Home> Gujarat
Advertisement
Prev
Next

કપરાડાના રાજકારણમાં નવો વળાંક, પ્રકાશ પટેલે પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવારીની કરી જાહેરાત

કપરાડાના રાજકારણમાં નવો વળાંક, પ્રકાશ પટેલે પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવારીની કરી જાહેરાત
  • પ્રકાશ પટેલે 2015 બાદ રાજકારણથી નિવૃત્ત થવાની જાહેરાત કરી હતી.
  • કપરાડામાં ભારતીય જનતા પાર્ટી પૂર્વ કોંગી એમએલએ જીતુભાઇ ચૌધરીની જાહેરાત કરશે તેવી શક્યતા છે.
  • તો કોંગ્રેસમાંથી પણ 3 નામની ચર્ચા થઈ રહી છે 

જય પટેલ/વલસાડ :ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી (vidhansabha by election) થવાની છે, તેમાં કપરાડા વિધાનસભાની બેઠક પણ સામેલ છે. ગમે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની તારીખોની જાહેરાત થવાની છે. ત્યારે આ જાહેરાત પહેલા જ કપરાડા વિધાનસભામાં ગરમાવો જોવા મળ્યો છે. કપરાડા (kaprada) 181 વિધાનસભા બેઠક પર પ્રકાશ પટેલે અપક્ષ ઉમેદવારી કરવાની કરી જાહેરાત કરી છે. કપરાડા બેઠક જીતુ ચૌધરીએ રાજીનામુ આપ્યા બાદ ખાલી પડી હતી. જોકે, ભાજપ અને કોંગ્રેસે હજી સુધી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી નથી.

આ પણ વાંચો : લોહીના સંબંધ વગર આ બંને વૃદ્ધ મહિલાઓ વચ્ચે બંધાયો છે એવો નાતો કે ભગવાન પણ છૂટા ન પાડી શકે

2015 નિવૃત્તિની જાહેરાત કરી હતી 
પ્રકાશ પટેલ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓએ 2015 બાદ રાજકારણથી નિવૃત્ત થવાની જાહેરાત કરી હતી. પરંતુ ધર્મને નામે રાજકારણ ચાલી રહ્યું હોવાને કારણે ફરી રાજકારણમાં આવવાની જાહેરાત કરી છે. પ્રકાશ પટેલના પત્ની હાલ કપરાડાના સુખાલા ગામના અપક્ષ સરપંચ છે. કપરાડામાં ભારતીય જનતા પાર્ટી પૂર્વ કોંગી એમએલએ જીતુભાઇ ચૌધરીની જાહેરાત કરશે તેવી શક્યતા છે. જ્યારે બીજી તરફ, કોંગ્રેસમાં હરેશભાઇ પટેલ, બાબુભાઇ વરઠા, વસંત પટેલ જેવા નામોની ઉમેદવારી માટે ચર્ચા થઈ રહી છે. આવામાં પ્રકાશ પટેલદ્વારા અપક્ષ ઉમેદવારીની જાહેરાતથી કપરાડા વિધાનસભા બેઠક પર ભૂકંપ સર્જાયો છે.

આ પણ વાંચો : ઘેર-ઘેર જેના ભજનો ગવાતા તે બાળકને હવે ઓળખવો મુશ્કેલ છે, વરુણ ધવન જેવો સ્માર્ટી દેખાય છે

ક્યાં ક્યાં ચૂંટણી થશે 
ગુજરાતમાં કપરાડા, ડાંગ, લીંબડી, ગઢડા, ધારી, મોરબી, કરજણ, અબડાસામાં આજે પેટાચૂંટણીની જાહેરાત થશે. કપરાડામાંથી જીતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવિણ મારૂ, ધારીમાંથી જે.વી.કાકડીયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં. જેને પગલે આ બેઠકો ખાલી પડી છે. 

આ પણ વાંચો : માત્ર 10 ચોપડી ભણેલા ગુજરાતના ઉદ્યોગપતિ રમેશ ટીલાળાએ 7 ઈન્ડસ્ટ્રી ઉભી કરી, સંઘર્ષ જ એમનો શોખ છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More