Home> Gujarat
Advertisement
Prev
Next

જિલ્લા શિક્ષણ કચેરી બહાર ફી માફી પોસ્ટર સાથે NSUIના દેખાવો, પોલીસે કરી અટકાયત

અમદાવાદની ખાનગી શાળાઓની ફી માફ કરવાની માગ સાથે NSUIએ જિલ્લા શિક્ષણ કચેરી ખાતે દેખાવો કર્યા હતા. અનેક ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસે ફી માગી રહી છે. જેને લઇ NSUI દ્વારા 6 મહિનાની ફી માફ કરવા માગ કરાઈ હતી. આ ઘટનાને પગલે DEO કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ડીઇઓ કચેરી ખાતે વિરોધ કરી રહેલા એનએસયુઆઇના કાર્યકરોની પોલીસે અટકાયત કરી.

જિલ્લા શિક્ષણ કચેરી બહાર ફી માફી પોસ્ટર સાથે NSUIના દેખાવો, પોલીસે કરી અટકાયત

ગૌરવ પટેલ, અમદાવાદ: અમદાવાદની ખાનગી શાળાઓની ફી માફ કરવાની માગ સાથે NSUIએ જિલ્લા શિક્ષણ કચેરી ખાતે દેખાવો કર્યા હતા. અનેક ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ પાસે ફી માગી રહી છે. જેને લઇ NSUI દ્વારા 6 મહિનાની ફી માફ કરવા માગ કરાઈ હતી. આ ઘટનાને પગલે DEO કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ડીઇઓ કચેરી ખાતે વિરોધ કરી રહેલા એનએસયુઆઇના કાર્યકરોની પોલીસે અટકાયત કરી.

આ પણ વાંચો:- વેજલપુર તળાવનો વિકાસ કરવા મહાનગરપાલિકાને સોંપાયું, સીએમે લીધો નિર્ણય

fallbacks

અમદાવાદની જિલ્લા શિક્ષણ કચેરી ખાતે શાળા બંધ તો ફી પણ નહીંની માગ સાથે એનએસયુઆઇએ દેખાવો કર્યા. કોરોનાની મહામારી અને લોકડાઉનના કારણે શાળાઓ બંધ છે, આગામી સપ્ટેમ્બર મહિના સુધી શાળાઓ શરૂ થવાની શક્યતાઓ નથી. ત્યારે અનેક શાળાઓ વાલીઓ પાસેથી ફીની પઠાણી ઉઘરાણી કરી રહી છે. આજ બાબતને લઇ એનએસયુઆઈએ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી બહાર દેખાવો કરતા આસિસ્ટન્ટ ડીઇઓ કચેરી બહાર એનએસયુઆઇના નેતાઓને મળવા આવ્યા હતા.

આ પણ વાંચો:- યુવકનો બિભત્સ વીડિયો બનાવી બ્લેકમેલ કરતા 3 શખ્સોને સાયબર ક્રાઈમે ઝડપ્યા

fallbacks

એનએસયુઆઇના નેતાઓએ શાળા દ્વારા થતી ફીની માગણી અને અન્ય રજૂઆત કરતા જણાવ્યું હતું કે, એનએસયુઆઈની માંગ છે કે શાળાઓ બંધ રહે ત્યાં સુધી ફી ઉઘરાવવામાંના આવે. તેમજ પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે. કચેરી બહાર દેખાવો કરી રહેલ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. તો એનએસયુઆઈએ પણ ચિમકી ઉચ્ચારી છે કે ફી માફી કરવામાં નહીં આવે તો ડીઈઓ કચેરીને તાળાબંધી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More