Home> Gujarat
Advertisement
Prev
Next

સરગવાની ખેતીમાં લખપતિ બની ગયો ગુજરાતનો ખેડૂત, વાર્ષિક કમાણી 20 લાખ રૂપિયા

ગુજરાતના ખેડા જિલ્લાના દુધેલીલાટ ગામના ખેડૂત પ્રવીણભાઈ પટેલ તેમની 10.7 હેક્ટર જમીનમાં પરંપરાગત ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખેતી કરે છે. અગાઉ તેઓ એરંડા, કપાસ અને ચણા ઉગાડતા હતા. પરંતુ, બજારની માંગ જોઈને તેણે પોતાના ખેતરમાં સરગવાની ખેતી શરૂ કરી. 

સરગવાની ખેતીમાં લખપતિ બની ગયો ગુજરાતનો ખેડૂત, વાર્ષિક કમાણી 20 લાખ રૂપિયા

Success Story: ફક્ત બાપદાદાની જમીન છે એટલે જમીન પડી ના રહે એ માટે ખેતી કરી રહ્યાં છો તો ખેતી છોડી દો, કારણ કે ખેતીમાં વધતા જતા ખર્ચને પગલે હવે ખેતી એ ફાયદાનો સોદો રહયો નથી. જો તમારે ખેતીમાં આવક મેળવવી હશે તો બાગાયતી ખેતી તરફ વળવું પડશે. આજે સૌથી વધારે કમાણી જ હોર્ટિકલ્ચર પાર કરાવી રહ્યાં છે. ગુજરાતના એક ખેડૂત પ્રવિણ પટેલે સરગવાની બજારમાં માગ અને આવક જોઈને સરગવાની ખેતી કરવાનો નિર્ણય લીધો એ આજે કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. આ માટે ખેડૂતે ICAR આણંદ ખાતેથી ટ્રેનીંગ મેળવી હતી. 

Ambalal Patel: આ ઘાતક આગાહીને કારણે લોકોમાં ફફડાટ!! ગુજરાતમાં શું થશે એ મોટી ચિંતા?

સરગવાની ખેતી કરતા આ ખેડૂત વર્ષે 20 લાખની કમાણી કરી રહ્યાં છે. ગુજરાતના ખેડા જિલ્લાના દુધેલીલાટ ગામના ખેડૂત પ્રવીણભાઈ પટેલ તેમની 10.7 હેક્ટર જમીનમાં પરંપરાગત ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખેતી કરે છે. અગાઉ તેઓ એરંડા, કપાસ અને ચણા ઉગાડતા હતા. પરંતુ, બજારની માંગ જોઈને તેણે પોતાના ખેતરમાં સરગવાની ખેતી શરૂ કરી. અનેક ઔષધીય ગુણો ધરાવતી ડ્રમસ્ટિકનો મોટાભાગે શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. ખેડૂતે ખેતીમાં આવક વધારવા માટે  ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR)ની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોઇલ એન્ડ વોટર કન્ઝર્વેશન સેન્ટર આણંદમાંથી સરગવાની ખેતીની તાલીમ લીધી હતી.

ગુજરાતની આ શાળાએ કેમ સ્મશાનમાં લહેરાવ્યો તિરંગો? આ વાત સાંભળીને ચોંકી જશો, પણ...

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) અનુસાર, ભારતીય જમીન અને જળ સંરક્ષણ સંસ્થાન આણંદના વૈજ્ઞાનિકોએ ખેડૂત પ્રવીણભાઈ પટેલને બજારની માંગ પ્રમાણે ખેતી કરવાની સલાહ આપી સરગવાનીની ખેતી કરવા માટે ભલામણ કરી હતી. આ સાથે ઉત્પાદન વધારવાના તાલિમ, નર્સરી, બિયારણ ઉત્પાદન અને સ્ટીમ કટીંગ વગેરે વિશે પણ તાલીમ આપવામાં આવી હતી. ખેડૂત પ્રવીણભાઈ પટેલે સંશોધન કેન્દ્રમાં તાલીમ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

