Home> Gujarat
Advertisement
Prev
Next

ભગવાન ગણેશની પૂજામાં કરશો આ 10 ભૂલ તો ફાયદાને બદલે થશે નુકસાન

આ વર્ષે ગણેશ ચતુર્થી 13 સપ્ટેમ્બરના રોજ આવે છે. આ દિવસથી દેશમાં ગણેશોત્સવની શરુઆત થશે

ભગવાન ગણેશની પૂજામાં કરશો આ 10 ભૂલ તો ફાયદાને બદલે થશે નુકસાન

મુંબઈ : આ વર્ષે ગણેશ ચતુર્થી 13 સપ્ટેમ્બરના રોજ આવે છે. આ દિવસથી દેશમાં ગણેશોત્સવની શરુઆત થશે. ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથના રોજ મનાવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. 

આ તહેવારને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણીમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર 10 દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીના દિવસે પૂર્ણ થાય છે.  આ દિવસો દરમિયાન ગણપતિની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી ફાયદો થાય છે પણ જો અમુક નિયમોનું પાલન કરવામાં ભુલચુક થઈ જાય તો ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. 

ગણપતિની પૂજા કરતી વખતે 10 વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો આ વાતનું ધ્યાન ન રાખવામાં આવે તો ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. 

  1. તુલસી દળ શ્રી ગણેશને ન ચઢાવું. તુલસી માળાનો પણ ઉપયોગ ન કરવો. 
  2. ગણેશની મૂર્તિને બજોટ કે આસન વગર ન મૂકવી 
  3. ગણેશજીની ઉભી મૂર્તિની પૂજા કયારે નહી કરવી જોઈએ. 
  4. ગણેશજીની ત્રણ મૂર્તિ એક સાથે ન મૂકવી 
  5. જે સ્થાન પર ગણેશ સ્થાપના કરી હોય ત્યાં પિતૃના ફોટા પાસે ન હોવા જોઈએ
  6. ગણેશજીના પીઠના દર્શન ન કરવા જોઈએ. ગણેશજીની પીઠમાં દરિદ્રતાનો વાસ હોય છે
  7. ગણેશ પૂજાના જનેઉ ધારણ નહી કરવું જોઈએ. સફેદ ફૂલનો પ્રયોગ પણ નહી કરવું જોઈએ
  8.  સવારના સમયે શ્રીગણેશ પૂજા માટે શ્રેષ્ઠ છે. આ સિવાય સવારે , બપોરે અને સાંજે ત્રણે સમયે ગણેશપૂજન કરો
  9.  ગણપતિની  મૂર્તિમાં ડાબા હાથ તરફ વળેલી સૂંઢ હોવી જોઈએ. જમણી તરફની સૂંઢવાળા ગણેશ જીદ્દી હોય છે. તેમની સાધના પણ કઠિન હોય છે અને આ ભક્તો પર મોડેથી પ્રસન્ન થાય છે 
  10.  સૌથી મહત્વની વાત ગણેશ ચતુર્થીના દિવસે ચન્દ્ર દર્શન ન કરવું જોઈએ. ચતુર્થીના દિવસે ચાંદને જોવાથી કલંક લાગશે

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More