Home> Gujarat
Advertisement
Prev
Next

કોરોનાકાળ પછી કેદીઓ મળી શકશે હવે પોતાના સગા-વહાલાઓને, આ નિયમનું કરવું પડશે પાલન

કોરોનાની મહામારી બાદ જનજીવન થાળે પડતાં હવે કેદીઓ માટે પણ સારા સમાચાર આવ્યા છે. જેલ વિભાગ દ્વારા હવે કેદીના સગાઓને કેટલાક નિયમો સાથે રૂબરૂ મુલાકાત પણ કરાવશે. ની શરૂઆત ૧ લી ફેબ્રુઆરીથી કરી દેવામાં આવી છે. કોરોનાની મહામારી દરમિયાન જેલમાં કોરોના નું સંક્રમણ વધે નહીં તે માટે જેલ વિભાગ દ્વારા કેદીઓની સગા સાથે મુલાકાત માટેની મુલાકાતનો કન્સેપ્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જોકે હવે જનજીવન થાળે પડતા જેલ વિભાગ કેદીઓને તેમના સગા સાથે રૂબરૂ મુલાકાત કરાવી રહ્યું છે. 

કોરોનાકાળ પછી કેદીઓ મળી શકશે હવે પોતાના સગા-વહાલાઓને, આ નિયમનું કરવું પડશે પાલન

મૌલિક ધામેચા/અમદાવાદ : કોરોનાની મહામારી બાદ જનજીવન થાળે પડતાં હવે કેદીઓ માટે પણ સારા સમાચાર આવ્યા છે. જેલ વિભાગ દ્વારા હવે કેદીના સગાઓને કેટલાક નિયમો સાથે રૂબરૂ મુલાકાત પણ કરાવશે. ની શરૂઆત ૧ લી ફેબ્રુઆરીથી કરી દેવામાં આવી છે. કોરોનાની મહામારી દરમિયાન જેલમાં કોરોના નું સંક્રમણ વધે નહીં તે માટે જેલ વિભાગ દ્વારા કેદીઓની સગા સાથે મુલાકાત માટેની મુલાકાતનો કન્સેપ્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જોકે હવે જનજીવન થાળે પડતા જેલ વિભાગ કેદીઓને તેમના સગા સાથે રૂબરૂ મુલાકાત કરાવી રહ્યું છે. 

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેરની પુષ્કળ આવક, વેપારીઓ ટેકા કરતા ઓછા ભાવે કરી રહ્યા છે માંગણી

જોકે લોહીના સંબંધ ધરાવતા કેદીના સગા જ તેની મુલાકાત કરી શકશે અને તેના માટે તેમણે ત્રણ દિવસમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હોય તેવો રિપોર્ટ રજૂ કરવો પડશે. સામાન્ય દિવસોમાં દર અઠવાડિયે કેદીઓને તેમના સગા સાથે મુલાકાત કરાવવામાં આવતી હતી. જોકે હવે તે સમયમાં ફેરફાર કરીને પંદર દિવસ નો સમય કરાવવા માં આવ્યો છે.... અને બે સગા માત્ર ૧૫ મિનિટ માટે જ કેદી ની મુલાકાત કરી શકશે. જેમાં તેમણે માસ્ક અવશ્ય પહેરવું પડશે. અને સોશ્યલ ડિસ્ટન્સ પણ જાળવવું ફરજિયાત છે.

BHAVNAGAR: ટિકિટોની ફાળવણી બાદ ભાજપના કાર્યકરોમાં ભારે અસંતોષ

પહેલી ફેબ્રુઆરીથી અત્યાર સુધીની વાત કરીએ તો ૧૯૦ જેટલા કેદીઓના સગાઓએ નવી જેલ ખાતે રૂબરૂ મુલાકાત કરી છે. સવારે ચાર કલાક અને સાંજના સમયે ૩ થી ૫.૫૦ વાગ્યા સુધી મુલાકાત આપવામાં આવે છે. જેલ તંત્રના આ નિર્ણયનાં કારણે કેદીઓ અને તેમના પરિવારનાં લોકોમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના જેલમાં ન ફેલાય તે માટે તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવાઇ હતી અને કોઇ પણ બહારના વ્યક્તિને જેલમાં પ્રવેશ બંધ કરાવી દેવાયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More