર્ફે ઓસમાણ ગગડા વિરૂદ્ધ ગુનો નહીં નોંધવા બદલ તેમજ આરોપીઓને છાવરવા બદલ પશ્ચિમ કચ્છ એસ.પી. સૌરભ તોલંબિયાએ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ અંકુર પ્રજાપતિને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More