Home> Gujarat
Advertisement
Prev
Next

પશુપાલકો માટે સારા સમાચાર, દૂધના કિલો ફેટ દીઠ ભાવમાં થશે વધારો

છેલ્લા એકદ વર્ષથી પશુપાલકો માટે સારા સમાચાર ન હતા. કારણ કે, વર્ષમાં દુધભરતા પશુપાલકોના કિલો ફેટ દિઠ ભાવ ઓછા કરવામાં આવતા હતા. પણ હવે આવતા સમયમાં પશુપાલકો માટે આનંદના સમાચાર આવના છે. અને થોડા સમયમાં પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દુધનો ભાવ વધારો કરવામાં આવશે.
 

પશુપાલકો માટે સારા સમાચાર, દૂધના કિલો ફેટ દીઠ ભાવમાં થશે વધારો

લાલજી પાનસુરીયા/આણંદ: છેલ્લા એકદ વર્ષથી પશુપાલકો માટે સારા સમાચાર ન હતા. કારણ કે, વર્ષમાં દુધભરતા પશુપાલકોના કિલો ફેટ દિઠ ભાવ ઓછા કરવામાં આવતા હતા. પણ હવે આવતા સમયમાં પશુપાલકો માટે આનંદના સમાચાર આવના છે. અને થોડા સમયમાં પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દુધનો ભાવ વધારો કરવામાં આવશે.

જીસીએમએમએફના મેનેજીંગ ડિરેકટર ડો આર.એસ સોઢીએ ઝી સાથે વાત કરતા જણાવ્યું કે, ઇન્ટરનેશનલ બજારમાં હવે સારા ભાવ મળી રહ્યા છે. અને ગુજરાત સરકાર દ્વારા ત્રણસો કરોડની જે મદદ કરવામાં આવી હતી. તેના કારણે અમે આવતા સમયમાં પશુપાલકોને વધારે દુધનો ભાવ આપવા માટે સમક્ષ થયા છીએ.

જે ગીતે કિંજલ દવેને સેલિબ્રિટી બનાવી, તેના પર પ્રતિબંધ મૂકાયા બાદ આવી હતી તેની પ્રતિક્રીયા

ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી મદદને કારણે મોટી સંખ્યામાં પશુપાલકોને ફાયદો થશે. અને દૂધના કિલો ફેટ દીઠ ભાવમાં પણ વધારો જોવ મળી શકે છે. જેથી ખેતી સાથે પશુપાલન કરતા લોકો માટે સારા સમાચાર છે. દૂધના ભાવોમાં વધારો થતા પશુપાલન સાથે સંકળાયેલા લોકોમાં આનંદો ફેલાયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More