Home> Gujarat
Advertisement
Prev
Next

કાંધલ જાડેજાએ દગો કર્યો, ભાજપને સગો કર્યો.... રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગુજરાતમાં થયું ક્રોસ વોટિંગ

President Election : આજે દેશના 15મા રાષ્ટ્રપતિ માટે ચૂંટણી... NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ અને વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા વચ્ચે ટક્કર. એનસીપી નેતાએ ક્રોસ વોર્ટિંગ કર્યું
 

કાંધલ જાડેજાએ દગો કર્યો, ભાજપને સગો કર્યો.... રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગુજરાતમાં થયું ક્રોસ વોટિંગ

President Election: આજે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થશે. ત્યારે ગુજરાત વિધાનસભામાં મતદાન શરૂ થઈ ગયુ છે. 10 વાગ્યાના ટકોરે વોટિંગ શરૂ કરાયુ હતું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત અને ધારાસભ્યોએ વોટિંગ કર્યુ છે. ધીરે ધીરે વોટિંગ વધી રહ્યું છે. ત્યારે ક્રોસ વોટિંગને લઈને બંને પક્ષોની ચાંપતી નજર છે. ત્યારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ગુજરાતમાં પહેલુ ક્રોસ વોટિંગ થયું છે. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપને સમર્થન આપતા જોવા મળ્યાં છે. જેથી દ્રૌપદી મુર્મૂના જીતની આશા પ્રબળ બની છે. ખુદ કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગનો સ્વીકાર કર્યો છે. એનસીપીના આદેશને અવગણીને આ જાહેરાત તેમણે કરી છે. એનસીપીએ એ કોંગ્રેસનુ સહયોગી દળ છે, ત્યારે કાંધેલ જાડેજાનુ ક્રોસ વોટિંગ અનેક સવાલો પેદા કરે છે. જોકે, સાંજ સુધી અન્ય કેટલા ક્રોસ વોટિંગ થાય તેના પર સૌની નજર છે. ઉલ્લેખનીય છે કે, દેશમાંથી ક્યાંયથી પણ આ ચૂંટણીમાં ક્રોસ વોટિંગના હજી સુધી સમાચાર આવ્યા નથી, ક્રોસ વોટિંગની પહેલી ઘટના ગુજરાતમાં બની છે. બપોરે 1 વાગ્યા સુધીમાં ભાજપના તમામ 111 ધારાસભ્યોનું મતદાન પૂર્ણ થયું હતું. તો કોંગ્રેસના 63 ધારાસભ્યોએ મત આપ્યા હતા. 

કાંધલ જાડેજાએ કર્યુ ક્રોસ વોટિંગ 

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો જે ડર હતો તે આખરે થયો છે. ગુજરાતમાં પ્રથમ ક્રોસ વોટિંગ થયું છે. NCP ના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગ કર્યું છે. કાંધલ જાડેજાએ NDA ઉમેદવારને મત આપ્યો હોવાનો દાવો કર્યો છે. NCPએ રાષ્ટ્રીય સ્તરે યશવંત સિંહાને સમર્થન આપ્યુ છે. કાંધલ જાડેજા એ કુતિયાણાથી એનસીપીના ધારાસભ્ય છે. તેમણે ક્રોસ વોટિંગ કરતા કહ્યુ કે, મેં NDA ને મત આપ્યો છે, મને મારી પાર્ટી માંથી કોઈ વ્હીપ કે અન્ય આદેશ ન હતો. મેં મારા મનની વાત સાંભળી છે. મને મારા વિસ્તારના કામો કરવાના હોય છે, સરકારમાં મારે કામ કરાવવાના હોય છે. 