16 ઓગસ્ટથી 5 રાશિવાળાઓનું ભાગ્ય હશે બુલંદીઓ પર, 3 રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે

સંસ્થાના તજજ્ઞોએ ખેડૂત પ્રવીણભાઈ પટેલને સરગવાના પ્રચાર માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી હતી. ખેડૂત પ્રવીણભાઈ પટેલે વર્ષ 2008, 2016 અને 2020 માં અનુક્રમે બીજ (PKM-1), પોતાના બીજ (સરગવી) અને સ્ટેમ કટિંગમાંથી 450, 1700 અને 2580 સરગવાના છોડનું વાવેતર કર્યું છે. હવે દર વર્ષે તેઓ 10.7 હેક્ટરના ખેતરમાંથી 100 ટન તાજી સરગવાની શીંગો મેળવે છે. ખેડૂત પ્રવીણભાઈ પટેલ દેશના વિવિધ ભાગો જેવા કે કોલકાતા, મુંબઈ, ચેન્નાઈ, અમદાવાદ, ખેડા અને વડોદરામાં ડ્રમસ્ટિક શીંગો 35 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી રહ્યા છે.

સરકારી નોકરીમાં મોટી તક; GPSCની વિવિધ પોસ્ટ માટે 300 જગ્યાઓ પર આવી ભરતી, આ રીતે અરજી

ઘણા શહેરોમાં સરગવાનું વેચાણ
કપડવંજ, નડિયાદ અને બાયડ જેવા સ્થાનિક બજારોમાં પણ સરગવાની સારી માંગ છે. ખેડૂત પ્રવીણભાઈ પટેલ ભાવ અને માર્કેટિંગ સુધારવા માટે ગ્રેડિંગનો ઉપયોગ કરે છે. એટલે કે, જ્યાં પણ માંગ હોય તે ગ્રેડનું ઉત્પાદન ત્યાં મોકલવામાં આવે છે. આંગળીના કદના ડ્રમસ્ટિક શીંગોની માંગ કોલકાતા અને મુંબઈમાં વધુ હોય છે.

કેમ વલસાડનું ઉદવાડા જ છે પારસીઓનું પવિત્ર સ્થળ; જાણો અતિ પવિત્ર ધર્મસ્થાનનો ઇતિહાસ

20 લાખ વાર્ષિક આવક
પ્રવીણભાઈનો ખેતીનો ખર્ચ પ્રતિ હેક્ટર રૂ. 1 લાખ છે, જેમાંથી તેનો કુલ નફો રૂ. 3 લાખ પ્રતિ હેક્ટર છે. જ્યારે, ચોખ્ખો નફો પ્રતિ હેક્ટર 2 લાખ રૂપિયા રહે છે. દર વર્ષે તે 10.7 હેક્ટર વિસ્તારમાં ડ્રમસ્ટિકની ખેતીથી લગભગ 20 લાખ રૂપિયાની કમાણી કરે છે. તેમણે ડ્રમસ્ટિકના પાંદડા અને બીજમાંથી પાવડર અને હેર ઓઈલ તૈયાર કરીને વેચવાનું પણ શરૂ કર્યું છે.

'હિન્દુઓએ હવે એક હાથમાં ગીતા અને બીજા હાથમાં હથિયાર લેવાનો સમય આવી ગયો છે'

પાઉડર સાથે બીજનું વેચાણ
પ્રવીણભાઈ સરગવાનો પાવડર 129 રૂપિયા પ્રતિ 100 ગ્રામ અને હેર ઓઇલ 299 રૂપિયા પ્રતિ 50 મિલીના ભાવે વેચી રહ્યા છે. 2000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના દરે સરગવાનું બિયારણ વેચીને પણ ખેડૂત સારી કમાણી કરી રહ્યો છે. ચીનની કંપની થાઈલાકોઈડ બાયોટેક પ્રાઈવેટ લિમિટેડ સાથે પણ તેઓ વેપાર કરી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More