Home> Gujarat
Advertisement
Prev
Next

PM મોદી હનુમાન જયંતિ પર 108 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ, 4 ધામ પ્રોજેક્ટનો ભાગ છે આ મૂર્તિ

દેશભરમાં હાલમાં હનુમાનજીને લઇને ભારે રાજકારણ ગરમાયેલું છે. ત્યારે આવતીકાલે  હનુમાન જયંતિના અવસરે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 એપ્રિલ, 2022ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના મોરબીમાં હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરશે.

PM મોદી હનુમાન જયંતિ પર 108 ફૂટ ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ, 4 ધામ પ્રોજેક્ટનો ભાગ છે આ મૂર્તિ

મોરબી: દેશભરમાં હાલમાં હનુમાનજીને લઇને ભારે રાજકારણ ગરમાયેલું છે. ત્યારે આવતીકાલે  હનુમાન જયંતિના અવસરે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 એપ્રિલ, 2022ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના મોરબીમાં હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરશે.

આ પ્રતિમા #Hanumanji4dham પ્રોજેક્ટના ભાગરૂપે દેશભરમાં ચારે દિશામાં સ્થાપિત કરવામાં આવી રહેલી 4 પ્રતિમાઓમાંથી બીજી પ્રતિમા છે. મોરબીમાં પરમ પૂજ્ય બાપુ કેશવાનંદજીના આશ્રમમાં પશ્ચિમમાં તેની સ્થાપના કરવામાં આવી છે. શ્રેણીની પ્રથમ પ્રતિમા 2010 માં ઉત્તરમાં શિમલામાં સ્થાપિત કરવામાં આવી હતી. રામેશ્વરમમાં દક્ષિણમાં પ્રતિમા પર કામ શરૂ કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More