Home> Gujarat
Advertisement
Prev
Next

આત્મવિશ્વાસથી ભરપૂર PSI અમિતા જોશી સ્યૂસાઈડ કરશે તેવુ કોઈએ વિચાર્યું ન હતું

આત્મવિશ્વાસથી ભરપૂર PSI અમિતા જોશી સ્યૂસાઈડ કરશે તેવુ કોઈએ વિચાર્યું ન હતું
  • વીડીયો જોયા બાદ ક્યારેય નહિ લાગશે કે, આ જાંબાઝ અધિકારી આપઘાત જેવો કૃત્ય કરવા માટે વિચારી પણ શકે છે.
  • પીએસઆઇ અમિતા જોશીએ વક્તવ્ય આપ્યું હતું અને પોતાના જીવનમાં જે પણ શીખવા મળ્યું છે તેનો અનુભવ બધાની સામે વ્યક્ત કર્યો હતો

ચેતન પટેલ/સુરત :આત્મવિશ્વાસથી ભરપૂર સુરતની મહિલા PSI અમિતા જોશીએ આપઘાત કરી લેતા તેમનો પરિવાર હજી પણ આ વાતથી ઉભરી શક્યો નથી. ત્યારે અમિતા જોશીનો 5 મિનિટનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ કવિતાની પંક્તિઓના માધ્યમ દ્વારા પોતાના અનુભવથી નવા પોલીસ કર્મચારીઓને સકારાત્મક રહી દરેક કાર્યને પૂરું કરવા ઉત્સાહિત કરે છે. વીડીયો જોયા બાદ ક્યારેય નહિ લાગશે કે, આ જાંબાઝ અધિકારી આપઘાત જેવો કૃત્ય કરવા માટે વિચારી પણ શકે છે.

પરિવાર ક્લેશના કારણે અમિતાએ પોતાના સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો છે. જે પોલીસ અધિકારી હસમુખ અને લોકોને હંમેશા લોકોને પ્રેરણા આપતી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર અમિતા જોશીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અમિતા પોતાના કમાન્ડો ટ્રેનિંગના અનુભવ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને નવા પોલીસ કર્મચારીઓને જણાવે છે. આ વીડિયો સાંભળીને કોઈ પણ ચોંકી જશે કે, આટલી હદે સકારાત્મક રહેનાર કોઈ પોલીસ અધિકારી પોતાનો જીવ ટૂંકાવી દેશે? અમિતાની સ્પીચ સાંભળી ત્યાં હાજર લોકો ક્યારેક તાળી પાડે છે તો ક્યારેક પેટ પકડી હસે છે.

આ પણ વાંચો : ‘જિંદગી જીવવી અઘરી છે...’ આટલા શબ્દો લખીને સુરતની મહિલા PSIએ કરી આત્મહત્યા

