Home> Gujarat
Advertisement
Prev
Next

Video: Gir National Parkના ગાર્ડે સિંહ પાસે માંગી મદદ, જુઓ પછી શું થયું...

ઘણી વખત સોશિયલ મીડિયા પર એવા વીડિયો જોવા મળે છે કે જેને એકવાર જોઈને સંતોષ થતો નથી. આ ખાસ કરીને નાના બાળકો અને પ્રાણીઓના વીડિયોની સાથે થયા છે. ઘણી વખત તેમની ખુબજ ક્યૂટ હરકત કેમેરામાં કેદ થઈ દિલમાં વસી જાય છે. આવી જ એક ક્ષણ કેદ કરવામાં આવી છે

Video: Gir National Parkના ગાર્ડે સિંહ પાસે માંગી મદદ, જુઓ પછી શું થયું...

અમદાવાદ: ઘણી વખત સોશિયલ મીડિયા પર એવા વીડિયો જોવા મળે છે કે જેને એકવાર જોઈને સંતોષ થતો નથી. આ ખાસ કરીને નાના બાળકો અને પ્રાણીઓના વીડિયોની સાથે થયા છે. ઘણી વખત તેમની ખુબજ ક્યૂટ હરકત કેમેરામાં કેદ થઈ દિલમાં વસી જાય છે. આવી જ એક ક્ષણ કેદ કરવામાં આવી છે. આ વાયરલ વીડિયો (Viral Video)માં પણ...

સિંહ પાસે માંગી મદદ
વર્લ્ડ વાઇલ્ડલાઇફ અઠવાડિયું (Wildlife Week) હજી ચાલી રહ્યું છે અને એવામાં ગિર નેશનલ પાર્ક (Gir National Park)થી એક ખુબજ સુંદર વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ગિરના જંગલનો ગાર્ડ મહેશ સોંદરવા તેની ડ્યૂટી પૂર્ણ કરી ઘરે જઈ રહ્યો હતો. ત્યારે તે જોવા છે કે, જંગલનો એક સિંહ તેનો રસ્તો રોકીને બેઠો છે. દિવસભર સિંહ વગેરેની સાથે રહેતા મહેશ જંગલના રાજાથી ડરવાની જગ્યાએ તેની પાસે મદદ માંગે છે. તે સિંહને પોતાની સ્થાનિક ભાષામાં સમજાવે છે કે, તે આખો દિવસ તેમની સેવામાં લાગેલો હતો અને હવે તે ઘરે જવા ઇચ્છે છે.

સિંહે સમજી તેની વાત
તમને આ જાણી અને વીડિયોમાં જોઇ આશ્ચર્ય થશે કે, સિંહ તેની વાત સાંભળી અને સમજી રસ્તા વચ્ચેથી ઉભો થઈ તેના જવાની જગ્યા બનાવે છે. મહેશે આ વીડિયો રેકોર્ડ કરી વન્ય સેવામાં અધિકારી ડો. અંશુમનની સાથે શેર કર્યો હતો. તેમણે આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, ત્યારબાદથી આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો ગાર્ડ અને સિંહની પરસ્પરની વાતચીત અને સમજને ઘણી પસંદ કરી રહ્યાં છે.

પ્રકાશ જાવડેકરે પણ શેર કર્યો વીડિયો
કેન્દ્ર સરકારમાં પર્યાવરણ, વન તેમજ જળવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકર (Prakash Javadekar)એ પણ સિંહના આ ખાસ વીડિયોને તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More