Home> Gujarat
Advertisement
Prev
Next

INDvsWI: રાજકોટ ટેસ્ટ માટે થઇ ટીમની જાહેરાત, પૃથ્વી શોને મેચમાં રમવાની મળી તક

વેસ્ટઇન્ડીઝની સામે 4 ઓક્ટોબરથી રાજકોટમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચની સામે ફાઇનલ 12 ખેલાડીઓનું નામ જાહેર કરવામાં આવ્યું છે. પૃથ્વી શોને આ 12 ખેલાડીઓમાં શામેલ કરવામાં આવ્યો છે.

INDvsWI: રાજકોટ ટેસ્ટ માટે થઇ ટીમની જાહેરાત, પૃથ્વી શોને મેચમાં રમવાની મળી તક

નવી દિલ્હી: વેસ્ટઇન્ડીઝની સામે 4 ઓક્ટોબરથી રાજકોટમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચની સામે ફાઇનલ 12 ખેલાડીઓનું નામ જાહેર કરવામાં આવ્યું છે. પૃથ્વી શોને આ 12 ખેલાડીઓમાં શામેલ કરવામાં આવ્યો છે. બીસીસીઆઇએ 12 ખેલાડીઓનું લીસ્ટ જાહેર કર્યું છે, જેમાં પૃથ્વી શોનું નામ છે. ભારત અને વેસ્ટઇન્ડીઝની વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ 4 ઓક્ટોબરે રાજકોટમાં રમાવવાની છે. આ ટેસ્ટ મેચના 12 ખેલાડીઓના લિસ્ટમાં મોહમ્મદ સિરાઝનું નામ શામેલ કરવામાં આવ્યું નથી.

આ લિસ્ટમાં હનુમા વિહારીનું નામ શામેલ નથી. હનુમા વિહારીએ ઇંગ્લેન્ડની પાંચમી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં હનુમાએ 56 રન બનાવ્યા હતા અને 3 વિકેટ હાંસલ કરી હતી. રાજકોટ ટેસ્ટ માટે હનુમાને અંતિમ 12 ખેલાડીઓમાં શામેલ કરવામાં આવ્યો નથી.

fallbacks

તમને જણાવી દઇએ કે બે દિવસ પહેલા ઉપ કેપ્તાન અજિંક્ય રહાણે કહ્યું હતું કે વેસ્ટઇન્ડીઝની સામે સીરીઝ દ્વારા ટેસ્ટ ક્રિકેટનું પદાર્પણની બોર્ડર પર ઉભો પૃથ્વી શોને પોતાની બેટિંગનું આક્રમક વલણ ચાલુ રાખવું જોઇએ.

તેમણે કહ્યું હતું કે, ‘મને શો માટે ખુશી છે, મે તેને કરિયરની શરૂઆતથી જોયો છે. અમે સાથે જ અભ્યાસ કરતા હતા. તે આક્રમક વલણ ધરાવતો બેટ્સમેન છે અને ભારત-એ માટે સારૂ પ્રદર્શન કરવા પર તેનું ફળ મળ્યું છે.’ જોકે, રહાણેએ આ કહ્યું ન હતું કે પૃથ્વી અને મયંક અગ્રવાલમાંથી કોણ રાજકોટમાં 4 ઓક્ટોબરે શરૂ થઇ રહેલી ટેસ્ટ મેચમાં રાહુલની સાથે કોણ રમશે, પરંતુ પૃથ્વીને તેમની સલાહથી આ અંદાજો લાગાવામાં આવી શકે છે.

રહાણેએ કહ્યું હતું કે, ‘મને ખબર નથી કે ટીમ સંયોજન શું હશે પરંતુ કોઇ દબાણ નથી. દરેકને ખુલ્લીને રમવાની તક મળશે. હું તેને શુભેચ્છાઓ પાઠવું છું અને મને વિશ્વાસ છે કે તે સારૂ રમશે. હું ઇચ્છું છું કે તે આવી રીતે જ રમે જેવી રીતે મુંબઇ અને ભારત-એ માટે રમ્યો હતો. ’

fallbacks

ઇંગ્લેન્ડ ટૂરની નિષ્ફળતા બાદ રહાણેએ વિજય હજારે ટ્રોફીમાં બરોડા, કર્નાટકા અને રેલવે પર મુંબઇમાં જીત આપવી હતી. તેમણે કહ્યું કે વેસ્ટઇન્ડીઝની સામે સીરીઝ પહેલા તેમને સારો મેચનો અભ્યાસ કરવા મળી ગયો છે. તેમણે કહ્યું કે, ‘‘ઇંગ્લેન્ડથી આવ્યા બાદ મારું લક્ષ્ય મુંબઇ માટે સારુ પ્રદર્શન કરવાનું હતું કેમકે વેસ્ટઇન્ડીઝની સામે સીરીઝ પહેલા સારો અભ્યાસ કરી શકું.’’

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘મારૂ માનવું છે કે ઘર પાસેની મેચ હોય કે આંતરરાષ્ટ્રીય કે ભલેને અભ્યાસ મેચ, દરેકમાં અલગ અલગ રીતે દબાણ હોય છે અને તેનાથી મને તૈયારી કરવામાં મદદ મળે છે. મારો આત્મવિશ્વાસ વધે છે અને હું આગળ પણ ધ્યેય જાળવી રાખવા માંગુ છું. ’

આ રીતે છે 12 ખેલાડીઓની ટીમ
વિરાટ કોહલી, (કેપ્તાન), કેએલ રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટ કીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શામી, ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More