Home> Gujarat
Advertisement
Prev
Next

પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં પ્રેમવતી કેફે છે અહીંનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર, ખાસ પ્રસાદીનું આયોજન

પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં નાસ્તા પાણી માટે તૈયાર કરવામાં આવેલ પ્રેમવતી કેફે અહીં આવતા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સામાન્ય રીતે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરના પ્રેમવતી રેસ્ટોરન્ટથી સૌ કોઈ પરિચિત છે.

પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં પ્રેમવતી કેફે છે અહીંનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર, ખાસ પ્રસાદીનું આયોજન

આશ્કા જાની/અમદાવાદ: પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં આમ તો અનેક આકર્ષણ જોડવામાં આવ્યા છે. અમિત શાહ પણ કહી ચૂક્યા છે કે દેશ-વિદેશના મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ આ વિશે સ્ટડી કરવી જોઈએ. લોકસેવા, સંસ્કૃતિ પ્રસાર અને અધ્યાત્મના ક્ષેત્રનો અનોખો સંયોગ ઉભો થયો છે. અહીં 600 એકરની વિશાળ ભૂમિ પર પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ નિર્માણાધીન આ નગર પ્રેરણાનું અમૃત વહાવતી અનેકવિધ રચનાઓથી કલ્ચરલ વન્ડરલેન્ડ બની રહી છે. આ મહોત્સવ સ્થળના કેટલાક આકર્ષણો ખરેખર જાણવા જેવા છે.

પ્રેમવતી કેફે આકર્ષણનું કેન્દ્ર
પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં નાસ્તા પાણી માટે તૈયાર કરવામાં આવેલ પ્રેમવતી કેફે અહીં આવતા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સામાન્ય રીતે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરના પ્રેમવતી રેસ્ટોરન્ટથી સૌ કોઈ પરિચિત છે. પરંતુ અહીં પ્રમુખ સ્વામી નગરીમાં પણ પ્રેમવતી કેફે તૈયાર કરવામાં આવ્યા છે. જેની ખાસિયત એ છે કે આ તમામ 30 પ્રેમવતી કેફે મહિલાઓ દ્વારા સંચાલિત છે. આ 30 પ્રેમવતી કેફેમાં 3000 થી વધારે મહિલાઓ કામકાજ સંભાળી રહી છે. નાસ્તા-પાણીની ડિલિવરી, બિલિંગનું કામકાજ મહિલાઓ અને યુવતીઓ કરી રહી છે. જ્યાં વ્યાજબી ભાવે નાસ્તા પાણીની સુવિધા ઉપલબ્ધ છે.

મહત્વનું છે કે, પ્રમુખ નગરની જ્યારે તમે મુલાકાત લો છો તો તમે સ્વામિનારાયણ ખીચડીનો આનંદ મળવાનો મોકો મળશે કારણ કે અહીંયા પ્રેમવતી પ્રસાદ ગુહ જોવા મળશે. પ્રમુખ નગરીમાં 30 જેટલી પ્રેમવતી બનાવવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આ તમામ પ્રેમવતીનું સંચાલન માત્ર મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. 2100 જેટલી મહિલાઓ પ્રેમવતીનું સંચાલન કરી રહી છે, એટલે કે રસોડામાં ખીચડી સહિતની વસ્તુઓ બનાવાથી લઈને તેને આપણા સુધી પહોંચાડવાનું કામ ફક્ત મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

અહીં મળતી ખીચડી સહિતની તમામ વસ્તુઓના ભાવ રાહત દરે રાખવામાં આવ્યા છે, એટલે તમામ મુલાકાતી મન મૂકી પ્રેમવતીનો આનંદ માણી શકે છે. અહીં તમામ વયના લોકો, બાળકો, યુવાનો અને ઘરડા લોકો માટે તેમને પસંદ આવે તેવી વસ્તુઓ મળી રહે છે. અહીં મુલાકાત લેનારા લોકો પણ મન મૂકી મનગમતા પૌષ્ટિક અને શુદ્ધ આહારની મજા પ્રેમવતીમાં માણી શકે છે. કેશ કાઉન્ટર ઉપર પણ પૈસા કલેક્ટ કરતી પણ તમને મહિલા જોવા મળશે, જ્યારે બીજી તરફ વાત કરીએ આ સવારે 9:00 વાગ્યાથી રાતના 09:00 વાગ્યા સુધી શરૂ પ્રેમવતીમાં ભોજન મળી રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More