Home> Gujarat
Advertisement
Prev
Next

પોરબંદર: મજબુત મનોબળતાનું ઉદાહરણ, સમુદ્ર સાથે બાથ ભરી દિવ્યાંગોએ રચ્યો ઇતિહાસ

દેશના યુવાનોમાં સાહસ,શૌર્યનો સંચાર કરવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામ સી સ્વીમીંગ ક્લબ દ્વારા સમુદ્ર તરણ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરના ઘુઘવાતા સમુદ્રમાં બે દિવસીય ચાલનાર આ રાષ્ટ્રીયકક્ષાની સી સ્વીમીંગ સ્પર્ધામાં રાજ્ય સહીત દેશભરના 475થી વધુ સ્પર્ધકોએ પોતાનુ તરણ કૌશલ્ય દાખવી રહ્યા છે. જેમાં પેરા સ્વીમર એટલે કે દિવ્યાંગ સ્પર્ધકોએ પણ દરિયા સાથે બાથ ભીડી પોતાના મજબૂત મનોબળનો પરિચય આપ્યો હતો.

 પોરબંદર: મજબુત મનોબળતાનું ઉદાહરણ, સમુદ્ર સાથે બાથ ભરી દિવ્યાંગોએ રચ્યો ઇતિહાસ

અજય શીલુ/પોરબંદર: દેશના યુવાનોમાં સાહસ,શૌર્યનો સંચાર કરવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામ સી સ્વીમીંગ ક્લબ દ્વારા સમુદ્ર તરણ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરના ઘુઘવાતા સમુદ્રમાં બે દિવસીય ચાલનાર આ રાષ્ટ્રીયકક્ષાની સી સ્વીમીંગ સ્પર્ધામાં રાજ્ય સહીત દેશભરના 475થી વધુ સ્પર્ધકોએ પોતાનુ તરણ કૌશલ્ય દાખવી રહ્યા છે. જેમાં પેરા સ્વીમર એટલે કે દિવ્યાંગ સ્પર્ધકોએ પણ દરિયા સાથે બાથ ભીડી પોતાના મજબૂત મનોબળનો પરિચય આપ્યો હતો.

છેલ્લા 18 વર્ષથી યોજાઈ રહેલ આ સમુદ્ર તરણ સ્પર્ધાને સ્વીમીંગ ફેડરેશન ઓફ ઈન્ડીયાની પણ માન્યતા મળી હોવાથી ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ દિલ્હી ખાતેથી ફેડરેશનની ટીમે પોરબંદરમાં યોજાયેલ આ તરણ સ્પર્ધાને ઈન્ટરનેશલ નિયમો મુજબ જજ કરી છે. દેશભરમાંથી 475થી વધુ સ્પર્ધકોએ આ તરણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. આજે પ્રથમ દીવસે નેશનલ લેવલની 10 કિલોમીટર તેમજ પેરા સ્વીમરો માટે 5 કીલોમીટરની સ્પર્ધા યોજાઈ હતી.

મહિલા મિત્રો વધારવા યુવતીના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનું યુવકને પડ્યુ ભારે

આ સ્પર્ધાઓમાં 6 વર્ષથી લઈને 60 વર્ષ સુધીની ઉમરના તરવૈયાઓ સમુદ્ર સાથે બાથ ભીડશે. આ તરણ સ્પર્ધા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય નેવી તેમજ કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ તેમજ 108 બોટ સહિત સ્થાનિક માછીમારો દ્વારા સતત રેસ્ક્યુ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

fallbacks

શારીરીક રીત સ્વસ્થ અને સજ્જ તાલીમ લીધેલા તરવૈયાઓ પણ જ્યારે સમુદ્રમાં ડીપ સીની અંદર છલાંગ લગાવવાની વાત આવે ત્યારે થોડે અંશે તેઓમાં ડર રહેતો હોય છે.ત્યારે પોરબંદરમાં તો આજે એવા લોકોએ પણ સમુદ્ર સાથે બાથ ભીડી હતી. જેઓ શારિરિક રીતે ડીસેબલ એટલે કે દિવ્યાંગ છે આમ છતા તેઓએ દરિયાના તોફાની મોઝાનો સામનો કરીને 5 હજાર કીલોમીટર સુધી દરિયાને ચીરીને તેમની અંદરુની હિમંત અને મનોબળ કેટલુ મજબુત છે. તેનો પરીચય આપ્યો હતો.

લોક રક્ષક દળની પરીક્ષાની તૈયારી પૂર્ણ, ગોઠવાયો ચુસ્ત પોલીસ ગોઠવાયો

આ સ્પર્ધાનું મુખ્ય આકર્ષણ આ વખતે પણ વેસ્ટ બેંગોલના દિવ્યાગ સ્પર્ધક રીમોહ શાહ રહ્યો હતો. કારણ કે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ તેઓએ કે, 5 હજાર મીટરની પેરા સી સ્વીમીંગ કોમ્પીટીશનમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે,આ સ્પર્ધકે આ પહેલા પણ અનેક તરણ સ્પર્ધામા પૌતાનુ કૌવત બતાવી ચુક્યો છે. હાલમાં ગત જૂન મહીનામાં લંડનથી ફ્રાસ સુધી 46 કિલોમીટરની ઈગ્લીશ ચેનલની જે ખાડી છે. તેને તરીને પાર કરવાનો ઐતિહાસિક રેકોર્ડ પણ પોતાને નામ કર્યો છે. જ્યારે આ સ્વીમીંગ સ્પર્ધાની સૌથી લાબી 10 કીલોમીટરની ઈવેન્ટમા મુંબઈના સંપન્ન સેલારે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More