Home> Gujarat
Advertisement
Prev
Next

લંપટ આચાર્યની કાળી કરતૂતનો પર્દાફાશ; વિદ્યાર્થીનીઓને શૌચાલયમાં લઇ ગયો અને દેખાડ્યા અશ્લિલ વીડિયો’

વડોદરાની અભોર ગામની શાળાનો આચાર્ય બન્યો હેવાન: વિદ્યાર્થીઓને શૌચાલયમાં લઈ જઈ બિભત્સ વીડિયો બતાવ્યો હોવાનો આરોપ. આચાર્ય સામે ફરિયાદ કરવા વાલીઓ પહોંચ્યા પોલીસ સ્ટેશન.

 લંપટ આચાર્યની કાળી કરતૂતનો પર્દાફાશ; વિદ્યાર્થીનીઓને શૌચાલયમાં લઇ ગયો અને દેખાડ્યા અશ્લિલ વીડિયો’

ઝી ન્યૂઝ/વડોદરા: વડોદરાની અભોર ગામની શાળાનો આચાર્યની કાળી કરતૂતનો પર્દાફાશ થયો છે. શાળાના વિદ્યાર્થીઓને શૌચાલયમાં લઈ જઈ બિભત્સ વીડિયો બતાવ્યો હોવાનો આરોપ આચાર્ય પર લાગી રહ્યો છે. આ ઘટનાને પગલે આચાર્ય સામે ફરિયાદ કરવા વાલીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. 

ગુજરાતની આ શાળાએ વિદ્યાર્થીઓને સાથે લઈને કેમ સ્મશાનમાં લહેરાવ્યો તિરંગો?

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરાના પાદરા તાલુકાના અભોર પ્રાથમિક શાળાના મહેન્દ્ર જાદવ નામના શિક્ષકની કરતૂતથી ગ્રામજનો રોષે ભરાયા હતા અને તેમણે શિક્ષક મહેન્દ્ર જાદવ પર આરોપ લગાવ્યો હતો કે મહેન્દ્ર જાદવે ત્રણ વિદ્યાર્થીઓને શૌચાલયમાં લઇ જઈને અશ્લિલ વીડિયો અને ફોટા બતાવ્યા હતા. આ વાતની જાણ વિદ્યાર્થીનીઓએ તેમના ઘરે કરતા લોકો રોષે ભરાયા હતા અને હોબાળો મચાવીને ગ્રામજનોએ આચાર્યને પકડીને પોલીસને સોંપ્યો હતો. 

વાળા પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો, શહીદ દીકરાના જન્મદિને જ બારમાની વિધિ કરવી પડી

ગામના લોકોએ આચાર્ય અને શિક્ષક વિશે જણાવ્યું હતું કે આચાર્ય મહેન્દ્રસિંહ જાદવ દારૂ પીને શાળામાં આવે છે. શાળાના શૌચાલયમાંથી પણ દારૂની ખાલી કોથળીઓ મળી આવી હતી. મોટી સંખ્યામાં ગામના લોકો વડુ પોલીસ સ્ટેશન એકઠા થયા હતા અને શિક્ષક મહેન્દ્ર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી.

Petrol-Diesel: સરકારે ઓઈલ કંપનીઓને આપ્યો ઝટકો, હવે શું પેટ્રોલ-ડીઝલ થશે મોંઘા?

સરસ્વતીના ધામમાં શિક્ષક દારૂ પીધેલો ઝડપાયો હતો. ત્યારે વધુ એક શિક્ષક દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો છે. આચાર્ય અને શિક્ષક બન્ને અભોર પ્રાથમિક શાળાના હોવાનું સામે આવ્યું છે. બન્ને આરોપીઓને ગ્રામજનોએ પોલીસને સોંપ્યા હતા. આચાર્ય મહેન્દ્રસિંહ જાદવ વિદ્યાર્થીનિઓને શૌચાલયમાં લઇ ગયો હતો અને વિદ્યાર્થીનીઓને પોર્ન વિડીયો બતાવ્યા હતા. એટલું જ નહીં, વિડીયો બતાવી અન્ય માંગ પણ કરી હોવાનો આરોપ ગ્રામજનો કરી રહ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More