Home> Gujarat
Advertisement
Prev
Next

Porbandar Lok Sabha Chunav Result: પોરબંદરમાં પુનરાવર્તન! કોંગ્રેસના વસોયાને હરાવીને માંડવીયાએ મારી બાજી

Porbandar Lok Sabha Chunav Result 2024: ગુજરાતની પોરબંદર લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના મનસુખ માંડવિયા અને કોંગ્રેસના લલિત વસોયા વચ્ચે મુકાબલો છે. જાણો આ બન્ને દિગ્ગજોમાં કોણ આગળ કોણ પાછળ...

Porbandar Lok Sabha Chunav Result: પોરબંદરમાં પુનરાવર્તન! કોંગ્રેસના વસોયાને હરાવીને માંડવીયાએ મારી બાજી

Porbandar Lok Sabha Election Result 2024: લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની તમામ બેઠકો પર ત્રીજા તબક્કામાં 7 મે ના રોજ મતદાન થયું હતું. ગુજરાતની પોરબંદર લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના મનસુખ માંડવિયા અને કોંગ્રેસના લલિત વસોયા વચ્ચે જંગ જામ્યો હતો. આજે પરિણામ જાહેર થતાની સાથે જ ઠેરઠેર ભગવો લહેરોવ્યો, પોરબંદરમાં ભાજપની હેટ્રિક. આ વખતે મનસુખ માંડવિયાએ પોરબંદરમાં જંગી મતોથી જીત હાંસલ કરી.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થળ એવી પોરબંદર લોકસભા 1977માં અસ્તિત્વમાં આવી હતી. લોકસભા ચૂંટણી 2024 માટે આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ નવા ઉમેદવાર તરીકે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે. તો કોંગ્રેસ દ્વારા લલિત વસોયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ લોકસભામાં કુલ 17.50 લાખ મતદારો છે. જેમાં 9 લાખથી વધુ પુરૂષ અને 8 લાખ મહિલા મતદારો છે. અગાઉના 2 ટર્મની વાત કરીએ તો, 2014ની સામાન્ય ચૂંટણીમાં વિઠ્ઠલ રાદડિયાએ 2,67,971 મતોથી નેશનલ કોંગ્રેસ પાર્ટીના કાંધલ જાડેજાને હરાવ્યા હતા. 2019માં અહીંથી ભાજપ તરફથી રમેશ ધડુક અને કોંગ્રેસ તરફથી લલિત વસોયા ઉમેદવાર હતા. જેમાં રમેશ ધડુક 2 લાખથી વધુ મતોથી જીતીને સાંસદ બન્યા હતા.

પોરબંદર લોકસભા સીટ પર 51.83 ટકા મતદાન-
પોરબંદર લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. રાજકોટમાં કુલ 51.83 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો ધોરાજીમાં 51.89 ટકા,ગોંડલમાં 52.19 ટકા, જેતપુરમાં 51.54 ટકા, કેશોદમાં 47.03 ટકા,કુતિયાણામાં 47.55 ટકા, માણાવદરમાં 53.94 ટકા અને પોરબંદરમાં 57.99 ટકા મતદાન નોંધાયું હતું.

મનસુખ માંડવિયાની પ્રોફાઈલઃ
ઉમેદવારઃ ભાજપ
ઉંમરઃ (51 વર્ષ)
અભ્યાસ : પોલિટીકલ સાયન્સમાં Ph.D
રાજકીય પ્રોફાઈલ: 2002માં પાલિતાણા બેઠક પરથી ધારાસભ્ય. 2012થી રાજ્યસભાના સદસ્ય. 2016થી કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી. હાલમાં આરોગ્ય મંત્રી.
કેમ ટિકિટ મળી : લેઉવા પાટીદાર ચહેરો, આરોગ્ય મંત્રી તરીકે સફળ કામગીરી.

લલિત વસોયાની પ્રોફાઈલઃ
ઉમેદવારઃ કોંગ્રેસ
ઉંમરઃ 62 વર્ષ
અભ્યાસ: S.Y.B.com
રાજકીય પ્રોફાઈલ : ધોરાજી બેઠકના ધારાસભ્ય. પાટીદાર આંદોલન વખતે હાર્દિક પટેલની નજીક. ભાજપમાં ન જોડાઈને કોંગ્રેસને વફાદાર રહ્યા.
કેમ ટિકિટ મળી: લેઉવા પાટીદાર ચહેરો, ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા, લડાયક મિજાજ

પોરબંદર લોકસભા બેઠક નું જાતિ સમીકરણ:
લોકસભા બેઠકPorbandar
કુલ જનસંખ્યા21,12,336
શહેરી વસ્તી (%) 39
ગ્રામીણ વસ્તી (%)61
અનુસૂચિત જાતિ (%)10
અનુસૂચિત જનજાતિ (%)2
જનરલ / ઓબીસી (%)88
હિંદુ (%)95-100
મુસ્લિમ (%)0-5
ઈસાઈ (%)0-5
શીખ (%) 0-5
બૌદ્ધ (%)0-5
જૈન (%)0-5
અન્ય (%) 0-5

પોરબંદર લોકસભા ચૂંટણીનો ઈતિહાસઃ
લોકસભા ચૂંટણી પોરબંદર બેઠક પર ચૂંટાયેલા સાંસદ
1977 – ધરમશીભાઈ પટેલ (જનતા પાર્ટી)
1980 – માલદેવજી ઓડેદરા (કોંગ્રેસ)
1984 – પરષોત્તમ ભાઇ ભલોડીયા (કોંગ્રેસ)
1989 – બલવંત ભાઈ માનવર (જનતાદળ)
1991 – હરિલાલ પટેલ (ભાજપ)
1996 – ગોરધનભાઈ જાવીયા (ભાજપ)
1998 – ગોરધનભાઈ જાવીયા (ભાજપ)
1999 – ગોરધનભાઈ જાવીયા (ભાજપ)
2004 – હરિલાલ પટેલ (ભાજપ)
2009 – વિઠ્ઠલભાઇ રાદડીયા (કોંગ્રેસ)
2013 – વિઠ્ઠલભાઇ રાદડીયા (ભાજપ, પેટા ચૂંટણી)
2014 – વિઠ્ઠલભાઇ રાદડીયા (ભાજપ)
2019 – રમેશ ધડુક (ભાજપ)

પોરબંદર લોકસભા બેઠક 12 ઉમેદવારો-
ક્રમ  ઉમેદવાર     પાર્ટી
1     ડો. મનસુખ માંડવિયા      ભાજપા
2     એન.પી. રાઠોડ      બસપા
3     લલિત વસોયા  કોંગ્રેસ
4     લાખણસી ઓડેદરા     વીરો કે વીર ઈન્ડિયન પાર્ટી
5     નિલેશકુમાર શેખવા  સમાજવાદી પાર્ટી
6     હરસુખલાલ સિદ્ધપરા લોગ પાર્ટી
7     બીપિનકુમાર જેઠવા  અપક્ષ
8     નાથાભાઈ ઓડેદરા    અપક્ષ
9     મહેમુદભાઈ સૈયદ    અપક્ષ
10    ચંદુભાઈ રાઠોડ     અપક્ષ
11    જતીન સોલંકી અપક્ષ
12    હુસેનભાઈ સોઢા     અપક્ષ

2019માં શું હતું પરિણામ-
2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર રમેશ ધડુકનો કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા સામે 2,29,823 મતોથી વિજય થયો હતો. લલિત વસોયાને 59.36 ટકા અને લલિત વસોયાને 35.17 ટકા વોટ મળ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More