કોંગ્રેસને ફરી એકવાર NCPના ધારાસભ્યએ દગો આપ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ-NCPના ગઠબંધનમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ફાચર મારી છે. 2022માં કોંગ્રેસ NCP સાથે મળીને ચૂંટણી લડવાની છે, ત્યારે તે પહેલા જ કાંધલે ભાજપને સમર્થન આપ્યુ છે. 2012માં NCP એ ગઠબંધન તોડ્યું હતું અને 2022માં પણ ઝટકો આપ્યો છે. આમ, ગુજરાત કોંગ્રેસના નેતાઓને પોતાનો જ આત્મવિશ્વાસ ભારે પડ્યો છે. જ્યાં કોંગ્રેસનું ગઠબંધન છે એ NCP ના ધારાસભ્યએ જ ક્રોસ વોટિંગ કર્યું છે. 

fallbacks

રામનાથ કોવિંદ સમયે 11 મત વધુ મળ્યા હતા
વિધાનસભાની ચૂંટણીમાં એક-એક સીટ મહત્વની છે. તેઓ વધુ એકવાર ભાજપને સમર્થન આપતા જોવા મળ્યાં છે. તેઓ પહેલા અપક્ષ તરીકે જીતી ચૂક્યા છે. આ પહેલા પણ તેઓ અનેકવાર ભાજપને સમર્થન કરી ચૂક્યા છે. આ અગાઉ પણ રામનાથ કોવિંદ સમયે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં 11 વોટ ભાજપના ખાતામાં વધુ પડ્યા હતા. આ ચૂંટણીમાં પક્ષનો મત લાગુ પડતો નથી. 

પંકજ દેસાઈ અને રાજેન્દ્ર ત્રિવેદી દ્રૌપદી મુર્મૂના ચૂંટણી એજન્ટ બન્યા છે. તો સીજે.ચાવડા અને શૈલેષ પરમાર યશવંત સિંહાના ચૂંટણી એજન્ટ બન્યા છે. એક સમયે બંને ઉમેદવારના એક એક એજન્ટ જ મતદાન મથકમાં હાજર રહી શકે છે. 

ક્રોસ વોટિંગની ચિંતા 
ભાજપના મુખ્ય દંડક પંકજ દેસાઈએ આ ચૂંટણી વિશે કહ્યુ કે, અમારા તમામ 111 ધારાસભ્યો મતદાન કરશે. દરેકે ધારાસભ્ય 9 વાગે વિધાનસભા પહોંચી જશે. ક્રોસ વોટિંગ અંગે હજુ જાણકારી નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્હીપ નથી હોતો. ધારાસભ્યો ઇચ્છે તેને મત આપી શકે છે. દરેકે ધારાસભ્યના મોકપોલ પણ થયા છે. 100% મતદાનનો અમને વિશ્વાસ છે. તો કોંગ્રેસ ધારાસભ્ય સીજે ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસના એકેય ધારાસભ્ય ક્રોસ વોટિંગ કરવાના નથી. અમારા તમામ ધારાસભ્ય ગત રાતથી ગાંધીનગરમાં આવી ચૂક્યા છે. હમણાં વિરોધ પક્ષ નેતાની ચેમ્બરમાં સૌ એકઠા થશે તે બાદ મતદાન કરશે. 

fallbacks

સાંસદો અને ધારાસભ્યો મતદાન કરશે
દેશના 15મા રાષ્ટ્રપતિ માટે આજે ચૂંટણી યોજાશે. સાંસદો અને ધારાસભ્યો નવા રાષ્ટ્રપતિને ચૂંટવા મતદાન કરશે. સવારે 10થી સાંજે 5ચ વાગ્યા સુધી સંસદભવન અને રાજ્યોની વિધાનસભાઓમાં મતદાન થશે. મત ગણતરી 21 મી જુલાઈએ થશે અને નવા રાષ્ટ્રપતિ 25મી જુલાઈએ શપથ ગ્રહણ કરશે. આ વખતે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ અને વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા વચ્ચે મુકાબલો છે. જો કે 60 ટકા જેટલા વોટ મળવાની પ્રબળ શક્યતા સાથે દ્રૌપદી મુર્મૂની જીત લગભગ નક્કી મનાય છે. જો તેઓ જીતશે તો તેઓ રાષ્ટ્રપતિ પદ ગ્રહણ કરનાર દેશના પહેલા આદિવાસી મહિલા બનશે. ચૂંટણીના આગળના દિવસે દ્રૌપદી મુર્મૂ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને ભાજપના તમામ ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. તો આ તરફ ગાંધીનગરમાં કોંગ્રેસની બેઠક યોજાઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More