fallbacks

થોડા દિવસ પહેલા ઉમરા પોલીસ મથકમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સુરત શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ અને ટ્રેની પોલીસ કર્મચારીઓ બેઠા હતા. તેમાં પીએસઆઇ અમિતા જોશીએ વક્તવ્ય આપ્યું હતું અને પોતાના જીવનમાં જે પણ શીખવા મળ્યું છે તેનો અનુભવ બધાની સામે વ્યક્ત કર્યો હતો. અમિતા જોશી આ વીડિયોમાં કમાન્ડો ટ્રેનિંગ માટે કહે છે કે, રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા છે. અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા.. કમાન્ડો ટ્રેનિંગ દરમિયાન શીખવા મળ્યું કે જે આત્મવિશ્વાસ છે તે ખૂબ જ જરૂરી છે. ટ્રેનિંગમાં રનિંગના કારણે ડિપ્રેશનમાં રહેતા હતા. પરંતુ જો મનથી ધારી લઈએ કે મારાથી થઈ જશે તો થશે જ... કરાટે દરમિયાન સર કહેતા હતા 'you can do it' ત્યારે મનની અંદર બેસી ગયું કે 'I can do it', ' we can do it' અમે કરી શકીએ છીએ. હું એક પી.એસ.આઈ અધિકારી તરીકે મિત્રો તમને કહેવા માગું છું કે, જો આવી રીતે તમે ઇન્વેસ્ટિગેશન અથવા પોલીસ સ્ટેશનમાં વિચારો કે અમે આ કરી શકીએ છે તે ચોક્કસથી તે કાર્ય પૂર્ણ થશે. બીજી વાત કે જે રીતે જંગલ તાલીમમાં અથવા તો ફિઝિકલ રીતે જે પણ શીખવા મળ્યું અને આપણા અધિકારીઓ દ્વારા જે જાણકારીઓ મળી તેનો ખૂબ ખૂબ આભાર માનું છું. માતા પિતાને બાળક નાનું હોય અને કડવું દવા પીવડાવે અને બાળકને ન ગમતું હોય અને બાળક દવા ફેંકી દેતો હોય છે. શરૂઆતમાં અમને એવું જ થતું હતું કે આ બધું શું છે ? આવું કોઈ ટ્રેનિંગ થતી હોય? આ બધું શું કામ આવવાનું? જે રીતે માતા-પિતા બાળકના ગળામાં દવાના ઘૂંટડા ઉતરતા હતા. તે જ કડવાં ઘૂંટડા અધિકારીઓએ અમને ઉતરાયા. જે આજે ખૂબ જ કામ આવ્યા છે. અમે માનસિક રીતે આટલી હદે તૈયાર થઈ ગયા છે કે ફિલ્ડમાં ખાસ કામ કરવાનું. હું વિચારું છું કે વજન લઇ 22 કિલોમીટર સુધી રનિંગ કરવું એ શક્ય નથી. જો આ વસ્તુ શક્ય બની ગઈ તો ફિલ્ડમાં બધી વસ્તુ શક્ય છે.

આ પણ વાંચો : ગાર્ડ ઓફ ઓનર સાથે PSI અનિતા જોશીને વિદાય અપાઈ, પરિવાર રડી પડ્યો....

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જીવનમાં હંમેશા એક વાત યાદ રાખવાની કે કોઈપણ વસ્તુ અશક્ય નથી. કમાન્ડો ટ્રેનિંગમાં વધારે કોન્ફિડન્સ લેવલ મળ્યો. મારી અંદર જે વધારે કોન્ફિડન્સ લેવલ છે, સ્પીચ આપવાનો અને જે વધારે પડતો ઉત્સાહ છે તે આ કમાન્ડો ટ્રેનિંગ દરમિયાન આવ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, સૌથી અગત્યનું હોય છે મોટિવેશન. હું એકલી નહિ, પરંતુ જ્યારે બધા કરતા હોય છે અને જે તમને મોટિવેશન કરે અને ખાસ કરીને રામાણી સર કહે કે 'તુમ કર સકતી હો, ક્યું નહિ હોગા!!!.. મે ભી લડકી હું તુમ લડકી હો તો ક્યું નહીં કર શકતી' ત્યારે મનમાં લાગતું કે સાલું હું પણ છોકરી છું અને તેઓ પણ છોકરી છે વાત તો સાચી છે.

જોશીએ કહ્યું હતું કે, મોટિવેશન મગજની ગેમ છે. જો તમે મગજથી વિચારી લો કે હું આ કરી શકું છું, હું કેમ ન કરી શકું, મારાથી કેમ નથી થતું. આ તો હું કરીને જ રહીશ અને થોડીક વાર નેગેટિવ વિચાર પણ આવે છે. અહીં તો રોજ કરવાનું છે. ચાલવાનું છે.. ડોન્ટ વરી જે પણ થાય છે તે સારા માટે થાય છે અને જે પણ થશે તે સારા માટે થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More