Home> Gujarat
Advertisement
Prev
Next

રાષ્ટ્રપતિ કોવિંદ દીવ મહોત્સવમાં હાજરી આપશે, રેડ કાર્પેટમાં કરાશે સ્વાગત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ રાજકોટ એરપોર્ટ પરથી દીવ મહોત્સવમાં જવા ખાસ હેલિકોપ્ટરથી રવાના થશે. એરપોર્ટ પર રેડ કાર્પેટ પર તેમનુ સ્વાગત કરાશે. દીવમાં રાષ્ટ્રપતિ જુદા-જુદા કામોનું ખાતમુહૂર્ત કરશે. 

રાષ્ટ્રપતિ કોવિંદ દીવ મહોત્સવમાં હાજરી આપશે, રેડ કાર્પેટમાં કરાશે સ્વાગત

ઝી મીડિયા/બ્યૂરો :રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ રાજકોટ એરપોર્ટ પરથી દીવ મહોત્સવમાં જવા ખાસ હેલિકોપ્ટરથી રવાના થશે. એરપોર્ટ પર રેડ કાર્પેટ પર તેમનુ સ્વાગત કરાશે. દીવમાં રાષ્ટ્રપતિ જુદા-જુદા કામોનું ખાતમુહૂર્ત કરશે. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 4 દિવસ ગુજરાતની મુલાકાતે  છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું 12:10 કલાકે રાજકોટ એરપોર્ટ પર આગમન થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજકોટ એરપોર્ટ ટૂંકું રોકાણ કરશે. રાષ્ટ્રપતિનું એરપોર્ટ પર તેમનું રેડ કાર્પેટ સ્વાગત કરાશે. રાજકોટથી રાષ્ટ્રપતિ દીવ જવા રવાના થશે. દીવમાં બપોરે 1.55 કલાકે જલંધર બીચ પર સર્કિટ હાઉસનું ઉદઘાટન કરશે. તો આવતીકાલે 26મીએ તેઓ દીવમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. 

રાષ્ટ્રપતિનું આવતીકાલનું શિડ્યુલ 

  • દીવમાં સવારે 10.30 વાગ્યે ગંગેશ્વર મંદિરમાં પૂજા કરશે
  • 11:30થી 12:30 વચ્ચે દીવમાં જુદા-જુદા કામોનું કરશે ખાતમુહૂર્ત
  • દીવમાં 6:20 કલાકે ફૂડકોર્ટ સ્ટોલનું કરશે ઉદઘાટન

27મીનું શિડ્યુલ

  • દીવમાં સાંજે 4થી 5 દરમિયાન ઘોઘલા બીચની મુલાકાત લેશે 
  • 6:55થી 7:40 દરમિયાન દીવના કિલ્લાની મુલાકાત લેશે
  • કિલ્લામાં લાઈટ એન્ડ રાઉન્ડ શોનું આયોજન 

28મીનું શિડ્યુલ

  • સવારે 10:30 કલાકે દીવથી રાજકોટ આવવા રવાના થશે
  • 11:35 રાજકોટ એરપોર્ટ પર સ્વાગત અભિવાદન 
  • 11:45 કલાકે રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા રવાના-
  • બપોરે 1:30 કલાકે દિલ્હી પહોંચશે 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More